Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનસુરાના કનાલના આધેડના મોતથી તહેવાર શોકમાં ફેરવાયો‎:પૈસા લેવા જાઉં છું કહી નીકળેલા આધેડનો નદીમાંથી મૃતદેહ મળ્યો

    13 hours ago

    ધનસુરાના કનાલના 51 વર્ષીય દશરથજી પરમાર બુધવારે સાંજે ઘરેથી રામપુરા બાબુભાઈ રબારીના ઘરે પૈસા લેવા જાઉ છું તેમ કહીને નીકળ્યા હતા. દરમિયાન બીજા દિવસે સાંજે કનાલ ગામની સીમમાંથી પસાર થતી બાજુ નદીમાંથી તેમનો મૃતદેહ મળતાં ચકચાર મચી હતી. આ અંગે ધનસુરા પોલીસે તપાસ હાથ ધરી છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે દશરથજીના થયેલા મોતથી પરિવારમાં તહેવારની ખુશી શોકમાં બદલાઈ ગઈ હતી. કનાલ ગામ નજીકથી પસાર થતી માઝૂમ નદીમાંથી મૃતદેહ મળતાં અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ હતી. મૃતકની ઓળખ કનાલ ગામના દશરથજી માસંગજી પરમાર (51) રહે. કનાલ તા.ધનસુરા હોવાની થઈ હતી. મૃતકના પુત્ર શૈલેષકુમાર દશરથજી પરમારે ધનસુરા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પુત્રે પોલીસને કરેલી જાણમાં જણાવ્યું છે કે દશરથજી પરમાર તા. 26 ઓગસ્ટને બુધવારે સાંજે પાંચ કલાકે નીકળ્યા હતા અને તેઓ રામપુરા ગામે રહેતા બાબુભાઈ રબારીને ત્યાં પૈસા લેવા જાઉં છું કહી ચાલતા નીકળ્યા હતા. દરમિયાન મોડી રાત્રિ થવા છતાં તેઓ ઘરે પરત ન ફરતાં પરિજનોએ આડોશ પાડોશમાં તેમજ ગામમાં તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો તા.27 ઓગસ્ટને ગુરુવારે સાંજે 7 કલાકે માઝૂમ નદીમાંથી દશરથજી મૃત મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો:મોડાસાના દેવરાજ ધામમાં મેડિકલ કેમ્પમાં પંથકના 145 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો
    Next Article
    યોગ્ય કામગીરી કરવાની જરૂરિયાત:સોમનાથ હાટ બજારમાં દુકાનોનો કચરો લેવા વાહન જ નથી આવતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment