Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:શ્રાવણનું આકાશ એક અમૃતકુંભ છે

    14 hours ago

    ભાગ્યેશ જહા વાતાવરણમાં ભારે ઉત્સાહ હતો, ત્રિરંગાધ્વજનું માહાત્મ્ય આઝાદી પૂર્વે હતું એવું સ્થપાયું હોય એવું અનુભવાયું. ત્રિરંગાયાત્રામાં એક નાગરિક તરીકે જોડાઈને અવલોકવાનો આનંદ અલગ હતો. ઉત્સવ એક એનર્જી હોય છે, સામૂહિક ઉત્સાહ એક પ્રકારની સ્વ-સમર્થનની પ્રક્રિયા બનવી જોઈએ, અંગ્રેજીમાં એને ‘વેલિડેશન’ કહે છે. બધા જાય છે માટે હું મંદિરે જાઉં છું, પણ વિધિની કક્ષાએ ધર્મ અટકી જાય તો ઉપનિષદના ગહન જ્ઞાન સુધી પહોંચી ના શકાય. ‘તન્મે મન: શિવસંકલ્પમસ્તુ’ એવા વેદવાક્યને જીવનમૂલ્ય તરીકે વિકસાવવા માટે સાધના કરવી પડે. એ જ રીતે ‘વંદે માતરમ્’ અને ત્રિરંગા યાત્રાની ઊર્જા વ્યક્તિના જીવનમાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો અગ્નિતણખો પ્રગટાવવા માટે કેટલીક નાગરિકધર્મની આચારસંહિતા અને વિચારવ્યાયામ વિકસાવવો પડે. કદાચ નરસિંહની ભાષામાં કહી શકાય એમ છે કે ‘આજની ઘડી તે રળિયામણી રે..’. 2026નો આ ઑગસ્ટ ઇતિહાસ માટે નિર્ણાયક છે. બહુ બધા સંધિકાળના ઘંટારવ સાંભળવા જેવા છે. હમણાં દિલ્હીની આઇ. આઇ. ટી.ના પદવીદાન સમારંભમાં વડાપ્રધાને કેટલાક યુગપરિવર્તક સંકેતો આપ્યા છે, જેની આપણે એકાધિક વખત આ કોલમમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આ અંગે કેટલાક મુદ્દાઓ આજે વિચારવા જોઈએ. જે ભાવિ ભારતના ઘડતરની મજબૂત ધરાતલનો પાયો બની રહે! AIના ઢોલ-શરણાઈનો પિરિયડ પૂરો થયો છે, એ ટેક્નોલોજી આવી ગઈ છે અને એનાં સારાં-નરસાં લક્ષણો દેખાઈ રહ્યાં છે; પરંતુ આ ક્ષેત્રમાં વિશ્વલીડર થવા માટે યુવાનો તરીકે અલગ જ પ્રકારનું કૌશલ્ય દાખવવું પડશે. આપણે ‘રાષ્ટ્ર પ્રથમ’ એવી મજબૂત મનોસ્થિતિ, પ્રત્યેક નાગરિકના મનમાં, ઊભી થાય એવું વાતાવરણ સર્જવું જોઈએ. જ્યારે કોઈ પ્રમાણભૂત થયેલી અથવા સાંયોગિક રીતે સમજી શકાય એવી બાબત એ બતાવતી હોય કે આપણા દેશમાં અસ્થિરતા ઊભી થાય એ માટે આંતરરાષ્ટ્રીય તત્ત્વો સક્રિય બન્યાં છે; જો આવું કશું ક્યાંય દુર્ગંધભર્યું જણાય તો સાવધાન થવું જરૂરી છે, આમાં ડિજિટલ દુર્ગંધ પણ એટલી જ પ્રસ્તુત છે. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ગીત છે, ‘તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી!…’ આ સ્વતંત્રતા ભોગવતા નાગરિક ભાઈ-બહેનોને જોઈએ ત્યારે ‘ઓહ સ્વતંત્રતા’ એવું ન બોલાઈ જાય એટલા માટે ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના હોવી જોઈએ. ‘હું યુવાન હોઉં કે વૃદ્ધ હોઉં, હું કર્મયોગી હોઉં કે મજૂર હોઉં, ઉદ્યોગપતિ હોઉં કે વિદ્યાપતિ હોઉં… મારી માનસિકતાના મૂળમાં આ ભારતભાવના ધબકતી હોવી જોઈએ.’ કારણ કે વ્યક્તિ ગમે તેવી હોશિયાર હોય, પણ એની પ્રવૃત્તિ અને પ્રકૃતિ દેશના વિકાસ અને રક્ષણ માટે પ્રયોજાતી ન હોય તો એ લાભકારક બનવાને બદલે નુકસાનકારક વધારે હોય છે. આ સતર્કતા સૌને માટે છે, બધું ધ્યાન સરકાર જ રાખે એવું નહીં, દેશની સુરક્ષા એ દરેક નાગરિકની જવાબદારી છે. અનુસંધાન એ જ ભવિષ્ય છે. જે ક્ષેત્રમાં હોઈએ, તે ક્ષેત્રમાં કોઈ વૈશ્વિક સિદ્ધિ પ્રાપ્ત કરી શકે એમ છે કે કેમ એનો એક નકશો મનમાં ઘડવો જોઈએ. બધા વિકસિત દેશો આર. એન્ડ ડી. એટલે કે અનુસંધાન અને નવાચારથી જ વિકસિત રાષ્ટ્ર બન્યાં છે. ચીલાચાલુ નહીં, પણ યુગપરિવર્તક પ્રથા મારા થકી શરૂ થશે એવી દૃઢ ભાવનાનું સ્થાપન કરવાનો આ મહિનો છે. સજ્જન શક્તિ એ રાષ્ટ્રશક્તિ બને એ માટે નાનાં જૂથોમાં ચર્ચા કરવા જેવી છે. સરસ્વતી પ્રાર્થનામાં સરસ શબ્દ આવે છે, ‘હે માતાજી મારી જડતા દૂર કરો…’ કેટકેટલી જડતાઓનો રોજ સામનો કરી રહ્યા છીએ એનો અંદાજ લગાવવો જોઈએ. સમરસ સમાજ વિશે વાત કરવી સહેલી છે, પણ પ્રાંત, જ્ઞાતિ અને સંપ્રદાયના વાડાઓને ઓળંગવા ખૂબ અઘરા છે. પહેલાં તો ઓળખવા જ અઘરા છે. તમે જે જીવન જીવી રહ્યા છો, એને જરા સ્કેન કરો, એને સમજો. તો ખ્યાલ આવશે કે સમરસ સમાજ અને આપણી ભારતમાતા વિશ્વના શ્રેષ્ઠ રાષ્ટ્રોમાં ગણતરી થાય તેવી બને તેના માટે મારો કોઈ પ્રયત્ન છે ખરો? આટલી બધી વિવિધતા અને વિભિન્નતાઓ વચ્ચે એકતા અને એકસૂત્રતા લાવવા માટે એક અખંડ યજ્ઞની આવશ્યકતા છે. પ્રત્યેક હોશિયાર અને તેજસ્વી વ્યક્તિએ ‘હું મારી શ્રેષ્ઠતાનો ઉપયોગ રાષ્ટ્રની શ્રેષ્ઠતાનું નિર્માણ કરવા માટે કરીશ’ એવી એક ઉન્નત પ્રતિજ્ઞાથી પોતાના અસ્તિત્વને ભીંજવવું પડશે. જેમ 2001ના ટ્વિન ટાવર્સની ઘટના અમેરિકામાં બની પણ એના પડઘા આખા વિશ્વમાં પડ્યા. દરેક મોટા મહાલયની આગળ સિક્યુરિટી ગોઠવાઈ ગઈ, દરેક અજાણ્યા પદાર્થને અને વ્યક્તિને આપણે આતંકવાદ સાથે જોડાયેલો હોય એવી એક શંકાથી જોવા લાગ્યા. આ દૃષ્ટિદોષને લીધે પેલું ‘વસુધૈવ કુટુમ્બકમ્’નું સૂત્ર ઝાંખું પડ્યું. આજે ‘ભારતૈવ કુટુમ્બકમ્’ - આ ભારત મારો પરિવાર છે એવા જીવનમૂલ્યને ધ્યેય બનાવવું પડે એમ છે. કોઈ વિભિન્નતા આડે ન આવે, જો પ્રત્યેક વ્યક્તિ એને વિશિષ્ટતા અને વિલક્ષણતા ગણીને સ્વીકારે. ‘અમે જુદા, અમે ચઢિયાતા, અમારે તમારા કરતાં સારું…’ આવાં નાનાં વાક્યો સમાજસ્વાસ્થ્યની ઈંટો છે. ભારતની સંસ્કૃતિ દલીલોથી નહીં સમજાવી શકાય, આ આચારની સંસ્કૃતિ છે, અખિલ બ્રહ્માંડના વિચારની સંસ્કૃતિ છે. યુવાનો આ વાત સમજી જશે તો અમૃતકુંભ દૂર નથી, ‘વયં અમૃતસ્ય પુત્રા:’. શ્રાવણનું આકાશ એક અમૃતકુંભ છે. જુઓ, વરસે છે આ, અમૃતરસભીનું અવનીનું…
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:સેનાનાં દ્વાર વસાયાં તો નવો રાહ કંડાર્યો
    Next Article
    કવર સ્ટોરી:ફેક ન્યૂઝ: સત્ય પર જૂઠનું આક્રમણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment