Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:પ્રવાસ શરીરનો યાત્રા આત્માની…

    11 hours ago

    ના હું એકલપંથ પ્રવાસી… આછેરા અંધારામાં હું નીકળ્યો ત્યાં તો સૂર્યકિરણ પણ જાગ્યાં મલયસમીર ને પંખીના કલરવની સંગે ફૂલ સુગંધી ફાગ્યાં મારી પળપળ અહીં સુવાસી... ના હું એકલપંથ પ્રવાસી... ઠરી ગયેલા દીવડાઓમાં તેલ પૂરીને જ્યોત ફરી પ્રગટાવું જીવનને ઝળહળ કરવાને અંધકારને દૂર દૂર ભગાવું હું તો આતમનો ઉપાસી… ના હું એકલપંથ પ્રવાસી… - ‘મેઘબિંદુ’ કલા પણ નથી અને એકલવાયા પણ નથી. સફર પ્રવાસ બની ગઈ છે. પ્રવાસ યાત્રા બની જશે. પંથ ચાલતાં ચાલતાં મુકામ બને છે. ‘મેઘબિંદુ’ સહજતાથી કવિ અને એમનામાંના માણસને એકમેકમાં પરોવે છે. આપણને પણ આવકારે છે. એકાંતને માણતા આવડે અને એકાંતને દખલ ન થાય એમ કવિ કવિતા સાથે આપણને દાખલ કરે છે. આપણે એકલાં છીએ ખરાં? આસપાસનું બધું જ કવિ કવિતા વડે આપણામાં પ્રવેશ કરાવીને જંપવા માગે છે. સોયના અસંખ્ય નાકાઓમાંથી શ્વાસના દોરાની જેમ ખુદને પરોવવા માગે છે. એ દોરાઓમાં જીવનનો ડંખ ન લાગે એમ દોરનો દારોદમામ જાળવે છે. અંધારું ગર્ભથી સાથે છે. પોપચાં ખૂલે પછી અંધારું અજવાળાને પકડવા મથે છે. જીવન એ જન્મ-મૃત્યુ વચ્ચેનો એવો રસ્તો છે જ્યાં ચાલ્યા વગર પણ પહોંચવાનું નક્કી જ છે. યાદમાં રહેવા માટે, યાદ રાખે એ માટે ઝઝૂમવાની ફિતરત જીવનનું અભિન્ન અંગ છે. જોઈ શકાય એટલા અંધારાની નિસ્બત પામી શકાય એટલા અજવાળાની સોબત સુધી પહોંચે છે. સવારે આપણે તો પછી પહેલાં તો સૂર્યકિરણ જાગે છે. પવનના સુસવાટા સાથે સુગંધ પણ પાંખો પ્રસરાવતી ઊડે છે. જાદુ રોજ આંખો સામે બને છે ને તોય આંખો અજાણ! સુગંધ ઉચ્છવાસ બને ત્યારે એનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે. પળેપળ સુવાસિત રહેનાર પાસે ઉચ્છવાસ વિશે વિચારવાનો સમય જ નથી હોતો! રૂમાંથી દીવો બને એ દીવામાં તેલ ખૂટી જાય અને દીવેટ બાકી હોય પ્રજળવાની એવું બને! હારીને, થાકીને જીવવા માટે શ્વાસો નથી મળ્યા! અંધકારને ઓળખી જવા આયખું મળ્યું છે. હામ અને હોશ જીવનના રસ્તાની આસપાસની ફૂટપાથ જેવા છે. પોરો ખાઈને વધુ ઉશ્કેરાઈને આગળ જ વધવાનું હોય છે. અંધકાર અને અજવાસને ખેલ સમજીશું તો ફસાઈ જવાશે. એને લીલા સમજીશું તો જીવન વધુ નજીક આવવા લાગશે. આત્મા, અંતરાત્મા, ભીતરનો અવાજ જે માનીએ એ બધું તો નજીકનું અને ખાસ છે. જેવું બહાર બને છે એવું જ ભીતર રચાય છે. જેવું ભીતર રચાય છે એવું જ બહાર સર્જાય છે. આપણે એકલપંડા નથી એની ખબર આપણા પીંડને હોય જ છે. આખી કવિતાની સાથે કવિ ઉમાશંકર જોશીની કવિતા ‘શું શું સાથે લઈ જઈશ હું?’ - એને વાંચવા- યાદ કરવા જેવી છે. ખાલી હાથની હૂંફ તો નિરંજન ભગતે જ્યારથી ગુજરાતી કવિતા સાથે હાથ મિલાવ્યો ત્યારથી છે. ‘છે’નો મહિમા જન્મ અને મૃત્યુ વચ્ચેની તમામ ક્ષણોમાં રોમાંચ અપાવે છે. શરીરનો પ્રવાસ આત્માની યાત્રા બને એ સમયનું આ કાવ્ય છે. }
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:શ્રી અરવિંદ : ઘોષથી જયઘોષ સુધી
    Next Article
    આપણા સમાજમાં એન. આર. આઈ. મુરતિયાનો જે ક્રેઝ:ભીની યાદો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment