Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:મારો ગોવાળ

    15 hours ago

    વૈકુંઠ લોકમાં નારાયણ ભોજન કરવા બેઠા હશે. લખમીજી તાણ્ય કરી કરીને પીરસતાં હશે ને હેતના વીંઝ્યાં ઢોળતાં હશે. ભાતભાતના ભોજન આરોગીને ભગવાને થાળમાં ચળુ કર્યું હશે. હાથ લૂછવા લખમીજી પાલવ ધરે ઈ પેલા તો ભગવાને હાથ છંટકોર્યા હશે. ને એમાંથી એક છાંટો ધરતી માથે પડ્યો હશે. ઈ એક છાંટામાંથી એક વહેણ બંધાણું હશે ને એમાંથી જે ખળખળતી નદી થઈ હોય, ઈ નદીની રૂડપમાં તો શી મણા હોય ! એટલે જ ઈ નદીનું નામ રૂડકી પડ્યું. આ રૂડકી નદીને કાંઠે કાંઠે નાનાં નાનાં ગામડાં છે. લહેરાતાં ચરિયાણ છે. લીલીછમ ટેકરિયું ને ઘટાટોપ ઝાડવાં છે. કાશ્મીરના કટકા જેવા ઈ ભોમકા માથે ટીમરવા નામે ગામમાં એક ગોવાળ. ગામનું ગૌધણ ચારે. દી’ આખો વગડો ખૂંદે. ગાયું માથે સગી મા જેવાં હેત રાખે. લીલીછમ ટેકરીનાં કૂણાં કૂણાં ખડ કરીને ગાયું ટબા જેવી થઈને રૂડકી નદીનાં આછાં પાણી પીવે. રોંઢા ટાણે ઘેઘૂર વડલાને છાંયે ગાયું બેઠી બેઠી વાગોળે ને ગોવાળિયો પાવા વગાડે. ગાયું માથે હાથ ફેરવે, ઈંતડિયું વીણે. ને એમ કરતાં કરતાં સંધ્યા ટાણું થાય ઈ પહેલાં ધણને ગામ ભણી હાંકે. એક દી’ એવું બન્યું કે, ધણ ગામ દીમનું પાછું વળતું’તું. પોતાના વાછરુને આંચળે વળગાડવા હાટું ગાવડિયું હડી કાઢે છે. એમાં કાબરી ગાયનો પાછલો પગ ટેકરીની એક ફાડ્યમાં મરડાઈ ગ્યો. ને એને લીધે કાબરી વાંહે રઈ ગઈ. ગોવાળનું ધ્યાન નથી રિયું. ધણ તો ગામને ઝાંપે પૂગ્યું. વગડામાં કાબરી ગાય લંગડાતી લંગડાતી એકલી હાલી આવે છે. અંધારાના ઓળા ઊતરતા આવે છે. એમાં કરમદીના ઢૂવાની વાંહેથી સાવજે ડણક દીધી. મોત ભાળી ગ્યેલી કાબરીએ લંગડા પગ્યે દોટ મેલી. બીકમાં ને બીકમાં ગામની દશ્ય પડતી મેલીને દખણાદી દોડી. વાંહે સાવજ દોડ્યો. થોડેક જાતાં જ કાબરી એક કળણમાં પડી. એની વાંહોવાંહ સાવજ પણ કળણમાં ખાબક્યો. કળણ એટલે કે, ઉપરથી જમીન લાગે પણ હેઠે કીચડ ભરેલો ઊંડો ખાડો હોય. એમાં પડ્યા પછી બહાર નીકળી શકાય નહીં. ગાય અને સિંહ વચાળે દસ હાથનું જ છેટું છે, પણ કળણમાં તો એક ડગલુંય આઘુંપાછું નો થવાય. ગાય સાવજને કહે છે: ‘તું મને મારવા આવ્યો, પણ તું પોતે જ મોતના મોંમાં પડ્યો!’ સાવજે ઘૂરકાટો કર્યો:’ તુંય મરવાની જ છો! બહાર નીકળીશ તો હું મારીશ!’ સિંહની વાત સાંભળીને ગાય દાંત કાઢવા માંડી. ‘એલી, ગાવડી ! મરવાની થઈ તોય દાંત કેમ કાઢ છ ?’ કાબરી શાંતિથી બોલી:’ મરવાનો તો તું છે ! મને તો હમણાં મારો ગોવાળ ગોતતો ગોતતો આવશે ને મને આમાંથી કાઢીને લઈ જાશે, પણ તને કોણ લેવા આવશે ? કોણ કાઢશે?’ ત્યાં તો ગોવાળનો સાદ સંભળાણો:’ કાબરી… હે… ય…!’ ગાય બોલી: ‘ જો, મારો ગોવાળ આવ્યો!’
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:જીવનના અર્થની શોધ
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કન્યા, વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment