Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:સેનાનાં દ્વાર વસાયાં તો નવો રાહ કંડાર્યો

    13 hours ago

    NDAમાં પ્રવેશ ન મળતાં પોતાની ભૂલો સુધારીને UPSCમાં સફળ થયેલા ગુજરાત કૅડરના અધિકારી ત્રિલોક સિંઘ.ત્રિલોક સિંઘના પિતા આર્મી ઇન્ફન્ટ્રીમાં સુબેદાર હતા. દિલ્હીમાં ત્રિલોકનો જન્મ. નાનપણથી એક જ સપનું આર્મી ઑફિસર થવું છે પણ જીવનનો પ્રવાસ હંમેશાં નવા વળાંકો પર મુસાફરને લઈ આવે.જોધપુરની આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાવું હતું. પાંચ વખત સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા આપ્યા બાદ ‘નેશનલ ડિફેન્સ એકેડમી’ (એન. ડી. એ.)માં પસંદગી તો થઈ ગઈ પણ ટેક્નિકલ કારણથી એન. ડી. એ. માં પ્રવેશ લઈ ન શકાયો. ગણિત ગમતું. દિલ્હીની કિરોડીમલ કૉલેજમાં ગણિત વિષયમાં બી. એસસી.માં પ્રવેશ મેળવ્યો. હવે સિવિલ સેવા પરીક્ષાનો રસ્તો બચ્યો હતો, પણ કૉલેજ શરૂ જ થઈ કે થોડા સમયમાં કોરોના આવી ગયો. ઘરે જાતે બેસીને જ અભ્યાસ શરૂ કર્યો. એ જ સમયે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની જાહેરાતની ખબર મળતાં રાજ્ય સ્તરીય પરીક્ષાની તૈયારીઓ પણ સાથે સાથે જ કરી. જાતે તૈયારી કરવામાં ત્રિલોક સિંઘને તકલીફ એ પડી કે પદ્ધતિસર તાલીમ ન મળી. તૈયારી અણઘડ રહી. શરૂઆતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. બીજા પ્રયાસમાં મેઇન્સના તબક્કે નિષ્ફળતા મળી. તેઓ કહે છે, ‘જવાબો લખવાની પ્રેક્ટિસ મેં પ્રીલિમિનરી અને મેન્સ વચ્ચે કરી, જે ખોટી રણનીતિ છે. મારો ઘણોખરો ઉપયોગી સમય નોટ્સ બનાવવા પાછળ જ વપરાયો. પરિણામે હું રિવિઝન ન કરી શક્યો. આ બધું જ પ્રીલિમિનરી પહેલાં કરી લેવું જોઈએ.’ જોકે તેમણે ભૂલ સુધારી અને પોતાના પાયારૂપ વિષયો મજબૂત કર્યા. સાથે સાથે રાજ્ય સ્તરીય પરીક્ષાઓ પણ આપતા રહ્યા. ત્રિલોક સિંઘનો મુખ્ય વૈકલ્પિક વિષય પોલિટિકલ સાયન્સ હતો. રણનીતિના ભાગરૂપે તેમણે વૈકલ્પિક વિષય અને જનરલ સ્ટડીઝ પેપર-4 એટલે કે એથિક્સ પર વધુ ભાર આપ્યો, કેમ કે આ વિષયોમાં મહેનત કરવાથી વધુ ગુણ મળી શકે તેમ હતા. ત્રિલોક સિંઘે એન. ડી. એ. માટે જે સર્વિસ સિલેક્શન બોર્ડની તૈયારીઓ કરી હતી તે સિવિલ સેવામાં ઘણી ઉપયોગી નીવડી. ત્રિલોક સિંઘ કહે છે, ‘મનસા વાચા કર્મણા - એટલે કે મન, વાણી અને કર્મનું ઐક્ય સેનાની એસ. એસ. બી. પરીક્ષાના કેન્દ્રમાં છે. ઉમેદવારની મનોવૈજ્ઞાનિક ઊંડાઈ સુધી પહોંચવાનો પ્રયાસ થાય છે. જેમ કે 60 શબ્દો પર 15 મિનિટમાં અભિપ્રાય કે પછી કોઈ ચિત્ર જોઈને તેનું અર્થઘટન અને ત્યારબાદ ઈન્ટરવ્યૂ. પછી ગ્રૂપ બનાવીને પણ ટાસ્ક અપાય છે. મારી આર્મી સ્કૂલના કેટલાક સિનિયર એરફોર્સમાં જોડાયા હતા અને મારી પણ એ જ ઈચ્છા હતી. આ તમામ તબક્કાઓમાંથી હું પસાર થયો એટલે મારી અંદર ખૂબ આત્મવિશ્વાસ હતો. સ્થિરતા આવી. હું ક્યાંય ભાગી નહોતો રહ્યો. આ બધા જ ગુણો અને અનુભવ સિવિલ સેવા પરીક્ષાની તૈયારીમાં કામ લાગ્યા ખાસ કરીને જ્યારે સફળતા નહોતી મળી રહી.’ ‘પ્રીલિમિનરીમાં સાયન્સ અને ટેક્નોલૉજીનો વિષય મારી નબળાઈ હતી, એ ઠીક કર્યું. ત્યારબાદ ગણિત ગમતું હોવાથી ‘સીસેટ’નું પેપર સરળ હતું. જૂના પ્રશ્નપત્રોએ મદદ કરી પણ મને ખરો પડકાર મેન્સમાં આવ્યો. પદ્ધતિસરની કોઈ તાલીમ ન હોવાથી પોલિટિકલ સાયન્સમાં મારા જવાબો બધા એકેડેમિક પ્રકારના હતા. થિયરી વધુ અને વાસ્તવિક દુનિયા સાથે એ સિદ્ધાંતોનું જોડાણ ઓછું. મારી પાસે જ્ઞાન હતું પણ તેને પરીક્ષાલક્ષી નહોતું બનાવ્યું. મેં મારી ખામી દૂર કરી અને એક સંતુલિત જવાબ લખતાં શીખ્યો. ભાષા અને પ્રસ્તુતિકરણને મજબૂત કર્યા.’ ‘મેં જવાબો લખવાની ખૂબ પ્રેક્ટિસ કરી. 40 દિવસ સુધી જનરલ સ્ટડીઝના રોજના 10 સવાલ પછી પોલિટિકલ સાયન્સમાં મિત્રો સાથે મળીને રોજના પાંચ સવાલના જવાબો. આખી પ્રક્રિયામાં લગભગ 1200 જેટલા પ્રશ્નોના જવાબો લખ્યા. જવાબનાં માળખાં મજબૂત બન્યાં. સામાન્ય રીતે 10 માર્ક્સના સવાલ માટે સાત મિનિટ અને 15 માર્ક્સ માટે 11 મિનિટનો સરેરાશ સમય ગણીને ચાલતા. પણ આ પ્રેક્ટિસના લીધે સરળ જવાબો છ મિનિટમાં લખાઈ જાય એવું કૌશલ્ય કેળવ્યું. આ રીતે અઘરા સવાલો માટે મને એક મિનિટ વધુ મળતી.’ ‘મારી સૈન્ય પૃષ્ઠભૂમિ અને એર પિસ્ટલમાં રાષ્ટ્રીય સ્તરે ભાગ લીધો છે એ બાબતો મારા પર્સનાલિટી ટેસ્ટ પર છવાયેલી રહી. મેં 8 થી 10 મોક ઈન્ટરવ્યૂ આપીને પૃષ્ઠભૂમિ આધારિત સવાલોનાં સંભવિત પાસાંઓની તૈયારી કરી લીધી હતી. મને એર પિસ્ટલ શૂટિંગ અંગે સવાલ પૂછવામાં આવ્યા ત્યારબાદ સેનાના સંખ્યાબળને લઈને પ્રશ્નો આવ્યા જેના મેં તાર્કિક જવાબ આપ્યા. જોકે, મારું પ્રદર્શન સામાન્ય જ રહ્યું.’ પર્સનાલિટી ટેસ્ટમાં સરેરાશ ગુણ છતાં મેન્સમાં દમદાર માર્ક્સ મેળવીને 2025માં ત્રિલોક સિંઘ ઓલ ઇન્ડિયા રેન્ક 20 સાથે લક્ષ્યવેધ કરે છે. તેઓ ગુજરાત કૅડર મેળવે છે.તેઓ કહે છે, ‘પોતાની જાત પર વિશ્વાસ ન ગુમાવો. પરીક્ષાની તૈયારી સાથે અન્ય શોખ કે કૌશલ્ય પણ કેળવો. અભ્યાસ બહુપરિમાણીય હોવો જોઈએ.’
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:રશિયા જીતતું નથી, યુક્રેન હારતું નથી!
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:શ્રાવણનું આકાશ એક અમૃતકુંભ છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment