Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો:મોડાસાના દેવરાજ ધામમાં મેડિકલ કેમ્પમાં પંથકના 145 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો

    13 hours ago

    શ્રાવણી પૂનમે મોડાસાના દેવરાજ ધામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં 145 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ધનગીરીજી મહારાજે સમાજસેવા એ જ પ્રભુ સેવા ગણાવી આવા આરોગ્ય લક્ષી કેમ્પ વારંવાર યોજાય તે જ લોક હિતમાં છે. આ સેવાકીય કેમ્પમાં ડૉક્ટર મનન દેવકર (MBBS) તથા તેમની મેડિકલ ટીમ દ્વારા રામદેવજી મહારાજના મંદિરે આવેલા ભાવિક ભક્તોની આરોગ્ય તપાસ કરી તેમને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ​કેમ્પ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુખાવો, માથું દુખવું તેમજ ગભરામણ જેવી સામાન્ય પણ તકલીફદાયક બીમારીઓ માટે દર્દીઓને નિઃશુલ્ક નિદાન, દવાઓ અને જરૂરિયાત મુજબ ઇન્જેક્શન અપાયા હતા. રક્ષાબંધન જેવા તહેવારના દિવસે આરોગ્ય સેવા મળતાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓએ મોટી રાહત અનુભવી હતી. ​શ્રાવણી પૂનમ હોવાથી દેવાયત પંડિતના પવિત્ર ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. આ પ્રસંગે ધનગીરી બાપુએ ભજનોની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    ખેલ મહાકુંભ-2026:22 સપ્ટેમ્બર સુધી‎ રમતવીરો ઓનલાઈન અરજી કરી શકશે‎
    Next Article
    ધનસુરાના કનાલના આધેડના મોતથી તહેવાર શોકમાં ફેરવાયો‎:પૈસા લેવા જાઉં છું કહી નીકળેલા આધેડનો નદીમાંથી મૃતદેહ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment