Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિયા સેલ્ટોસમાંથી 2 હજાર બોટલ દારૂ ઝડપાયો:બે રાજસ્થાની બૂટલેગરોની 13.79 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ, કલોલ ગાંધીનગર હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા

    1 day ago

    કલોલ તાલુકામાં પોલીસે પૂર્વ બાતમીના આધારે ધેધુ ગામ નજીક હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવીને રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી એક લક્ઝુરિયસ કારને ચારેય તરફથી ફિલ્મી ઢબે ઘેરી લઈ બે હજાર નંગથી વધુ દારૂ - બિયરનો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના બે બુટલેગરોની કુલ 13.79 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હનુમાનજી મંદિર પાસે કડક નાકાબંધી ગોઠવી ને દબોચાયા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે.ગઢવીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ગોઝારીયા તરફથી કીયા સેલ્ટોસ ગાડીમાં પાસપરમિટ વગરનો ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને બાલવા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત એક્શનમાં આવી ધેંધુ ચોકડીથી ધેંધુ ગામ વચ્ચેના રોડ પર હનુમાનજી મંદિર પાસે કડક નાકાબંધી ગોઠવી દીધી હતી. કીયા સેલ્ટોસ ને કોર્ડન કરીને પકડી, બે શખસ દારૂ સાથે ઝડપાયા જેની ​થોડી જ વારમાં ગોઝારીયા તરફથી બાતમી મુજબની કીયા સેલ્ટોસ કાર પૂરપાટ ઝડપે આવતી દેખાતા પોલીસે ખાનગી વાહનો આડા ઉતારી દીધા હતા અને કારને ચારેય તરફથી કોર્ડન કરી લીધી હતી. બાદમાં કાર થોભાવીને અંદર તપાસ કરતા બે ઇસમો બેઠેલા જોવા મળ્યા હતા. જેમની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે પોતાના નામ અંગારારામ માનારામ લક્ષ્મણારામ રબારી (રહે. ઝાલોર, સાંચોર, રાજસ્થાન) અને ક્રિષ્ના સાવલારામ જેરૂપારામ રબારી (રહે. દાતવાડા, રાણીવાડા, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. 2 હજારથી વધુ દારૂની બોટલ ઝડપાઈ, 13.79 લાખનો મુદ્દામાલ જપ્ત જોકે ​મુખ્ય માર્ગ પર વાહનોની સતત અવરજવર હોવાના કારણે પોલીસ આ કારને કલોલ તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં કારની વચ્ચેની સીટ અને પાછળની ડીકીના ભાગે તપાસ કરતા કુલ 2,088 નંગ દારૂ અને બીયરની નાની-મોટી બોટલો મળી અંદાજિત કિં.રૂ.6,73,992 નો દારૂ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે દારૂના જથ્થા સહિત મોબાઈલ ફોન અને કીયા કાર મળીને કુલ રૂ.13.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો અમદાવાદમાં આપવાના હતા જ્યારે ​પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા બંને બુટલેગરોએ ભાંગી પડીને કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો તેમને રાજસ્થાનના સિરોહી જિલ્લાના મંડાર ગામે રહેતા મુકુંદસિંહ ચૌહાણે ગાડીમાં ભરી આપ્યો હતો. મુકુંદસિંહે તેમને આ જથ્થો અમદાવાદ લઈ જવા જણાવ્યું હતું અને અમદાવાદના નાના ચિલોડા પહોંચીને ફોન કરવા માટે ઓર્ડર આપ્યો હતો. જોકે, અમદાવાદમાં આ દારૂ આગળ કોને આપવાનો હતો તેની બંને આરોપીઓને કોઈ જાણ નહોતી. કલોલ તાલુકા પોલીસે બંને બુટલેગરો સહિત દારૂ ભરી આપનાર મુખ્ય સૂત્રધાર મુકુંદસિંહ ચૌહાણ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જગદીશભાઈ મકવાણાના જન્મદિવસે ગાંધી હોસ્પિટલમાં ફળ વિતરણ:સુરેન્દ્રનગર મેયર અને કોર્પોરેટરોએ દર્દીઓની સેવા કરી
    Next Article
    દિગમ્બર જિન મંદિર દ્વારા 382 કિલો કેરી વિતરણ:શ્રમવિસ્તારના બાળકોને ઉનાળામાં કેસર કેરી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment