Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર .:સ્ત્રીઓના હાથમાં મોબાઈલ ન હોત તો?

    8 hours ago

     પાકીટ ખોલીને જોઉં તો ખાલી જ દેખાય છે. આંખોના ડૉક્ટરને બતાવું?(ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ) - એ પણ તમારું ખાલી પાકીટ જોઈને કાઢી મૂકશે!  ‘પૈસો હાથનો મેલ છે’.... ‘ફીમેલ’ કેમ નહીં? (અમૃત સોલંકી, બોટાદ) - એને તો ખબર છે કે, પૈસો હાથનો મેલ નથી!  શું પરદેશ ગયેલા ભારતીયો ત્યાં સાફસૂફીનું કામ કરે છે? (હસમુખ વેદલીયા, ડીસા) - ક્યારેક ડીસામાંથી બહાર આવો, ગુરુજી!  નશો ચાનો સારો કે દારૂનો?(યુસુફ ઘાયલ, ભાવનગર) - દારૂ ચઢી જાય છે.... ચા તો ઊતરતી પણ નથી!  80ની ઉંમરના દાદા હેર-ડાઈ કરે તો દાદી ખીજાય ખરાં? (જીતેન્દ્રસિંહ રાઠોડ, વાઘપુર-પ્રાંતિજ) - માથે ગણી શકાય એટલા વાળ રહ્યા હોય તો ના ખીજાય!  દીકરો વાઇફ સુધી ને દીકરી લાઇફ સુધી! સાચું...? (કાનજી વાઘેલા, લીંબડી) - એક દીકરા તરીકે તમારો અનુભવ શું કહે છે?  ‘પાંચ મિનિટ’નું કહીને ગાડી પાર્ક કરવાવાળો મનફાવે ત્યારે આવે, તો શું કરવું?(સુમન પ્રજાપતિ, બાબેન-બારડોલી) - કોઈને નુકસાન થાય એવું નહીં કરવાનું! બસ, એને ચીમકી આપો.  નેતાઓ કે ન્યાયાધીશોને ‘આપ’, જ્યારે ઈશ્વર-અલ્લાહને તુંકારો કેમ? (સૈયદ મહમદ અલી, દહેગામ) - ઈશ્વર-અલ્લાહ આપણા છે… પેલા બંને નહીં!  શપથ ગ્રહણ વખતે લીધેલાં વચનોનું નેતાઓ પાલન કેમ નથી કરતા? (ગુલામ મુહમ્મદ સોનીવાલા, અમદાવાદ) - શપથ વખતના ફોટા આવે… કામ કરતા નહીં! (કરતા હોય તો....!)  જૂની પેઢીના વાચકોને પત્રો લખીને સવાલ પૂછવાનું વધારે ગમે છે! (રશિદા તરવાડી, ચલાલા-અમરેલી) - હા, પણ હું પત્રો લખીને જવાબ આપી ન શકું ને?  પૃથ્વીનો આકાર ગોળ જ હોવાનું શું કારણ?(બટુક હીરાણી, ધોરાજી) - જોઈ જુઓ તો.... એમાં ધોરાજી આવી ગયું?  વહુઓ સાસરીને કેમ પોતાનું ઘર સમજતી નથી?(બિંદુ કે. દોશી, વડોદરા) - સાસરિયાં એને વહુને બદલે દીકરી ગણતા હોય તો વાંધો ન આવે!  લગ્ન લેતા પહેલાં કન્યાપક્ષને શું જોઈએ? પૈસા કે કન્યા? (એસ. એચ. છાપીવાલા, પાલનપુર) - એ તો કઈ બ્રાન્ડના ભિખારીના ઘરમાં પરણાવી છે, એના ઉપર આધાર છે!  ધનવાનો વધુ ધનવાન ને ગરીબ વધુ ગરીબ કેમ બનતો જાય છે? (જયવદન કંસારા, સુરત) - હું એ બંનેની વચમાં છું... હું પણ તપાસ કરું છું કે, વધુ ધનવાન કેમ બનાય!  બેગમ મુમતાઝ પાછળ શાહજહાંએ તાજમહલ બનાવ્યો... આપનો શું વિચાર છે?(ડી. કે. માંડવીયા, પોરબંદર) - હું અમદાવાદના સિંધુ ભવન રોડ પર બાંકડો બનાવવાનો છું!  અમારી બાજ ખેડાવાળ જ્ઞાતિ માટે આપનો અભિપ્રાય? (કિરીટ દવે, આણંદ) - બ્રાહ્મણોની બીજી 83 પેટા જ્ઞાતિઓ માટે છે, એવો જ મધુરો અભિપ્રાય!  ‘આધા હૈ ચંદ્રમા રાત આધી…’ બધું આધું આધું, તો ગીત કેમ પૂરું? (અશ્વિન ઝાલા, જામનગર) - બસ. મારો જવાબ પણ અડધો સમજવો!  ‘કન્યા પધરાવો, સાવધાન’, એમ કેમ કહેવાય છે? શું કન્યા મંડપમાંથી ભાગી જવાની છે? (દેવદાસ, ઘાટકોપર-મુંબઈ) - હિંદુઓમાં લગ્નવિધિની આ અદભુત પરંપરા છે. દીકરીને જ્યાં પરણાવો, ત્યાં સાવધાની જરૂરી છે. ‘ઘરડાં ગાડાં પાછા વાળે’, એવી કહેવત કેમ પડી? (મુહમ્મદ શાદ મિર્ઝા, ભાવનગર) - પૂરી મનુષ્ય જાતિમાં ઘરડાં સૌથી વધુ અનુભવી હોય છે!  પક્ષીઓને ગૂગલ મેપ વગર દિશાઓની ખબર કેવી રીતે પડતી હશે?(તન્મય ધૂપેલીયા, રાજકોટ) - કુદરતની આ કમાલ માણસ હજી શોધી શક્યો નથી. -હકીભાભી તમને કહે,‘ઓલી જગ્યાએથી ઓલું આપો.’ તો શું જવાબ આપો? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - ‘કિયાં પઇડું છે?’ એમ પૂછું.  છૂટાછેડા કેમ લેવાય છે?(મહાસુખ દરજી, અમદાવાદ) - લગ્ન કરતાં વધારે શાંતિ મળતી હશે!  ‘ફિલ્મ ઇન્ડિયા’ કૉલમમાં ક્યારેક સારી ગુજરાતી ફિલ્મ વિશે લખજો...!(ડૉ. સંકેત શેઠ, કરમસદ) - હોવ....!  પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું શું કારણ?(કિરણ મોવડીયા, માણસા) - બેમાંથી એક જ સાચું હોય છે, એ!  40 પછી ગર્લફ્રેન્ડ રાખી શકાય? (હિતેશ દમણીયા, સુરત) - એના બૉયફ્રેન્ડને વાંધો ન હોય તો રખાય!  ભૂલેચૂકે પણ તમે ડિજિટલ એરેસ્ટ થઈ જાઓ, તો શું કરો? (શશિકાંત મશરૂ, જામનગર) - ભૂલચૂક વગર પોલીસનું ધ્યાન દોરું!  નામ‘મીઠું’, પણ સ્વાદમાં ખારું કેમ?(શિવમ યાજ્ઞિક, રાજકોટ) - એના પપ્પા એટલે કે દરિયાને ખબર!  કેટલાક લોકો ચલણી નોટોને ખિસ્સામાં ડૂચાની જેમ કેમ રાખતા હશે? (જીતેન્દ્ર કેલા, મોરબી) - હવે એ જમાના ગયા! એવી નોટ તો પાનવાળો પણ લેતો નથી!  હનિમૂન પર વડીલોને સાથે લઈ જવાય?(સુનીલ વર્મા, અમદાવાદ) - ત્યાં લઈ જઈને થપ્પો રમવો છે?  80 વર્ષે પણ એક્ટિવ રહી શકાય, એવી કોઈ ટિપ આપશો? (મીત નાંઢા, અમદાવાદ) - રોજ પંપ લઈને પચીસેક સાઇકલોમાં હવા ભરો.  રાજકારણીઓ ફિલ્મોમાંથી સંવાદો શીખતા હશે? (પરેશ અંતાણી, રાજકોટ) - એ લોકોનું કામ ફિલ્મ‘ઉતારવાનું’ છે.... શીખવાનું નહીં!  તમને કેરીના રસમાં રસ ખરો?(ઈશાન પદ્મા જોશી, વડોદરા) - હું તો ગોટલો પણ આખેઆખો ચૂસી જાઉં છું!  વારંવાર ગુસ્સો આવવાનું કારણ શું?(યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - એને‘છટકી ગયું’ સમજવું!  પશુ-પક્ષીઓ બ્રશ કરતા નથી તો એમને પાયોરિયા નહીં થતો હોય? (નવનીત દવે, વલ્લભ વિદ્યાનગર) - એકેય ઍન્ગલથી હું તમને ઢોરોનો ડૉક્ટર લાગું છું?  આમલી અને બ્રુસ લી એકબીજાના સગામાં થાય? (અશ્વિન મોરે, વડોદરા) - વાહ શબ્દચતુર! હજી આવી પચાસેક‘લી’ઓ ગોતી નાખો.  ગેસનો બાટલો બાઇક પર લઈ જવાય? (જાનવી પરમાર, અમદાવાદ) - રોજનું કામ રહેતું હોય તો લઈ જવાય!
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:શિવતત્ત્વ સર્વોપરી છે
    Next Article
    ટૂંકી વાર્તા:પરીક્ષા કોની?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment