Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકતોને હેરિટેજ યાદીમાં ઉમેરવા લોકોના અભિપ્રાય મગાવાશે:કોટ બહારની 382 ઇમારત હેરિટેજ બનશે, ટૂંક સમયમાં જાહેરાત કરાશે

    12 hours ago

    અમદાવાદને વિશ્વનું સૌપ્રથમ હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે હેરિટેજ ઓળખ માત્ર કોટ વિસ્તાર પૂરતી સીમિત નહીં રહે. મ્યુનિ.ના હેરિટેજ વિભાગે કોટ વિસ્તારની બહાર આવેલી 382 ઐતિહાસિક મિલકતોને હેરિટેજ જાહેર કરવા કવાયત હાથ ધરી છે. આ માટે આગામી દિવસોમાં જાહેર વાંધા-સૂચનો મગાવાશે, જેના આધારે આ મિલકતોનું ફાઇનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. નોટિફાઇડ થયા બાદ માલિકો-નાગરિકોને શું અસર થશે? હાલ આ મિલકતો અધિકૃત રીતે હેરિટેજ તરીકે નોટિફાઇડ નથી, જેથી તેના માલિકો કે નાગરિકો પોતાની મરજી મુજબ તેમાં ફેરફાર કરી શકે છે. જોકે એકવાર નોટિફિકેશન જાહેર થયા પછી આ મિલકતોમાં કે તેની આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું નવું બાંધકામ, ડિમોલિશન કે રિપેરિંગ કરતા પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવી પડશે. રિનોવેશન કરતી વખતે પણ મિલકતની મૂળ હેરિટેજ વેલ્યૂ અને ડિઝાઇન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ જાણીતી મિલકતો 382ના લિસ્ટમાં સામેલ | - શાહીબાગ જૂનું રાજભવન, જે હાલ સરદાર સ્મારકથી ઓળખાય છે, - ગુજરાત કોલેજ મુખ્ય બિલ્ડિંગના હોલ, - હઠીસિંહ જૈન દેરાસર, - સરખેજના ફૂલબાગ પેલેસ, - આગાખાન કમિટી સેન્ટર, - ઝવેરભાઈ કૉટેજ પારસી સોસાયટી કાંકરિયા, - સપ્તઋષિના રાવળું મંદિર, - કેલિકો મિલની ચીમની, - કાળનો કિલ્લો, - જૂનું સર્કિટ હાઉસ, - પીર સૈયદ દરગાહ, - મીઠાપુર મસ્જિદ, - વાડજની વાવ, - ગુપ્તા નગરની વાવ 2014 પછી સૌથી મોટો સરવે અને નોટિફિકેશન | વર્ષ 2014માં થયેલા સરવે બાદ કોટ વિસ્તારની 2698 મિલકતોને હેરિટેજ જાહેર કરાઈ હતી. આ સરવે બે અલગ-અલગ એજન્સીએ તૈયાર કર્યો હતો. વર્ષ 2014 પછી આ પહેલી વાર બનશે કે જ્યારે કોટ વિસ્તાર બહારની આટલી મોટી સંખ્યામાં 382 મિલકતને એકસાથે હેરિટેજ જાહેર કરવા પહેલી વાર નોટિફિકેશન બહાર પડાશે.
    Click here to Read More
    Previous Article
    સીબીએસઈનું અભિયાન:હવે CBSE સ્કૂલની 500 મીટર ત્રિજ્યા ‘ડ્રગ્સ ફ્રી ઝોન’, કેમ્પસની બહાર યલો લાઇન દોરવી પડશે
    Next Article
    ભાસ્કર ફોટો સ્ટોરી:મ્યુનિ.નું બિલ્ડિંગ જ પાઇપોના ટેકે! કોણ નોટિસ આપશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment