Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ

    12 hours ago

    ધ્રુવ બોરીસાગર વહુ અને વરસાદને જશ નહીં’ વર્ષો જૂનો આ રૂઢિપ્રયોગ આજે પણ એટલો જ સાચો છે, કારણ કે વહુ અને વરસાદ – ક્યારે અને કેટલાં વરસે? એ નક્કી હોતું નથી. (અલબત્ત વરસાદના વરસવા અંગે તો થોડીઘણી આગાહી પણ થઈ શકે છે!) સરખામણી લાંબી ચાલે અને વિષય બદલાઈ જાય એ પહેલાં – ‘વરસાદનાં ભરાયેલાં પાણીમાં વાહન સાથે પ્રવેશ કરીને ભરાયેલો કિશોર’ વિષય પર આવી જઈએ. ચોમાસામાં પાચનશક્તિ મંદ પડતી હોવા છતાં રસ્તા બનાવવામાં વપરાયેલા પાયાના પથ્થરનું બહાર આવવું, ખાડા અને ભૂવા પડવા – આ બધું આપણને દર વર્ષે પચી જાય છે. આપણામાં એક બહુ સારી સિસ્ટમનો વિકાસ થયેલો છે – સિસ્ટમ સામે થોડો સમય કકળાટ કરી ‘કાંઈ સુધરવાનું નથી’ એમ સ્વીકારીને પાછાં આપણે આપણી સિસ્ટમમાં ગોઠવાઈ જઈએ છીએ. શહેરમાં આજે વરસાદ ખાબક્યો ને રાબેતા મુજબ પ્રિ-મોન્સૂનની થયેલી કામગીરી પર પાણી ફરી વળ્યાં ને ઠેરઠેર પાણી ભરાઈ ગયાં. (પાણી ફરી વળ્યાં પછી પથારી ફરે છે!) એવા એક ભરાયેલાં પાણીના છેડે કિશોર પોતાના વાહન પર પહોંચ્યો. ‘પાણીમાં ગયેલાનું શું થાય છે? એ જોઈને નિર્ણય લેવો.’ – એમ વિચારીને દસેક જણા ઊભા હતા. આમ પણ માણસનો સ્વભાવ હોય છે કે બીજા પ્રયોગ કરી લે પછી જ આપણે સાહસ કરવું. (લગ્ન પૂરતું માણસ આ નિયમનું પાલન કરતો નથી!) કિશોરમાં અચાનક નર્મદ પ્રગટ થયા: ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.’ ત્રણ આંકડામાં વજન ધરાવતી પોતાની કાયાને કિશોરે વાહન સાથે પાણીમાં નાખી. ‘વાંધો નહીં આવે’ એવા વિશ્વાસ સાથે કિશોર આગળ વધતો જતો હતો, ત્યાં એની ડાબી બાજુથી બસ નીકળતાં ઊછળેલાં મોજાંમાં વાહન સાથે કિશોર ડિવાઇડર બાજુ ફંગોળાયો. ઘર સિવાય વાંક વિના ફંગોળાવાનો, એના માટે આ પ્રથમ પ્રસંગ હતો. વાહન સાથે મગજનું સંતુલન જાળવવામાં ઍક્સેલરેટર નૉર્મલ થઈ ગયું અને પાણીને સાઇલેન્સરમાં ઘૂસી જવાની તક મળી! ‘ભૂપ... ભૂપ... ભૂપ...’ જેવા આખરી શ્વાસ લેવાતા હોય એવા અવાજો વચ્ચે વાહન બંધ પડી ગયું. પાણિગ્રહણ કર્યા પછી સંસારરથ ચલાવવાનો (એટલે કે બધું ચલાવી લેવાનો) અનુભવ હોય તો માણસ પાણીગ્રહણ કર્યા પછી બંધ પડેલા વાહનને ભરાયેલાં પાણીમાં સહેલાઈથી ચલાવી (ઢસડી) શકે છે! જેમતેમ કરીને ભરાયેલાં પાણીમાંથી કિશોર બંધ વાહન સાથે બહાર નીકળ્યો, ત્યાં કિશોરના મોબાઇલની ઘંટડી રણકી, એની પત્નીનો ફોન હતો એટલે ફોનના આગમનનો હેતુ સ્પષ્ટ હતો ‘તમે ઓલું લાવજો, પેલું લાવજો, પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા, હોં કે પેલું, લાવજો રે મારવાડા’ ફોન કાપી, વિડીયો કૉલ કરી પોતાની કરુણ અને દારુણ સ્થિતિ દર્શાવી ત્યારે આજે એને શરતી ફરજમુક્તિ મળી – ભજિયાં-ગોટાં ખાવાં હોય તો બટેકાં અને મેથી લેતા આવજો. સાઇલેન્સરમાંથી પાણી કાઢવા બધા વાહનને આગળથી ઊંચું કરતા હતા એ જોઈને કિશોરે પણ જાણે બે પગે ઘોડાને ઊંચો કરવાનો હોય એટલા જોરથી વાહન ઊંચું કર્યું, પરંતુ સ્ટૅન્ડમાંથી વાહન નીકળી જતાં વાહનના સંતુલનનો પ્રશ્ન આવ્યો. જાત અને વાહન, બેઉ સાંભળવાનાં આવ્યાં એટલે કિશોરે વાહનનો ત્યાગ કર્યો. હવે વાહનને ઊભું કરવાનો પ્રશ્ન ઊભો થયો. જેમતેમ કરીને વાહનને બેઠું કર્યું અને સ્ટૅન્ડ પર ઊભું કર્યું. હવે કિક મારવાનું શરૂ કર્યું પણ, ઇથેનોલ (આલ્કોહૉલ) ઉમેરેલું પેટ્રોલ પીધું હોવા છતાં આજે વાહનને કિક વાગતી ન હતી. વીસેક મિનિટ મરણિયાં વલખાં માર્યાં પછી વાહન શરૂ તો થયું પણ, એવા ભયંકર અવાજ સાથે શરૂ થયું કે કાન તો ઠીક પણ હમણાં સાઇલેન્સર ફાટી જશે એવી બીક લાગી, સાથે ધુમાડાના ગોટેગોટા! રૉકેટ ઉડાડતો હોય એવી ફીલિંગ સાથે કિશોરે ઘર તરફ પ્રયાણ કર્યું. ગળું બેસી ગયું હોય એમ વાહનનું હૉર્ન બેસી ગયું. બ્રેક મારે તો ક્યારેક ‘ચીં..ઈ..ઈ’ તો ક્યારેક ‘ચૂં..અ..અ’ અવાજ આવે. જાણે હમણાં અવાજ સાથે બ્રેક પણ વાગતી બંધ થઈ જશે! કિશોર ઘરે પહોંચ્યો તો ચણાનો લોટ ડોઈ રાખ્યો હતો. ‘પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ’ એમ માનીને ફરી પાછો બટાકા અને ભાજી ખરીદવા નીકળ્યો, પણ ચાલતો ચાલતો! આઇસ ક્યૂબ: પાણીમાં મરેલો માણસ તરે છે અને જીવતો માણસ ડૂબી જાય છે. આ વાત એટલે સમજાતી નથી, કારણ કે ખરેખર તો માણસ જીવતો હોય છે ત્યારે હલકો હોય છે!
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:ભણીભણીને ઢાંકણીમાં
    Next Article
    શબ્દસૌંદર્ય .:આઝાદ: સ્વતંત્ર માનવી, વિચારક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment