Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:જીવનના અર્થની શોધ

    15 hours ago

    અજયસિંહ ચૌહાણ 24 જુલાઈ, 2026ના દિવસે ‘નેટફિક્સ’ પર ‘મુસાફિર કેફે’ સિરીઝ રજૂ થઈ અને પંદર જ દિવસમાં ‘ફેસબુક’, ‘ઇન્સ્ટા’ અને કેટલાંક વર્તમાનપત્રોમાં એની ચર્ચા થવા લાગી. આજકાલ જે શબ્દ ચોપાસ હવામાં તરી રહ્યો છે, તે ‘જેન-ઝી’ના જીવન તરફના દૃષ્ટિકોણને સમજવા માટે આ સિરીઝ મદદ રૂપ થાય એમ છે. આજથી દસ વર્ષ પહેલાં 2016માં ‘મુસાફિર CAFE’ નામની નવલકથા પ્રગટ થઈ; ત્યારે એના લેખક દિવ્ય પ્રકાશ દુબેની ઉંમર ચોત્રીસ વર્ષ હતી. દિવ્ય પ્રકાશની આ નવલકથા ઉપરાંત અન્ય પુસ્તકો ‘મસાલા ચાય’, ‘અક્ટૂબર જંકશન’ પણ બેસ્ટ સેલર થયાં છે. ‘મુસાફિર CAFE’ની કથા આમ જુઓ તો કોઈ એવી સંકુલતા વગરની સરળ છે. એનો આરંભ નાટકીય દૃશ્યથી થાય છે. સુધા અને ચંદર લગ્ન માટે અનેક પાત્રોને નકારી ચૂક્યાં છે. આમ છતાં પોતપોતાની મમ્મીઓના દબાણને કારણે એક કેફેમાં મળે છે. ચંદર થોડો વહેલા પહોંચી સુધાની રાહ જોતો હોય છે. ત્યાં એને એક છોકરીનો મોટેથી બોલવાનો અવાજ સંભળાય છે. એ છોકરી એક યુવકને ધમકાવીને કાઢી મૂકે છે. ચંદર સુધાને ક્યાં પહોંચી એ જાણવા ફોન કરે છે. થોડીવાર પહેલાં યુવકને ધમકાવી રહી હતી એ યુવતી સુધા પોતે જ છે. બંને હળવાશથી મળે છે. ચંદર એક કંપનીમાં સારા હોદ્દા પર હોય છે. સુધા વકીલ છે. એ છૂટાછેડાના કેસ લડતી હોય છે. વ્યવસાયના અનુભવો અને માતા-પિતાના જીવનને જોઈ એને લગ્ન કરવાનો ઇરાદો નથી. ચંદરને લગ્ન તો કરવા છે પણ તરત એ તૈયાર નથી. બંનેને એકબીજાની કંપની ગમે એટલે ફરી મળવાનો કૉલ આપે છે. બે-ત્રણ મુલાકાતો પછી અચાનક એક રાત્રે સુધાનો ફોન આવે છે. એને ફ્લેટમેટ સાથે ઝગડો થયો હોય છે. એ પોતાનો ફ્લેટ છોડી, ચંદરના ઘરે રોકાવા આવી જાય છે અને જિંદગીનાં ખૂબસૂરત દિવસો શરૂ થાય છે. બંને લગ્ન કર્યાં વગર પતિ-પત્નીની જેમ રહે છે. એ દરમિયાન થતી વાતોમાં નવી પેઢી લગ્ન, સેક્સ અને જીવનનાં સ્વપ્નો વિશે કેવી રીતે વિચારે છે, એનો તાળો મળે છે. સુધાને મોટા વકીલ બની પોતાની ફર્મ સ્થાપવી છે. એનું માનવું છે કે સાથે રહેવા માટે બે વ્યક્તિઓ લગ્ન કરે જ એ જરૂરી નથી. બસ પ્રેમ હોય એટલું પૂરતું છે. ચંદરના વિચારો જુદા છે. એ માને છે કે પ્રેમ છે તો પછી લગ્ન કેમ ન કરવા. આખરે આ તકરારમાં બંને છૂટા પડે છે; એ વખતે સુધા ગર્ભવતી છે. એ ચંદરને સંબંધમાંથી મૂક્ત કરે છે. ચંદર નોકરી છોડી, હરિદ્વાર જવા નીકળી પડે છે. થોડા દિવસ હરિદ્વાર રહીં મસૂરી જાય છે. ત્યાં એની મુલાકાત પમ્મી (સિરીઝમાં પ્રીતિ) સાથે થાય છે. બંને ભેગા મળી કેફે ખોલે છે; નામ રાખે છે ‘મુસાફિર કેફે’. આગળની કથા કહીં હું તમારી પુસ્તક વાંચવાની અને સિરીઝ જોવાની મજા બગાડવા માગતો નથી. આ પુસ્તકમાં એવાં ઘણાં વાક્યો છે જે સ્પર્શી જાય એવાં છે. અહીં કેટલાંક વાક્યો જુઓ: } એક-આધે મોમેન્ટ કો પકડકર છૂને કા મૌકા ઝિંદગી સબકો દેતી હૈ. ચંદર કે લિયે યહ વહી એક મોમેન્ટ થા. ચંદર ને અપની આંખોં સે ઇસ પલ કો ફ્રિઝ કરકે કહીં રખ લિયા થા. હમ યાદેં કહાં રખતે હૈં, યહ તો ખૈર કિસી કો પતા નહીં હોતા. કાશ! કિ હમ અપની યાદેં સમજ પાતે. } છોડો, સબ કુછ સમજને કે લિયે થોડે હી હોતા હૈ. લાઇફ કે કુછ ચૈપ્ટર બિના સમજે એસે હી છોડ દેને ચાહિયે. } એક ઉમ્ર કે બાદ હમ સભી કો સમજ મેં આને લગતા હૈ કિ દિન અચ્છે હોં યા ખરાબ, દોનોં બીત જાતે હૈં. રોતે હુએ હમ અપને સબસે કરીબ હોતે હૈં ઓર હસતે હુએ દૂસરોં કે. } પુરાની જગહોં પર ઇસલિયે ભી જાતે રહના ચાહિયે ક્યોંકિ વહાં પર હમારા પાસ્ટ હમારે પ્રેઝન્ટ સે આકર મિલતા હૈ. લાઇફ કો રિવાઇન્ડ કરકે જીતે ચલે જાના ભી આગે બઢને કા હી એક તરીકા હૈ. } What’s the meaning of life? લાઇફ કી એઝ સચ કોઈ મીનિંગ નહીં હોતી. હમેં મીનિંગ ડાલના પડતા હૈ. એક મીનિંગ કી વજહ સે હી તો એક જૈસી હોકર ભી સબકી લાઇફ અલગ-અલગ હોતી હૈ. } હમારે સબ જવાબ હમારે પાસ ખુદ હૈં, યહ બાત સમજને કે લિયે અપને હિસ્સે ભર કી દુનિયા ભટકની પડતી હી હૈ. બિના ભટકે મિલી હુઈ મંજિલેં ઓર જવાબ દોનોં હી નકલી હોતે હૈં. સુધા-ચંદર કે ચંદર-પમ્મી એકબીજાને મળ્યાં એ પહેલાંના પોતાના અનેક પ્રેમ સંબંધોને લઈને નિખાલસ છે. ભૂતકાળને કારણે એમના હાલના સંબંધમાં કોઈ પ્રશ્નો નથી. સુધા તો માને છે કે સેક્સ માટે પ્રેમમાં હોવું જરૂરી નથી. એ કહે છે ‘પ્યાર કે લિયે સેક્સ જરૂરી હૈ, સેક્સ કે લિયે પ્યાર નહીં.’ દિવ્ય પ્રકાશની લેખનશૈલી ફિલ્મની સ્ક્રિપ્ટ રાઇટિંગ જેવી છે. એટલે જ સિરીઝમાં મૂળ કથાના સ્થળ નામ સિવાય બહુ ફેરફાર નથી કરવા પડ્યાં. જે કર્યાં છે, એ પણ સર્જનાત્મકમાં વધારો કરે છે. પુસ્તકમાં આલેખાયેલા પ્રસંગો થોડા બનાવટી લાગે; સિરીઝમાં એવું નથી લાગતું. બે પાત્રો વચ્ચેના સંવેદનને લેખક કરતાં દિગ્દર્શક વધુ સારી રીતે ઝીલી શક્યા છે. પુસ્તકમાં કથા સીધી રેખામાં ચાલે છે. સિરીઝમાં વર્તમાન અને ભૂતકાળના વારાફેરા છે. ‘મુસાફિર CAFE’માં તાજગી છે. ન જીવી શકાયેલી ક્ષણોને જીવવાનો, સપનાંઓના અંગારા પર ઠરેલી રાખને ફરી ખંખેરવાનો, સંબંધોને તટસ્થતાથી સમજવાનો અને જીવનના અર્થને પામવાનો વિચાર, આ પુસ્તક વાંચતાં ઝબકી જરૂર જાય છે.
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:અભયને સમજવા માટે ભયને જાણો
    Next Article
    દેશી ઓઠાં:મારો ગોવાળ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment