Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોટો સ્ટોરી:મ્યુનિ.નું બિલ્ડિંગ જ પાઇપોના ટેકે! કોણ નોટિસ આપશે?

    12 hours ago

    મ્યુનિ.ના દાણાપીઠ ખાતેના જૂના જર્જરિત બિલ્ડિંગને ચાર મહિના પહેલાં જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટમાં અનફિટ જાહેર કરી ખાલી કરવા ભલામણ કરાઈ હતી. થોડા સમય પહેલાં જ મુખ્ય બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના ધાબાનો ભાગ નમી પડતા પિલર તરીકે લોખંડના સળિયાનો ટેકા આપી દેવાયો છે. જે ભાગ નમી પડ્યો છે ત્યાંથી જ બિલ્ડિંગમાં જવાનો મુખ્ય રસ્તો છે. જો આ ભાગ પડી જાય તો બિલ્ડિંગમાં આવવા-જવાનો મુખ્ય રસ્તો પણ બંધ થઈ જશે. મ્યુનિ.ના મુખ્ય બિલ્ડિંગમાં દરરોજ અનેક લોકોની કોઈ ને કોઈ કામ અર્થે અવરજવર રહેતી હોય છે. ઇજનેર વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર, તેમણે જર્જરિત બિલ્ડિંગમાં જ બેસવું પડે છે. શું કોઈ દુર્ઘટના બનશે ત્યારે બિલ્ડિંગ ખાલી કરવાનો નિર્ણય લેવાશે? પોતાની બિલ્ડિંગનો ભાગ જર્જરિત જાહેર થયાને 4 માસથી વધુ સમય થયો, પણ કોઈ કાર્યવાહી ન કરી સામાન્ય નાગરિકોના બિલ્ડિંગની તપાસ બાદ જર્જરિત જણાય તો મ્યુનિ. તરત જ નોટિસ આપી બિલ્ડિંગ ખાલી કરાવી દે છે, પરંતુ પોતાની ઓફિસ જર્જરિત જાહેર થયાને ચાર મહિનાથી વધુનો સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી. 4 મહિનામાં 450 મકાન તોડવા નોટિસ, 6 તૂટી પડ્યાં એસ્ટેટ વિભાગે ચાર મહિનામાં શહેરના 450થી 470 જર્જરિત મકાનને નોટિસ આપી છે. જ્યારે વર્ષ 2023થી 2025 સુધી 1251 મકાનને ઉતારી લેવા નોટિસ આપી હતી. જોકે નોટિસ આપ્યા પછી મોનિટરિંગ ન થવાને કારણે તાજેતરમાં શાહપુર, ઘી કાંટા, ઓગસ્ટમાં કુલ 6 મકાન ધરાશાયી થયાં હતાં.
    Click here to Read More
    Previous Article
    મિલકતોને હેરિટેજ યાદીમાં ઉમેરવા લોકોના અભિપ્રાય મગાવાશે:કોટ બહારની 382 ઇમારત હેરિટેજ બનશે, ટૂંક સમયમાં જાહેરાત કરાશે
    Next Article
    35 વીઘા જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી:શીરવાણીયા ગામના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખર્ચમાં 80 ટકાનો ઘટાડો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment