Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવર સ્ટોરી:ફેક ન્યૂઝ: સત્ય પર જૂઠનું આક્રમણ

    14 hours ago

    તુષાર મહેતા વર્ષ 2020માં એક સાધારણ ટ્વીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ‘દર 15 મિનિટે ગરમ પાણી પીવાથી કોરોના વાઇરસ ખતમ થઈ શકે છે.’ કોઈ પણ મેડિકલ પુરાવા વગરની આ પોસ્ટને 1, 50, 000થી પણ વધુ વખત શેર કરવામાં આવી હતી. આ એ જ ટ્વીટ હતી, જેનાથી ખોટા સમાચારોના ફેલાવામાં સોશિયલ મીડિયાની નકારાત્મક, પરંતુ અસરકારક ભૂમિકા સામે આવી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર આવા સમાચારોનું દુષ્ચક્ર સતત ચાલી રહ્યું છે. તાજો કેસ મોરોક્કો-સ્પેનનો છે. તાજેતરમાં આવેલા એક કાનૂની નિર્ણયની અડધી-પડધી અને ભ્રામક માહિતી સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ લગભગ 50, 000થી વધુ લોકો રાતોરાત સ્પેનના તાબા હેઠળની ‘સેઉટા’ની સરહદ પર ભેગા થઈ ગયા હતા. આ નાસભાગમાં કેટલાક લોકોનાં મોત પણ થયાં હતાં. AIના આવ્યા પછી ખોટી માહિતીનું જોખમ વધુ વધી ગયું છે. મે, 2023માં પેન્ટાગોનમાં ધમાકાની એક AI-જનરેટેડ ફેક તસવીર વાઇરલ થતાં જ અમેરિકી શેરબજારમાં થોડી જ મિનિટોમાં આશરે 500 અબજ ડોલરનું બજાર મૂલ્ય ધોવાઈ ગયું હતું. આ રીતે સ્પષ્ટ છે કે ઓનલાઇન અફવા આપણું સ્વાસ્થ્ય, સુરક્ષા અને અર્થતંત્ર - આ તમામ માટે મોટો પડકાર સાબિત થઈ રહી છે. 6ગણી ઝડપે ફેલાય છે અફવા સોશિયલ મીડિયા પર સૌથી મોટી સમસ્યા એ છે કે સાચા સમાચારોની સરખામણીમાં ખોટા સમાચારો ખૂબ ઝડપથી ફેલાય છે. આ અંગેનો સૌથી વ્યાપક અભ્યાસ ‘મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’ (MIT) દ્વારા કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં સોશિયલ મીડિયા પર પ્રસારિત 1, 26, 000 સમાચારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે ખોટા સમાચારો સાચા સમાચારોની સરખામણીમાં 6ગણી વધુ ઝડપે ફેલાય છે. આવી પોસ્ટની રીચ પણ ઘણી વધારે હોય છે. આવી પોસ્ટ 70% વધુ લોકો સુધી પહોંચે છે અને સોશિયલ મીડિયા પર ઘણી દૂર સુધી ફેલાઈ જાય છે. આ 5 તથ્યો દર્શાવે છે કે કેટલો ગંભીર છે ફેક ન્યૂઝનો મુદ્દો 62% લોકોએ કહ્યું અસલી અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ: ‘રોઇટર્સ ઇન્સ્ટિટ્યૂટ ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ 2026’માં વિશ્વના 48 દેશોના વાચકોનો સર્વે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ મુજબ 62% લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે તેમના માટે ઓનલાઇન સાચા અને ખોટા સમાચારો વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની રહ્યો છે. એક વર્ષ પહેલાં આ આંકડો 58% હતો. 76% લોકોએ સ્વીકાર્યું દર મહિને થાય છે ફેક ન્યૂઝનો સામનો: ‘SQ મેગેઝિન’માં પ્રકાશિત ‘સોશિયલ મીડિયા મિસઇન્ફર્મેશન સ્ટેટિસ્ટિક્સ - 2026’ મુજબ વિશ્વભરના 76% ઇન્ટરનેટ યુઝર્સે સ્વીકાર્યું કે તેમને દર મહિને ઓછામાં ઓછા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભ્રામક કે ખોટી માહિતીનો સામનો કરવો પડે છે. 47% લોકોની દૃષ્ટિએ અફવા ફેલાવવામાં નેતાઓ આગળ: ‘રોઇટર્સ ઇન્સ્ટિટ્યૂટ’ના રિપોર્ટ અનુસાર 47% લોકોની નજરમાં ઓનલાઇન ઇન્ફ્લુઅન્સર્સ અને રાજકારણીઓ અફવા ફેલાવવામાં સૌથી આગળ છે. MITના સર્વે અનુસાર પણ રાજકારણને લગતી અફવાઓ કે ખોટા સમાચારો નાણાં, વિજ્ઞાન કે મનોરંજનની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાય છે. 39% લોકોએ સ્વીકાર્યું અજાણતાં કરી ફેક પોસ્ટ શેર: ‘પોઇન્ટર ઇન્સ્ટિટ્યૂટ ફોર મીડિયા સ્ટડીઝ’ અને ‘યુગોવ’ના સર્વેમાં 39% લોકોએ કહ્યું કે તેમણે અજાણતાં એવી પોસ્ટ શેર કરી દીધી જે પાછળથી ખોટી માલૂમ પડી હતી. આવા ઉત્તરદાતાઓમાં 55% લોકોએ કહ્યું કે તેમણે આ કન્ટેન્ટ એટલા માટે શેર કર્યું હતું કારણ કે તે સમયે તેમને તે સાચું લાગ્યું હતું. 90% લોકોનો ભરોસો AI જનરેટેડ નકલી ફોટો/વિડીયો પર: અમેરિકાની ‘સાઇબર સિક્યુરિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી’ (CISA)ના રિપોર્ટ અનુસાર કોઈ ફેક ટેક્સ્ટ પોસ્ટની સરખામણીમાં જો કોઈ ઘટનાની AI જનરેટેડ નકલી તસવીર કે વિડીયો પોસ્ટ કરવામાં આવે છે તો લોકો તેના પર 90% સુધી સરળતાથી વિશ્વાસ કરી લે છે. ફેક પોસ્ટ વધુ વાઇરલ કેમ થાય છે, તેની પાછળનાં મનોવૈજ્ઞાનિક કારણો જ્યારે પોતાની વિચારધારાને સાનુકૂળ હોય પોસ્ટ: ‘યેલ યુનિવર્સિટી’ના પ્રો. ગોર્ડન પેનીકૂકના સંશોધન મુજબ, જ્યારે કોઈ પોસ્ટ પોતાની વિચારધારાને અનુકૂળ હોય છે ત્યારે આપણું મગજ તેની સત્યતા તપાસવાની ક્ષમતા ગુમાવી દે છે. માણસ તે સમાચાર કે પોસ્ટને વિચાર્યા વિના તરત જ આગળ વધારી દે છે, કારણ કે તે તેની પોતાની સોચની પુષ્ટિ કરે છે. જ્યારે વિરોધી જૂથને નીચું બતાવે કોઈ પોસ્ટ: યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ‘એનનબર્ગ પબ્લિક પોલિસી સેન્ટર’નો અભ્યાસ કહે છે કે જો કોઈ પોસ્ટ વિરોધી જૂથને નીચું બતાવે છે અથવા પોતાના જૂથને યોગ્ય ઠેરવે છે, તો લોકો તેનો ઉપયોગ ‘હથિયાર’ તરીકે કરે છે. અહીં તેઓ સમાચારની સત્યતા તપાસવી યોગ્ય માનતા નથી. જ્યારે કોઈ ફેક તથ્ય વારંવાર કહેવામાં આવે: ‘વાન્ડરબિલ્ટ યુનિવર્સિટી’ના ‘જર્નલ ઓફ સાઇકોલોજિકલ સાયન્સ’માં પ્રકાશિત સંશોધન કહે છે કે જ્યારે કોઈ અફવા કે ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર વારંવાર દેખાય છે, ત્યારે આપણું મગજ સહજતાથી માની લે છે કે ‘જો આ વાત બધી જગ્યાએ દેખાઈ રહી છે, તો થોડીઘણી તો સાચી હશે જ.‘ આને ‘ઇલ્યુઝરી ટ્રુથ ઇફેક્ટ’ કહે છે. જ્યારે પોસ્ટમાં નવીનતા: MITના અભ્યાસ મુજબ ખોટા સમાચારોમાં મોટા ભાગે નવતર લાગે છે તેથી લોકોનું ધ્યાન તરત ખેંચે છે. આ ફેક પોસ્ટ વાંચીને લોકોના મનમાં આશ્ચર્ય, ડર કે નફરતની લાગણીઓ જાગે છે, જેથી તેઓ તેને તરત શેર કરી દે છે. }
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:શ્રાવણનું આકાશ એક અમૃતકુંભ છે
    Next Article
    વિચારોના વૃંદાવનમાં:અભયને સમજવા માટે ભયને જાણો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment