Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:કન્યા, વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી

    16 hours ago

    જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) સાહસ અને હિંમત વધે. શેરબજારમાંથી લાભાન્વિત થવાય. હરાજીના વ્યાપારમાં ફાયદો થશે. સુખ-સમૃદ્ધિનાં સાધનો વધશે. આવક વધશે. વિવિધ ક્ષેત્રમાંથી ફાયદો થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન ઉપયોગી અને ફાયદાકારક સાબિત થશે. લાગણીના સંબંધમાં તિરાડ ન પડે તેનું ધ્યાન રાખવું. અનિયમિત ખર્ચ વધે. તા. 25-26-27 ભાગ્યવર્ધક. તા. 29 અધિક ખર્ચ. સિંહ (મ. ટ.) નવી ટેક્નિકથી કામનું આયોજન કરી શકશો. વ્યાપારમાં પ્રગતિ થશે. આર્થિક મામલે વિચારીને આગળ વધવું. વહીવટી કાર્યદક્ષતા ખીલી ઊઠે. અટકેલાં કાર્ય પૂર્ણ થાય. પ્રગતિના પંથે આગળ વધશો. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. અહંકારથી દંડો પછાડવા જશો તો ખુદને પછડાવાનો ભય રહેશે. તા. 24 અનિયમિતતા. તા. 26-27-28 પ્રભાવ વર્તાય. ધન (ભ. ધ. ફ. ઢ.) અધૂરાં ઓરતાં પૂર્ણ થાય. સંકલ્પશક્તિ વિકસે. શૂરવીરતા અનુભવાય. પ્રવાસ સફળ થશે. અટકેલાં કામ પૂરા કરવા માટે ઉત્સાહ બેવડાય. કાયદાકીય ક્ષેત્રે સફળતા મળશે. નોકરીના સ્થળે મતભેદયુક્ત વાતાવરણ સર્જાય. એકંદરે પ્રગતિ થશે. વધુ પડતી કલ્પનાઓ કાબૂમાં રાખવી. દુ:સાહસ ન કરવું. તા. 23-27-28 અનુકૂળતા. તા. 24 ખર્ચ. વૃષભ (બ. વ. ઉ.) વ્યવહારમાં પ્રભાવશાળી રહેવાશે. વ્યાપાર-વ્યવસાયમાં મૂડીરોકાણ ફાયદાકારક રહેશે. બાળક અભ્યાસ કરવામાં પોઝિટિવ રહેશે, પરંતુ તેની હિલચાલ ઉપર નજર રાખવી હિતાવહ છે. એન્જિનિયરિંગ અને ટેક્નિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સફળતા મળશે. કઠોર વાણી ઉપર નિયંત્રણ રાખવું. વાહન અકસ્માતથી સાચવવું. તા. 27-28-29 લાભદાયક. તા. 23 નાદુરસ્તી. કન્યા (પ. ઠ. ણ.) કાર્યની પ્રશંસા થાય. વ્યાપારમાં નફો વધશે. વિદેશ વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ફાયદો થાય. આર્થિક સંજોગો ઊજળા બનશે. જૂનું દેવું ચૂકવી શકશો. સ્વાસ્થ્યની કાળજી રાખવી. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળે. ભાગીદારોનો સહકાર મળે. કોઈ પણ બાબતે ગંભીરતાથી વિચારવું. તા. 25 સુખમાં અવરોધ. તા. 27-28-29 જીવનસાથી લાભ. કન્યા (પ. ઠ. ણ.) કાર્યની પ્રશંસા થાય. વ્યાપારમાં નફો વધશે. વિદેશ વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ફાયદો થાય. આર્થિક સંજોગો ઊજળા બનશે. જૂનું દેવું ચૂકવી શકશો. સ્વાસ્થ્યની કાળજી રાખવી. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળે. ભાગીદારોનો સહકાર મળે. કોઈ પણ બાબતે ગંભીરતાથી વિચારવું. તા. 25 સુખમાં અવરોધ. તા. 27-28-29 જીવનસાથી લાભ. મિથુન (ક. છ. ઘ.) દરેક કાર્યમાં પૂરતો વિચાર કરવાથી કાર્ય સફળતા મળશે. પોતાના કાર્યક્ષેત્રમાં પ્રભાવ પાથરી શકાશે. વ્યાપારમાં સ્થિરતા આવશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટપટાં કામ સરળતાથી ઉકેલી શકશો. કાર્ય સ્થળે નીતિમત્તાનાં ધોરણ જાળવી રાખવા. આરોગ્યના પ્રશ્નો હલ થશે. અધીરાઈ ન રાખવી. તા. 23-24-29 વ્યાવસાયિક લાભ. તા. 26 અરુચિ જેવું લાગે. તુલા (ર. ત.) વિદેશનાં પરિબળો વિશેષ લાભ કરાવી આપે. કેરિયરમાં વિઘ્નો દૂર થાય અને પ્રગતિ સધાય. કૌટુંબિક વ્યાપારમાં સારો લક્ષ્મી યોગ થાય. નોકરીમાં તરક્કી થાય. સંતાનની બાબતે કોઈ ગફલતમાં ન રહેવું. સ્થિર સુખાકારી વધે, પરંતુ ભૌતિક દોડ પાછળ અતિ ખર્ચથી સાવચેત રહેવું. તા. 23-24-29 ઉત્સાહવર્ધક. તા. 27 મનદુઃખ. કુંભ (ગ. શ. સ.) વ્યાપારમાં વિકાસ થશે. નોકરિયાતો, અધિકારીઓ માટે સારું વાતાવરણ સર્જાશે. ભાગીદારીના ધંધામાં સારી સંગઠનશક્તિ જોવા મળે. સમાધાનની બારીઓ ખૂલશે. કેરિયરનું સારું ઘડતર થાય. લાગણીને નિયંત્રણમાં રાખવી. પોતાની પ્રતિભા ઝંખવાય તેવા કાર્યથી દૂર રહેવું સારું. તા. 23-27-28 ફાયદાકારક તા. 29 ક્લેશમય. કર્ક (ડ. હ.) આર્થિક ગૂંચ ઉકેલવા માટે સારો સમય છે. વાણીમાં પ્રભાવ વર્તાશે. બુદ્ધિપૂર્વકના સૂક્ષ્મ આયોજનમાં સફળ રહેશો. વધુ પડતા જક્કી ન બનવું. હતાશાનો ભોગ બનવું પડશે. સંતાનસુખના યોગ છે. દાંત અને આંખ સંબંધી ફરિયાદથી સાચવવું. મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો. તા. 23-24-25 સ્પર્ધાત્મક વિજય. તા. 28 અવરોધક. વૃશ્ચિક (ન. ય.) વિરોધી પરિબળો સક્રિય થાય અને નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરે, પરંતુ તેમાં સફળ થશે નહીં. નાણાકીય બાબતે ફાયદાકારક સંજોગો છે. જૂનાં રોકાણોમાંથી વળતર પ્રાપ્ત થાય. આકસ્મિક રીતે કોઈ સફળતા મળતાં પ્રોત્સાહન મળશે. સ્ત્રીવર્ગથી લાભ થાય. સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી. તા. 25-26-27 પ્રવાસ ફળે. તા. 23 કુટુંબહાનિ. મીન (દ. ચ. ઝ. થ.) વ્યાવસાયિક રીતે અનુકૂળ પરિણામો મળે. એક યા બીજી રીતે સાધનસંપત્તિ વધે. ભાગીદારીથી લાભ થાય. સંતાનથી અવશ્ય લાભ થાય. વિદ્યાર્થીઓ પ્રગતિ કરશે. શંકા-કુશંકાથી દૂર રહેવું. સૂક્ષ્મ અહંકારને કારણે વિના કારણે મત મતાંતર થયા કરે, જેની સંબંધો ઉપર વિપરીત અસર થાય. તા. 25-26-29 આનંદદાયક. તા. 28 ખર્ચાળ.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:મારો ગોવાળ
    Next Article
    વિકાસની વાટે:સાચી મિત્રતા: સ્વાર્થ અને ખુશામતથી પર એક પવિત્ર સંબંધ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment