Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલ મહાકુંભ-2026:22 સપ્ટેમ્બર સુધી‎ રમતવીરો ઓનલાઈન અરજી કરી શકશે‎

    13 hours ago

    સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ-2026નું આયોજન કરાયું છે. આ વર્ષે સ્પર્ધાઓ શાળા, ગ્રામ્ય કક્ષા, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા, મહાનગરપાલિકા કક્ષા અને છેલ્લે રાજ્યકક્ષાએ યોજાશે. ખેલ મહાકુંભ-2026 અંતર્ગત શાળા કક્ષાએ અં-9, અં-11, અં-14 અને અં-17 ની વયજૂથમાં એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓએ ભાગ લેવાનો રહેશે. રમતવીરો ખેલ મહાકુંભ-2026 માં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.28-08-2026 થી શરૂ થઈ તા.22-09-2026 સાંજે 6:00 વાગ્યા સુધી કરી શકશે. તેમજ ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ ફરજિયાત https://khelmahakumb h.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દરેક ખેલાડી પોતાની વયજૂથમાં લાગુ પડતાં કોઈપણ એક વયજૂથમાં મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. બે કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકાશે નહીં. એક જ KMK ID થી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણાશે અને જો વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કારને પાત્ર રહેશે. નિયમ અનુસાર જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જૂના ID થી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. શાળાના અં-9, અં-11, અં-14 અને અં-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી જ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. વયજૂથ પ્રમાણે રમતો - 9 વર્ષથી નીચે: 30 મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ - 11 વર્ષથી નીચે: 50 મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ- 14 વર્ષથી નીચે- એથ્લેટિક્સ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી .17 વર્ષથી નીચે- એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી .ઓપન એજ ગ્રુપ- એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી.- 40 વર્ષથી ઉપર: રસ્સાખેંચ- 60 વર્ષથી ઉપર: રસ્સાખેંચ
    Click here to Read More
    Previous Article
    35 વીઘા જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી:શીરવાણીયા ગામના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખર્ચમાં 80 ટકાનો ઘટાડો કર્યો
    Next Article
    નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો:મોડાસાના દેવરાજ ધામમાં મેડિકલ કેમ્પમાં પંથકના 145 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment