Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:દરેકના ગમા-અણગમા એકસરખા હોત તો પૃથ્વી પર એક જ માણસ હોત!

    9 hours ago

    વિનોદ જોશી તને ગમે છે માવઠું ને હું મોસમ વગર વરસતો નથી. - બ્રિજ પાઠક કહેવાય છે કે ઋતુ વિનાના ફળમાં મીઠાશ હોતી નથી. વરસાદનાં ગીતોમાં ‘કારેલાંનું શાક’ એવો ઉલ્લેખ આવે ત્યારે એવો સવાલ થતો કે અહીં કેમ કારેલાં સિવાય કોઈ બીજું શાક નહીં? પણ કારેલાંની ખરી મીઠાશ તો વરસાદની ઋતુમાં જ હોય. કચ્છના ઓઢા જામનાં મુખે કહેવાતો એક દોહો બહુ પ્રચલિત છે. `અસાં ગિરવરજા મોરલા, કંકર પેટ ભરાં; રત આવ્યે ના બોલિયે, તો હૈયાં ફાટ મરાં.’ પોતાની પ્રિયતમા હોથલના વિરહમાં એ કહે છે કે કાંકરા ખાઈનેય મોરલો જીવને ટકાવી રાખે. પણ વર્ષાઋતુ આવે ત્યારે જો ટહુકી ન શકે તો એનું હૈયું ફાટી પડે. કહ્યા વિના રહી ન શકાય તેવી પરિસ્થિતિઓ જીવનમાં પણ ઘણી આવતી હોય છે. પણ જીવન બહુ અટપટું છે. તેમાં કહેવું હોય છે તે ઘણીવાર કહી શકાતું નથી અને કહેવાયું હોય છે તે ઘણીવાર બિનજરૂરી લાગતું હોય છે. અહીં જેને કહેવાઈ રહ્યું છે તે વ્યક્તિ અને જે કહી રહી છે તે વ્યક્તિની અલગ અલગ પસંદની વાત છે, પણ છેવટે કેન્દ્રમાં તો વરસાદ જ છે. એ માવઠાનો હોય કે પછી ચોમાસનો હોય. વરસાદ પર તો બંનેની સંમતિ છે. માવઠું અને ચોમાસું એ બંને તો પરિસ્થિતિ છે. ઉપલબ્ધિ તો વરસાદ છે. બંનેને એ ખબર છે કે વરસાદ કોને કહેવાય. બસ, આટલી વાતથી જ આપણે સમજી શકીએ છીએ કે તેઓ અલગ નથી વિચારતાં પણ એકસરખું જ વિચારે છે. નામ અલગ આપે છે પણ બેઉની વાતનો મુદ્દો તો વરસાદ જ છે. પણ આપણે તો અર્થો અને અર્થઘટનો કરનારાં છીએ. આપણે તો કહીએ કે માવઠું અણધાર્યું આવે. ચોમાસું તેનો સમય થાય ત્યારે આવે. એ બંને વરસાદ લઈને આવે છે તે આપણે બરાબર જાણીએ છીએ, પણ માવઠું ક્યારે આવીને વરસી જાય તેની આપણને ખબર હોતી નથી. ચોમાસું તો કેલેન્ડરમાં લખાયેલું હોય છે. એકને સમયનું બંધન નથી. અન્યને યોગ્ય સમયે જ પ્રગટવાનું છે. એકમાં ઉન્માદ છે અન્યમાં વ્યવસ્થા છે. એકની આગાહી થઈ શકતી નથી. અન્ય વિષે પહેલેથી વિચારી શકાય છે. મનુષ્યસ્વભાવનાં આ સામસામાં બે પરિમાણો છે. ગમા-અણગમાનાં ગણિત વિના કોઈ જીવી શકતું નથી. પણ કોઈને ગમે તે આપણને પણ ગમે તેવું દરેક વખતે બનતું નથી. તે જ રીતે આપણને ગમે તે અન્યને પણ ગમે તેવું દરવખતે બનતું નથી. ખરેખર તો વાત એ છે કે દરેકના ગમા અને અણગમા એકસરખા હોત તો આ પૃથ્વી પર એક જ માણસ હોત! આપણે સરખાપણું શોધીએ છીએ પણ જીવન તો વિરોધાભાસ છે માટે જ છે. સરખાપણામાં આપણે સમેટાઇ જઈએ છીએ જ્યારે વિરોધભાસમાં વિસ્તરીએ છીએ. ત્રાજવું એક પલ્લાનું કદી હોઇ શકે નહીં. વળી, ત્રાજવાનાં પલ્લાં ઉપર નીચે ન થાય તો તેને ત્રાજવું ન કહેવાય તે પણ સમજી લેવું પડે. માવઠું ગમે કે ચોમાસાનો વરસાદ ગમે તે પ્રશ્ન નથી. પ્રશ્ન કસમયે વરસવાનો અને સમય આવ્યે નહીં વરસવાનો છે. વરસાદનું વરસવું જો ગમતું હોય તો તે ક્યારે વરસે તેની સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. અને હોય તો તેમાંથી વરસાદની બાદબાકી થવી ન જોઈએ. છેવટે તો માવઠું કે ચોમાસું આપણાં હાથમાં નથી તે આપણે જાણીએ છીએ. પણ તોયે તેને આપણાં અભિપ્રાયોથી આપણે બાંધીએ છીએ. ઘણાં માવઠાની જેમ અણધાર્યાં વરસી જતાં હોય છે અને ઘણાંને વરસવા માટે ચોમાસું નથી મળતું. ચોમાસામાં જે વરસે છે તે વરસાદ ક્યારેક એકાદ નાનકડું માવઠું બની જાય અને એકાદ નાનકડું માવઠું ક્યારેક ચોમાસા જેટલું લંબાઈ જાય તો પણ બંનેમાં વરસાદ છે જ અને તે જ મહત્ત્વનું છે. ઘણીવાર માવઠું આખા અષાઢનો અનુભવ કરાવતું હોય છે અને ઘણીવાર આખેઆખું ચોમાસું પણ કોરુંકટ્ટ લાગતું હોય છે. વરસાદ જ અપેક્ષિત હોય ત્યારે વળી શું માવઠું અને શું ચોમાસું? અહીં માવઠાંની કે ચોમાસાની વાત નથી પણ વરસાદની વાત છે અને તે જ સમજવાની છે. આ તો કવિતા છે. કવિતા કોને કહે?
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:ઉચ્ચ શિક્ષણમાં લાંબી આવરદાવાળા ચાઇનીઝ પ્રયોગો...
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:કહૂઁ કિસ તરહ મૈં કિ વો બે-વફા હૈ, મુઝે ઉસ કી મજબૂરિયોં કા પતા હૈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment