Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:કહૂઁ કિસ તરહ મૈં કિ વો બે-વફા હૈ, મુઝે ઉસ કી મજબૂરિયોં કા પતા હૈ

    9 hours ago

    ઘેરાયેલું આભ, ગર્જન કરતાં વાદળો, કડાકા મારતી વીજળી અને સાંબેલાધાર વરસાદ. ગર્ભિણીને ગર્ભપાત થઇ જાય, નાનાં બાળકો ડરીને માના પાલવમાં ભરાઇ જાય, શેરીમાં ફરતાં પ્રાણીઓ વિસ્ફારિત આંખો લઇને સલામત આશ્રય શોધે એવું ભયાવહ વાતાવરણ. સાંજના પાંચ વાગે રાત્રિના બે વાગ્યા હોય તેવો અંધકાર. આવામાં આશકાનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર એક ગમતું નામ ઝબક્યું. કોલ રિસીવ કર્યો. સામે છેડે ઐલ હતો. ‘હાય, આશી, તૈયાર થઇ જા. બાઇક લઇને આવું છું. લોંગ ડ્રાઇવ પર જઇએ.’ ઐલના અવાજમાં સૂચન ન હતું, ફક્ત આદેશ હતો. આ એની ટેવ હતી. આશકા ખિલખિલાટ હસી પડી, ‘ગાંડો થયો છે? આટલા વરસાદમાં બહાર નીકળાતું હશે?’ ‘ગાંડો થયો નથી પણ થવું છે. તારી સાથે ભીંજાઇને.’ ઐલ બોલ્યો. ‘વરસાદનું જોર વધી જશે તો? પેલા વરસાદની આગાહી કરતા પટેલકાકાને પૂછ્યું છે?’ આશકા મસ્તીના મૂડમાં હતી. ‘ના, કાકા તો એવું જ કહેશે કે અમદાવાદ નગર મટીને સાગર બની જવાનું છે. જળબંબાકાર…’ ઐલે કહ્યું, ‘જો એમની આગાહી સાચી પડે તો પણ વાંધો નથી. ચલ દરિયામેં ડૂબ જાયે.’ આશકા માની ગઇ, ‘સારું. તું પંદેરક મિનિટ્સ પછી આવ. ત્યાં સુધીમાં હું રેઇનકોટ શોધીને તૈયાર રહું.’ ‘નો રેઇનકોટ. નો અંબ્રેલા. આપણે આજે ભીંજાવાનું છે, કોરા નથી રહેવાનું. તું ફોન મૂક, યૂ જસ્ટ ઓપન ધ ડોર એન્ડ આઇ વિલ બી ધેર એટ યોર ડોરસ્ટોપ.’ ઐલે મોબાઇલ મૂક્યો અને મોટરબાઇક ચાલુ કરી. આશકા ઘરમાં હતી અને બ્લેક શોર્ટ્સ અને રેડ ટી-શર્ટ ધારણ કરીને બેઠી હતી. એને વસ્ત્રો બદલવાનો સમય જ ન રહ્યો, ઐલ નીચે ઝાંપા પાસે આવી પહોંચ્યો હતો અને ઉપરાછાપરી હોર્ન વગાડીને એને બોલાવી રહ્યો હતો. આશકાએ મમ્મીને જાણ કરવા ખાતર કહ્યું, ‘મમ્મી, હું બહાર જાઉં છું. ઐલ મને લોંગ ડ્રાઇવ પર લઇ જાય છે. બે-ત્રણ કલાકમાં પાછી મૂકી જશે. મારા માટે જમવાનું નહીં બનાવતી.’ લિફ્ટનો અવાજ બંધ થયા પછી મમ્મીએ વહુ આગળ બબડાટ કર્યો, ‘આજની પેઢી ક્યાં જઇને અટકશે? મેં લગ્ન થતાં પહેલાં તારા સસરાનું મોં પણ જોયું ન હતું, આ આશુડી આવાં બે ટૂંકાં કપડાં ચડાવીને ઐલની સાથે… એય પાછા બે-ત્રણ કલાક… રામ જાણે ક્યાં જશે ને શું કરશે? બેયની સગાઇ કરી નાખી છે એટલે આપણે ના પણ ન પાડી શકીએ, હવે એક જ રસ્તો છે, જેમ બને તેમ જલદી બેયનાં લગ્ન કરી નાખીએ.’ વહુ સાસુમાનો બબડાટ સાંભળીને હસી પડી. વહુ એટલે આશકાની ભાભી. બેય લગભગ સરખી ઉંમરની. ભાભી નણંદનું વર્તન વધુ સારી રીતે સમજી શકે, સાસુમા જૂનવાણી લાગે. આ બાજુ ઐલે બાઇક પર બેસાડતાં પહેલાં આશકાને ધારીધારીને જોઇ લીધી. ‘કેવી લાગું છું?’ આશકાએ પૂછ્યું, એના જવાબમાં ઐલે કહ્યું, ‘એટમ બોમ્બ જેવી. જેના પર ફૂટે તેની તબાહી મચાવી દે તેવી. બાય ધ વે, આ બ્લેક એન્ડ રેડ કોમ્બિનેશન સાથે તારી ગોરી ગોરી ત્વચા જબરો કોન્ટ્રાસ્ટ રચે છે. ચાલ, બેસી જા બાઇક પર. કેવી રીતે બેસવાનું છે એ તને ખબર છે ને?’ ઐલના સવાલનો જવાબ શબ્દોથી આપવાને બદલે આશકાએ શરીર વડે આપ્યો. ઐલની કમર ફરતે બંને હાથ કચકચાવીને ભીડી દઇને, અંગ સાથે અંગ ચિપકાવીને એ બેસી ગઇ. ઐલે બાઇક મારી મૂકી. ઊપરથી વરસતા વરસાદની ભીની ઠંડક હતી, ધરતી પર જમા થઇ રહેલાં જળની ભીનાશભરી છાલક હતી અને બબ્બે ટાઢકની વચ્ચે સળગતી ભઠ્ઠીની આગ હતી, આ આગ ઐલ અને આશકા બંનેનાં શરીરોને કામનાની જ્વાળામાં દઝાડી રહી હતી. શહેરથી ત્રીસેક કિ. મી. દૂર ગયા પછી ઐલની નજર રોડની ડાબી બાજુએ આવેલી એક લાકડાંની કેબિન પર પડી. વરસાદથી બચવા માટે પ્લાસ્ટિકથી કવર કરેલી એ કેબિનમાં એક મહેનતકશ ગરીબ આદમી બેઠો હતો. એની સામે એક સ્ટવ હતો, એક તાવડો, એક તપેલી અને પાંચ-સાત ડબલાં હતાં. ભોંય પર પાથરેલાં કંતાન પર બટાકા, કાંદા, ટામેટાં, મરચાં જોઇને ઐલના મોંમાં પાણી આવ્યું. એણે બાઇક ઊભી રાખી, પૂછ્યું: ‘તાજાં ભજિયાં ઉતારી આપીશ?’ દુકાનદારે બાઇકની પાછલી સીટ ઉપર બેઠેલી અર્ધઆવૃત્ત ગોરી તરફ જોઇને જવાબ આપ્યો, ‘હા, સા’બ! મે’મસાબ ખુશ થઇ જાય એવાં ભજિયાં અને સાથે ચા પણ. બસ, દસ મિનિટનો સમય આપો.’ દસને બદલે વીસ મિનિટ્સ થઇ પણ સ્વાદિષ્ટ મિક્સ ભજિયાં ખાધા પછી બંનેને લાગ્યું કે આટલો સમય વેડફાયો નથી, વસૂલ થયો છે. આદુંવાળી ચાનો ઘૂંટ ભરતાં ઐલ બોલ્યો, ‘આશી, આવી વરસાદી સાંજ કદાચ આપણાં લગ્ન થઇ ગયા પછી માણવા નહીં મળે. ચોમાસુ તો દર વરસે આવશે પણ આવી નવરાશ, આવી બેફિકરાઇ, આવી ઉત્તેજના ફરી વાર નહીં આવે.’ આશકા આ વાત સાથે સંમત ન થઇ, ‘ઐલ, આ બધું આપણી માનસિકતા ઉપર નિર્ભર છે. આપણે જો નિર્ધાર કરીએ તો લગ્ન પછી પણ પતિ-પત્નીને બદલે પ્રેમી-પ્રેમિકા બની રહી શકીએ. એ વાત સાચી કે લગ્ન પછી આપણાં જીવનમાં બાળકો આવશે, આપણી આર્થિક અને પારિવારિક જવાબદારીઓ વધશે, પણ એટલે કંઇ એવું થોડું છે કે આપણે આપણી મજાઓ, આપણા શોખ, આપણી ઇચ્છાઓ આ બધાંને દફન કરી દેવાની છે? વધુ નહીં તો ચોમાસામાં એક દિવસ, એક સાંજ, અષાઢનો કોઇ પણ એક વરસાદ આપણે બંને ‘એકલા’ આ જ રીતે આવાં જ વસ્ત્રો પહેરીને બાઇક ઉપર બેસીને લોંગ ડ્રાઇવ પર ન જઇ શકીએ? હું તો આ વરસાદના સમ ખાઇને કહું છું કે આપણે…’ ઐલે પણ વચન આપ્યું. સંકલ્પો લેવા તે માનવીના હાથની વાત છે, એને નષ્ટ કરવા તે વિધાતાના હાથની વાત છે. સમયની ચાલને કોણ સમજી શક્યું છે? લોંગ ડ્રાઇવની ‌વર્ણનાતીત મસ્તી માણીને ઐલ અને આશકા ફરી પાછાં બાઇક પર ગોઠવાયાં. બાઇક હવે હાઇ-વેથી શહેરની દિશામાં ઊડવા લાગી. હાઇ-વે પર તો વાંધો ન આવ્યો, પણ જેવો બાઇકે શહેરની અંદર જતાં માર્ગ પર ટર્ન લીધો કે રસ્તા પરના ખાડાઓ નડવા માંડ્યા. પહેલા જ વરસાદમાં ડામરનું પાતળું પડ ધોવાઇ ગયું. ઠેર ઠેર ઢીંચણ સમાણાં પાણી ભરાઇ ગયાં હતાં. ઊંડાં પાણીમાંથી બાઇકને બચાવતો, અંધારામાં ખાડાથી દૂર તરીને ચાલતો, ઐલ એની જિંદગીની સૌથી મોટી બદનસીબીનો ભોગ બની ગયો. એક જગ્યાએ મોટો ભૂવો પડ્યો હતો તે એને દેખાયો નહીં. બાઇકનું ફ્રન્ટ વ્હીલ એ ભૂવામાં ખાબક્યું, એક આંચકા સાથે ઐલ ફંગોળાયો અને ‘ધડામ’ કરીને બાજુની દુકાનના ઓટલા સાથે અથડાયો. સદભાગ્યે ખોપરી બચી ગઇ, પણ જમણા પગમાં ત્રણ ફ્રેકચર્સ થઇ ગયાં. પાછલી સીટ પર બેઠેલી આશકા સાંગોપાંગ બચી ગઇ. ઐલ દોઢેક મહિના સુધી પથારીવશ રહ્યો. ત્રણ વાર ઓપરેશન્સ કરાવવા પડ્યાં. એ પછી પણ પગમાં સહેજ ખોડ રહી ગઇ. ડાબા પગ કરતાં જમણો પગ એકાદ ઇંચ ટૂંકો થઇ ગયો. પગ ટૂંકો થયો એની સાથે જ પ્રેમનો પનો પણ ટૂંકો થઇ ગયો. બે મહિના પછી આશકાએ મેસેજ દ્વારા જ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું: ‘મારાં મમ્મી-પપ્પા આપણું મેરેજ થાય તેમ નથી ઇચ્છતાં. મારા જેવી સર્વાંગસુંદર યુવતી સાથે ખોડંગાતો પતિ નહીં શોભે તેવું તેઓ કહે છે. હું પણ એમની વાતમાં સંમત છું. આપણે છૂટાં પડીએ છીએ. નો બ્લેમ ગેમ, પ્લીઝ, ઐલ! આફ્ટરઓલ તે સાંજે લોંગ ડ્રાઇવ પર જવાનો આઇડિયા તારો હતો, મારો નહીં. ગુડ બાય.’ આશકા બીજા સોહામણા શ્રીમંત પુરુષની સાથે પરણી ગઇ. ઐલ આજે પણ અનમેરિડ છે. ચોમાસુ દર વરસે આવે છે, ઐલ પોતાના બેડરૂમની બારીમાંથી વરસાદને જોઇ લે છે, સમગ્ર સૃષ્ટિમાં ટાઢક પ્રસરાવતો વરસાદ ઐલના હૃદયની આગને ઠારવા જેટલો સક્ષમ નથી થઇ શકતો. }(શીર્ષકપંક્તિ: ખુમાર બારાબંકવી)
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:દરેકના ગમા-અણગમા એકસરખા હોત તો પૃથ્વી પર એક જ માણસ હોત!
    Next Article
    હિડન ટ્રુથ:એ. આઈ. અને સાંખ્ય દર્શન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment