Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:‘લિટલ માસ્ટર’નો માસ્ટરસ્ટ્રોક: રઘુરામ ભટ્ટના સ્પિન સામે સની ડાબોડી બેટ્સમેન બન્યા!

    10 hours ago

    અપૂર્વ ભટ્ટ વાત 1982ના માર્ચ મહિનાની 14મી તારીખની છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર તે વખતની ખૂબ પ્રતિષ્ઠિત રણજી ટ્રોફીમાં બોમ્બે અને કર્ણાટક વચ્ચે સેમિફાઇનલ મુકાબલો ચાલી રહ્યો હતો. બોમ્બેએ પ્રથમ દાવમાં 271 રન બનાવ્યા હતા, તેના જવાબમાં કર્ણાટકે 470 રન બનાવ્યા. ચોથા દિવસે પીચ આખેઆખી તૂટી ગઇ હતી. બોમ્બે તેની બીજી ઇનિંગ્સમાં સંઘર્ષ કરી રહ્યું હતું. પીચ પરથી ધૂળ ઊડી રહી હતી અને કર્ણાટકના એક લેફ્ટ આર્મ સ્પિનરના સ્પિન બોલ ખૂબ જ કાતિલ બની રહ્યા હતા. બોમ્બેના સુકાની સુનીલ ગાવસ્કર હતા અને કર્ણાટકના સુકાની ગુડપ્પા વિશ્વનાથ હતા. જ્યારે 139 રને પાંચમી વિકેટ પડી ત્યારે બેટિંગમાં આવેલા સુનીલ ગાવસ્કરને કર્ણાટકના સુકાની વિશ્વનાથે કહ્યું, ‘આજે અમે તમારી બોમ્બેની ટીમને ઓલઆઉટ કરી મેચ જીતી લઈશું.’ જવાબમાં ગાવસ્કર માત્ર હસ્યા, આથી વિશ્વનાથે તેમની સાથે શરત લગાવી. પીચ પર આવીને ગાવસ્કરે બેટિંગ કરવા સ્ટાન્સ લીધો અને અમ્પાયર સહિત બધા આંખો ચોળવા મંડ્યા. પીચ પર ઊભેલા ગાવસ્કરે લેફ્ટી બેટ્સમેનનો સ્ટાન્સ લીધો અને પોતે જમણેરી હોવા છતાં જિંદગીમાં પ્રથમ વાર ડાબેરી બેટિંગ કરવા લાગ્યા. હકીકતમાં પીચ પર એક મોટો ખાડો બની ગયો હતો. તેનાથી જમણેરી બેટ્સમેન માટે રમવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. આથી ગાવસ્કરે પોતાની બેટિંગ સ્ટાઇલ ફેરવી ઘાતક બનેલા તે સ્પિનરના દરેક બોલનો સામનો કર્યો. છેલ્લે મેચ પૂરી થઈ ત્યારે બોમ્બેનો સ્કોર હતો 9 વિકેટે 200 રન. ગાવસ્કર 18 રન બનાવી અણનમ રહ્યા હતા. મેચ ડ્રો થઈ અને ગાવસ્કર શરત જીતી ગયા. (જોકે પ્રથમ ઇનિંગ્સના સ્કોરના આધારે કર્ણાટક ફાઇનલમાં પહોંચ્યું.) ગાવસ્કરને જિંદગીમાં પ્રથમ વાર લેફ્ટી બેટિંગ કરાવનાર કર્ણાટકના તે ડાબોડી સ્પિનર હતા, રઘુરામ ભટ્ટ. તેઓ ભારત માટે 1983માં બે ટેસ્ટ રમ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:સાઉદી-તુર્કી-પાકિસ્તાન સંરક્ષણ કરારની ભારત પર અસરો
    Next Article
    વિસ્મય:વણઉકેલાયો સવાલઃ મધદરિયે એ જહાજ લૂંટવાનું કારસ્તાન કોનું હતું? જહાજમાંથી ખરેખર શું લૂંટાયું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment