Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    35 વીઘા જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી:શીરવાણીયા ગામના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખર્ચમાં 80 ટકાનો ઘટાડો કર્યો

    12 hours ago

    ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક કૃષિના અભિગમને જન જન સુધી પહોંચાડી તેને ખેડૂત અભિયાનનું સ્વરૂપ આપવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે અનેક ખેડૂતો રાસાયણિક ખેતી ના બદલે પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. બોટાદ જિલ્લાના શીરવાણીયા ગામના પ્રગતિશીલ ખેડૂત અને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા વિરાજભાઈ લક્ષ્મણભાઈ પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. પ્રાકૃતિક કૃષિના કારણે તેમણે ખેતીના ખર્ચમાં આશરે 80 ટકાનો ઘટાડો કર્યો છે. શિરવાણીયા ગામના ખેડૂત વિરાજભાઈ પાસે 35 વીઘા જમીન છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેઓ પોતાના ખેતરમાં મગફળી, મરચાં, તુવેર, ટામેટાં અને કારેલાં સહિતના વિવિધ પાકોનું ઉત્પાદન કરે છે. તેઓ પોતાના ખેતરમાં ઉત્પાદિત શાકભાજીનું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરે છે. સાથે જ વડોદરા જિલ્લામાં પણ તેમના ઉત્પાદિત શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીથી મળતા લાભોથી પ્રભાવિત વિરાજભાઈ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃ તિક ખેતી અપનાવવાથી ખેતી પાછળના ખર્ચમાં આશરે 80 ટકાનો ઘટાડો થયો છે. આત્મા પ્રોજેક્ટના માધ્યમથી પ્રાકૃતિક કૃષિની પ્રેરણા મળી શીરવાણીયા ગામના ખેડૂત વિરાજભાઈને આત્મા પ્રોજેક્ટના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પ્રેરણા મળી હતી. તેઓ પોતાના ઉમા ફાર્મ ખાતે અન્ય ખેડૂતોને આમંત્રિત કરી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, ખર્ચમાં થતો ઘટાડો અને ઊભા પાકની સફળતા અંગે પ્રત્યક્ષ માહિતી આપે છે. તેમના ખેતરની મુલાકાત લેતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વ્યવહારુ પાસાં સમજવા સાથે આ પદ્ધતિ અપનાવવા માટે પ્રેરણા મળે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ફોટો સ્ટોરી:મ્યુનિ.નું બિલ્ડિંગ જ પાઇપોના ટેકે! કોણ નોટિસ આપશે?
    Next Article
    ખેલ મહાકુંભ-2026:22 સપ્ટેમ્બર સુધી‎ રમતવીરો ઓનલાઈન અરજી કરી શકશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment