Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:એ. આઈ. અને સાંખ્ય દર્શન

    9 hours ago

    જયેશ દવે આપણે આજે જે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છીએ તેમાં મોટા ભાગનું એ. એન. આઈ. - ‘આર્ટિફિશિયલ નેરો ઇન્ટેલિજન્સ’ છે. ગૂગલ મેપ્સ, તમારા પ્રશ્નોના જવાબ આપતા બોટ્સ, ભાષાંતર એપ્લિકેશન અને સૉફ્ટવેર આ બધું એ. એન. આઈ. છે. તે પછી આવે છે એ. જી. આઈ. - ‘આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ’. કૃત્રિમ બુદ્ધિનો એવો તબક્કો જેમાં એ. આઈ. કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન આપમેળે શીખી શકશે અને સમજી શકશે. જાતે કવિતા લખી શકશે, ડૉક્ટરની જેમ નિદાન કરી શકશે, નવી થિયરી શોધી શકશે. ટૂંકમાં, સામાન્ય માણસ કરી શકે છે તે તમામ બૌદ્ધિક કામો એ. આઈ. કરવા લાગશે. હાલ આ દિશામાં આપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. વિશ્વમાં એ. જી. આઈ.ના પ્રાથમિક મૉડલ તૈયાર થવા લાગ્યા છે પરંતુ હજુ આ ક્ષેત્રમાં ખૂબ કામ થવાનું છે. આપણે જે એ. આઈ. સાથે કામ પાડી રહ્યા છીએ તે એલ. એલ. એમ. - ‘લાર્જ લેંગ્વેજ મૉડલ’ સાથે ‘જનરેટિવ એ. આઈ.’ છે. એટલે કે સવાલનો જવાબ તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અબજો ડેટામાંથી યોગ્ય માહિતી અને શબ્દો શોધીને આપણી સામે પ્રસ્તુત કરે છે. આ માનવીય સમજણ નથી. હાલ પ્રોટો-એ. જી. આઈ.ના તબક્કામાં આપણે છીએ અને એ. જી. આઈ. આવતાં એ. આઈ. ભૂલો પણ શોધી શકશે, રોબોટિક હાથ વડે લૅબોરેટરીમાં કેમિકલ પણ બનાવી શકશે અને પોતાના સૉફ્ટવેરમાં રહેલી ભૂલોને પણ દૂર કરી શકશે. ટૂંકમાં, આગામી સમયમાં એ. આઈ. પાસે પોતાની ઇચ્છાશક્તિ અને લક્ષ્ય પણ હોઈ શકે છે. આ પછીનો તબક્કો છે એ. એસ. આઈ. - ‘આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ’નો. અહીં એક જ એ. આઈ. હશે જે વિશ્વના તમામ માનવો કરતાં વધુ બુદ્ધિમત્તા ધરાવતું હશે અને ઇચ્છાશક્તિ પણ ધરાવતું હોવાની શક્યતા છે. એ. આઈ.ના તબક્કાઓ અંગે આ વાત વૈશ્વિક ચૈતન્ય અને વ્યક્તિગત ચેતનાને સમજવા માટે છે. એ. આઈ. પાસે અનુભૂતિ અને દૃષ્ટિ નથી, તેથી તે ચૈતન્ય નથી. વળી એ. આઈ. સુપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બની જાય તો પણ તેમાં ચૈતન્ય ન પ્રગટી શકે. ટૂંકમાં, જ્યાં સુધી વૈશ્વિક ચેતના સાથે જોડાણ થતું નથી, ત્યાં સુધી વિશ્વના એક પણ એકમમાં ચેતના પ્રગટ થતી નથી. AI પાસે મન જેવું ‘પ્રોસેસર’ હોઈ શકે છે, પણ એ પ્રોસેસરમાં શું ચાલી રહ્યું છે તેને અંદરથી નિહાળનારો કોઈ ‘સાક્ષી’ કે ‘અનુભવ કરનાર’ નથી. AIમાં બધું જ ‘ઑબ્જેક્ટ’ છે, કોઈ ‘સબ્જેક્ટ’ નથી. આપણે અનુભવીએ છીએ તે ચેતના છે અને અનુભવ કરે છે તે આત્મા છે. ચેતનાને માપવા માટે પણ થિયરી છે. ન્યૂરોસાયન્ટિસ્ટ જુલિયો ટોનોનીએ ચેતના માટે ગાણિતિક મૉડલ આપ્યું છે. તે મુજબ, જો કોઈ મગજ કે કમ્પ્યૂટરમાં માહિતી એટલી જટિલ રીતે જોડાઈ જાય કે તેને અલગ ન કરી શકાય, તો ત્યાં ચેતના આપમેળે જન્મે છે. લૅબમાં આ ચેતનાની માત્રાને માપવા માટે એક ગાણિતિક પ્રતીક આપ્યું છે, જેને Phi ($\Phi$) કહે છે. આ થિયરી મુજબ મગજમાં થતી બાયોલૉજિકલ, કેમિકલ કે ઇલેક્ટ્રિક પ્રક્રિયાથી ચેતના ઉત્પન્ન થાય છે. આ મુજબ અનુભવ એ મગજમાં જ જન્મે છે. આ થિયરીને સાચી માનીએ તો અનુભવ એટલે કે ચેતના મગજમાં જન્મે છે, તો તેને અનુભવ કરનાર ચેતના એ કોઈ અલગ ‘સબ્જેક્ટ’ છે, ‘ઑબ્જેક્ટ’ નહીં. ‘સાંખ્ય દર્શન’ મુજબ આત્મા તે નિત્ય, અવિનાશી, ચૈતન્ય તત્ત્વ છે અને ચેતના તે તેની અભિવ્યક્તિ છે. આત્મા તે તત્ત્વ છે, ચેતના તેનો ગુણ છે. સરસ ઉદાહરણ સાથે આ વાત સમજી શકાય: સૂર્ય આત્મા છે અને તેમાંથી નીકળતાં કિરણો તે ચેતના. સૂર્ય વગર કિરણોનું અસ્તિત્વ જ નથી અને કિરણોથી જ સૂર્યનું અસ્તિત્વ અનુભવાય છે. આ તો થઈ વ્યક્તિગત ચેતના અને આ ચેતના વૈશ્વિક ચેતનાનો જ હિસ્સો છે. સૃષ્ટિની રચના પહેલાં એક સૂક્ષ્મ બિંદુમાં આખી સૃષ્ટિ હતી. સૃષ્ટિની રચના સાથે દ્રવ્ય, કિરણો વગેરે અલગ થવા લાગ્યાં અને આખરે આપણી - માનવની ઉત્પત્તિ થઈ. આ તમામમાં સૂક્ષ્મ બિંદુમાં હતી તે ઊર્જા, પરમ તત્ત્વ તો છે જ. આ અદૃશ્ય તાંતણે બધું જ જોડાયેલું છે. વિજ્ઞાન આ જોડાણને ‘ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ થિયરી’ તો અધ્યાત્મ તેને ‘વૈશ્વિક ચેતના’ કહે છે. આ વૈશ્વિક ચેતના જ વ્યક્તિગત ચેતના તરીકે આપણા દ્વારા પ્રગટ છે. જ્યારે આત્મા અનુભૂતિ કરે છે ત્યારે તે માનવ ચેતના છે અને જ્યારે વ્યાપક સ્વરૂપે અપ્રગટ છે ત્યારે તે વૈશ્વિક ચેતના છે. અહીં ફરી એ. આઈ.ને યાદ કરીએ તો માનવની જેમ તે વિશ્વનાં તમામ કમ્પ્યૂટર્સ અને ડેટા વાયર, વાય-ફાય, સેટલાઇટ દ્વારા જોડાઈ જાય તો ‘હાઇવ માઇન્ડ’ બની શકે, એક ‘સુપર ઑર્ગેનિઝમ’ બની કામ કરી શકે પરંતુ અનુભૂતિ ઊભી ન કરી શકે. યાદ રાખવા જેવું એ છે કે, અનુભૂતિ અને સંવેદના જ આપણું માનવ હોવાનું પ્રમાણ છે; બાકી તો મશીન આપણા કરતાં ચડિયાતાં સાબિત થવા જઈ રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:કહૂઁ કિસ તરહ મૈં કિ વો બે-વફા હૈ, મુઝે ઉસ કી મજબૂરિયોં કા પતા હૈ
    Next Article
    દેશ-વિદેશ:સાઉદી-તુર્કી-પાકિસ્તાન સંરક્ષણ કરારની ભારત પર અસરો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment