Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:ભણીભણીને ઢાંકણીમાં

    12 hours ago

    ડો. જયેશ વાછાણી જેમેળવવા જ ભણે છે, એટલે ભણતી વખતે ધોરણ કે ઉંમર મુજબનું શીખવાનું કે સમજવાનું રહી જાય છે. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો આ બુકના ફલાણા પેજના ઢીંકણા પેરેગ્રાફની પૂંછડી લીટીઓ લખવી એવું યાદ રાખી, બીજું કશું ન સમજી-વિચારી, એમ ને એમ જવાબ લખી નખાય છે અને પાસ થઈ જવાય છે, ટકા આવી જાય છે, આગળ એડમિશન મળી જાય છે; પણ ત્યાં વળી પાછું, જૂનું કંઈ સમજ્યું ન હોવાથી, નવું કંઈ આવડતું નથી કે સમજાતું નથી અને ફરી પાછું જેટલું કહે તેટલું, પાસ થવા પૂરતું ગોખી નાખી, પૂછાય ત્યારે લખી નાખી, ડિગ્રી મળ્યા કરે છે. ઘણું અને ઊંચું ભણી લીધા પછી જ્યારે પોતપોતાનાં ફિલ્ડમાં ધંધો કે નોકરી કરવાનું થાય ત્યારે ખબર પડે કે જે ભણ્યા છીએ તેમાંથી તો કંઈ આવડતું જ નથી! હવે એનો ઉપયોગ કરવાનો સમય આવ્યો ત્યારે જાણ થાય કે આવું બધું તો કંઈ સમજ્યા કે શીખ્યા જ નથી. કરુણતા તો એ છે કે સરકાર નોકરી માટે કે સંસ્થા ઉચ્ચ અભ્યાસમાં એડમિશન માટે અત્યાર સુધી જે ડિગ્રી મેળવી છે તેની ખાતરી કરવા, અત્યાર સુધીનું ઓલરેડી જે ભણેલું છે તેમાંથી જ પૂછે એવી ટેસ્ટ લે ત્યારે પણ તે ટેસ્ટમાં પાસ થવા મોટા ભાગનાઓને કોચિંગ ક્લાસમાં ક્રેશ કોર્સ જોઈન કરવા પડે છે! મતલબ બેચલર ડિગ્રી પછી સરકારી કે પ્રાઇવેટ નોકરી કે માસ્ટરમાં એડમિશન મેળવવા અરજી કરીએ ત્યારે આપ બેચલર છો અને આપને બેચલર ડિગ્રી જેટલું આવડે છે એ ચકાસવા લેવાતી ટેસ્ટ માટે પણ પાછી ક્લાસીસ જોઈન કરી તૈયારી કરવી પડે છે. કારણ, ભણતી વખતે ભણવા, શીખવા, સમજવા, અનુભવવાને બદલે ફક્ત પાસ થવા પરિણામલક્ષી ગોખણપટ્ટી જ કરેલી હોય છે. હવે સાચુકલું જ્યારે ભણેલું અમલમાં મૂકવાનું આવે ત્યારે ફરીથી એકડો ઘૂંટવો પડે, નવેસરથી શીખવું પડે અને ત્યારે અત્યાર સુધીનું ‘દળીદળીને ઢાંકણીમાં ગયું’ એ સમજાય છે. ફી ભરી, સમય-શક્તિ રોકી, 15-20 વર્ષ ભણીને પાસ થઈ જઈએ છીએ પણ ત્યારે જેટલું શીખવું-સમજવું જોઈએ એટલું શીખતા-સમજતા નથી. સંશોધનાત્મક અને સર્જનાત્મક ભણતર એક બાજુ રહી જાય છે. તે વર્ષો દરમિયાન કશુંક નવું, નવી રીતે, આપણી રીતે શીખવાની, સમજવાની, અનુભવવાની ધગશ ઘટે છે. આપે એટલું કે મળે એટલું, જેમ-તેમ કરી યાદ રાખી, પરીક્ષામાં જેવું-તેવું પાસ થઈ જવાય એવું લખી નાખી, પરિણામ આવતાં જ ‘જૂનું ગયું’ની માનસિકતાથી જૂનું બધું ભૂલી જવાય છે. આમ ને આમ, ભણતર ચાલે છે પણ તેનાથી મળવું જોઈએ તેવું ગણતર કે થવું જોઈએ એવું ચણતર થતું નથી. વિચારજો. }
    Click here to Read More
    Previous Article
    આપણા સમાજમાં એન. આર. આઈ. મુરતિયાનો જે ક્રેઝ:ભીની યાદો
    Next Article
    મરક મરક:પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment