Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:શિવતત્ત્વ સર્વોપરી છે

    8 hours ago

    મહેશ’ શબ્દબ્રહ્મમાં ત્રણ અક્ષર છે. સંસ્કૃત વાઙ્મયકાર પોતાની રીતે એની પરિભાષા આપે છે. ત્રણ અક્ષરથી બનેલો આ શબ્દબ્રહ્મ; ‘મ’કાર, ‘હ’કાર, ‘શ’કાર. એમાં જે પહેલો અક્ષર ‘મ’ છે, એને ભાષ્યકાર કહે છે, એ મહત્તમ તત્ત્વ છે. પ્રજ્ઞાવાન અને બુદ્ધપુરુષોની અનુભૂતિમાં મહેશનો ‘મ’કાર અહીં ઉચ્ચારિત થયો છે. એ મહત્તમ તત્ત્વ છે. એનાથી ઉપર કોઈ તત્ત્વ નથી. શિવતત્ત્વ સર્વોપરી છે. ભગવાન રામ અવતાર છે. કૃષ્ણ અવતાર છે. શિવ અવતાર નથી. શિવ નિર્ગુણ છે, નિરાકાર છે. શિવ શૂન્ય છે. શિવ પૂર્ણ છે. અવતાર આવે છે તો અવતાર જાય પણ છે. શિવ એક એવું તત્ત્વ છે; ‘ગીતા’કાર યોગેશ્વર કહે છે કે એક એવી જગ્યા છે કે જ્યાં પહોંચ્યા પછી પાછું ફરવું અસંભવ છે. શિવ એવું તત્ત્વ છે. મહત્તમમાં મહત્તમ તત્ત્વ કોઈ હોય તો શિવ છે. રામ મારા માટે સર્વસ્વ છે. છતાં પણ હું કહીશ કે શિવે રામની કથા ગાઈ પરંતુ શિવની પ્રતિષ્ઠા તો રામને જ કરવી પડી. રામકથા તો શિવે જ ગાઈ. પરંતુ જ્યાં સેતુબંધ નિર્મિત કરવામાં આવ્યો ત્યાં ભગવાનને એ પુણ્ય મનોરથ પ્રગટ થયો કે આ ઉત્તમ ધરણી છે. એટલે શિવની સ્થાપના તો રામ જ કરે છે. એનો મતલબ એ છે કે આ શિવ મહત્તમ તત્ત્વ છે. રામતત્ત્વ સમજાવવા માટે રામની જ ચર્ચા શરૂ કરવી જોઈએ. પરંતુ મહત્તમ તત્ત્વ શિવ છે. એટલા માટે યાજ્ઞવલ્ક્યએ રામની કથા પહેલાં ન સંભળાવી, શિવકથા પહેલાં સંભળાવી. તો ભાષ્યકાર કહે છે, આ સંસારમાં મહત્તમ તત્ત્વ જો કોઈ હોય તો એ ‘મ’કાર છે. ‘મહેશ’, એ ત્રણ અક્ષરબ્રહ્મનો એક શબ્દબ્રહ્મ બન્યો. શાસ્ત્રકાર કહે છે કે એમાં ‘મ’કાર છે એ મહત્તમ તત્ત્વ છે. પછી ‘હે’, એ સવા અક્ષર છે. ‘હે’નો મતલબ એવો કરવામાં આવે છે કે ‘હે’ એક પોકારનો આત્મા છે. માણસ અહોભાવમાં અથવા કોઈ પણ ભાવમાં અચાનક ‘હે’ શબ્દ બોલે છે. ‘હે હરિ! હે ગોવિન્દ! હે ગોપાલ!’ તો પોકારનો આત્મા છે ‘હે.’ ‘હે’ વિનાનો પોકાર નિષ્પ્રાણ છે. તમે ‘મહાદેવ મહાદેવ’ બોલો, અદભુત છે પરંતુ ‘હર હર મહાદેવ’ કરો, તો એમાં પ્રાણ આવી જાય છે. મારા પૂજ્યપાદ ગોસ્વામીજી ‘વિનયપત્રિકા’માં જ્યાં પુકારાત્મક પદ છે ત્યાં ‘હે’ અક્ષરથી આરંભ કરે છે. ‘હે હરિ! હે હરિ! હે હરિ! હે હરિ! હે હરિ!’ સુરદાસ ક્યારેક ‘હે ગોવિંદ! હે ગોપાલ!’થી આરંભ કરે છે. આ મહાકવિઓએ ‘હ’કારને પોકારનો આત્મા સમજીને ‘હ’કારનો ઉપયોગ કર્યો છે. સુરદાસ ‘હે ગોવિંદ, હે ગોપાલ’ બોલે છે. તો ‘હે’ જે પોકારનો આત્મા છે એને જોડીને જો પોકારીએ તો શબ્દ પહોંચે છે. અને કોઈ-કોઈ શબ્દમાં એટલી મંત્રશક્તિ હોય છે કે એનાથી તમારા શરીરના કેટલાક ભાગો સ્વાભાવિક રીતે જ વિશિષ્ટ અદામાં આવી જાય છે. તમે ‘હે’ બોલો તો મોટા ભાગે હાથ ઉપર ઊઠી જ જશે. તો જે ‘હે’ છે એ પોકારનો આત્મા છે. ‘મ’કાર છે એ મહત્તમ તત્ત્વ છે. હવે એનો અર્થ ભાષ્યકાર એવો કરે છે કે મહત્તમ તત્ત્વને ‘હે’ કહીને પોકારો. નિમ્નને ન પોકારો. ક્ષુદ્રમાં હાથ ન નાખો. પોકારવું હોય તો મહત્તમ તત્ત્વને પોકારો. નિમ્નની ઉપેક્ષા ન કરો પરંતુ જો પોકારવું હોય તો મહત્તમને પોકારો. પ્રાણવાન પોકારનું પ્રતીક છે ‘હે’; અને જો પોકાર કરવો જ હોય તો મહત્તમનો કરો, નિમ્નનો નહીં; ક્ષુદ્રોનો નહીં. પરમનો પોકાર કરવો જોઈએ. ચાહે એ પરમ સત્ય હોય, ચાહે એ પરમ પ્રેમ હોય, ચાહે એ પરમ કરુણા હોય. એનો પોકાર કરવો. વિચારો, જો પોકાર કરવો જ હોય તો, મહત્તમનો કરો. પોકાર પહોંચાડવો હોય તો ત્યાં પહોંચાડવો જોઈએ. તો જે મહત્તમ તત્ત્વ છે એના પ્રત્યે પોકાર થવો જોઈએ. હવે મહાન પ્રત્યે આપણે શા માટે પોકાર કરીએ? ભાષ્યકાર કહે છે, ‘શ’નો અર્થ છે શરણાગતિ. શરણાગતિ માટે પોકાર છે. મહત્તમ તત્ત્વની શરણાગતિ માટે હું પોકાર કરી રહ્યો છું. મારે એક તારા શરણમાં આવવું છે. તારા શરણમાં મને રાખ. મારે તારાં ચરણ જોઈએ, તારો ચહેરો નહીં. તો આપણો પોકાર મહત્તમ તત્ત્વ પ્રત્યે હોય અને એ ક્ષુદ્ર ચીજો માટે ન હોય; કેવળ શરણાગતિ માટે હોય. એનો અર્થ છે મહેશ. માગ કરો તો મહાન પાસે માગ કરો અને માગ કરો તો કંઈ ક્ષુદ્ર ન માગો. માગો કે તારા શરણમાં લઈ લે. તારાં ચરણ નહીં છોડું, મને કેવળ શરણ આપ. આ દેશે માગી શરણાગતિ. મુગટ નથી માગ્યો, પાદુકા માગી છે. ચરણપીઠ માગી છે, રાજપીઠ ક્યારેય નથી માગી. ભરતે અયોધ્યાની રાજપીઠ ઠુકરાવી; ચરણપીઠ માગી. }(સંકલનઃ નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:ભાવનગરના શિલ્પકાર: ગૌરીશંકર ઉદયશંકર ઓઝા
    Next Article
    એન્કાઉન્ટર .:સ્ત્રીઓના હાથમાં મોબાઈલ ન હોત તો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment