Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈમ્પેક્ટ‎:મનપાએ લીધેલા સેમ્પલ પર એજન્સીનું નામ નહીં, કોડ નંબર લખાશે

    8 hours ago

    મનપા દ્વારા લેવામાં આવતા અલગ અલગ પ્રકારના રો મટિરિયલના સેમ્પલ ઉપર એજન્સીનું નામ લખવામાં આવતું હોવાથી અને એજન્સીએ ટેસ્ટિંગ ફી ભરવાની હોય સેમ્પલમાં ઘાલમેલ થતી હોવાનું દિવ્યભાસ્કરમા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ હવે સેમ્પલ ઉપર કોડ લખવાનું અને લેબ સાથે એજન્સીનો કોન્ટેક્ટ ના થાય એટલે ટેસ્ટિંગ ફી મનપા હસ્તક ભરવા સહિતના નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. મનપા દ્વારા હવે ગુણવત્તા નિયંત્રણ કાર્યપદ્ધતિ જાહેર કરવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ હવે કામના સ્થળેથી લેવામાં આવતા સેમ્પલ પર કોન્ટ્રાક્ટર કે પ્રોજેક્ટનું નામ લખવાને બદલે ગુપ્ત કોડ અને સીલનો ઉપયોગ કરવામાં આવશે. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલતી વખતે માત્ર કોડના આધારે તપાસ કરવામાં આવશે, જેથી સેમ્પલ કયા કોન્ટ્રાક્ટરનું છે તેની જાણ લેબોરેટરીના કર્મચારીઓને પણ નહીં રહે અને એજન્સીને પણ નહીં થાય અગાઉ લેબોરેટરી સાથે સીધો સંપર્ક હોવાથી સેમ્પલના પરીક્ષણને પ્રભાવિત કરવાની શક્યતા રહેતી હતી. નવી કાર્યપદ્ધતિમાં આ પ્રકારની સંભાવનાઓને દૂર કરવા માટે સેમ્પલિંગથી લઈને લેબોરેટરી સુધીની પ્રક્રિયામાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. નવી વ્યવસ્થામાં સ્થળ પરથી રોડ, સિમેન્ટ, સ્ટીલ સહિતની સામગ્રીના સેમ્પલ લેવામાં આવશે ત્યારે જ તેને સીલ કરીને તેના પર કોડ લગાવવામાં આવશે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલતી વખતે કોન્ટ્રાક્ટરનું નામ, કામનું નામ અથવા પ્રોજેક્ટની ઓળખ આપતી કોઈ વિગતો આપવામાં આવશે નહીં. માત્ર કોડના આધારે સેમ્પલનું પરીક્ષણ થશે. જેના કારણે લેબોરેટરીના કર્મચારીઓને પણ સેમ્પલ કયા કામ અથવા કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલો છે તેની જાણ નહીં થાય. મનપા દ્વારા નિયંત્રણ ટીમોની વ્યવસ્થા કરવામાં આવશે. આ ટીમો દ્વારા નિયમિત તપાસ ઉપરાંત અચાનક સ્થળ તપાસ પણ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરને અગાઉથી જાણ કર્યા વગર સ્થળ પર પહોંચીને કામની ગુણવત્તા અને સ્થિતિની ચકાસણી કરવામાં આવશે. આ રીતે કામ દરમિયાન જ ખામી પકડવાનો પ્રયાસ કરવામાં આવશે તેમજ ટેસ્ટિંગ ચાર્જની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ કોન્ટ્રાક્ટરો સીધી રીતે લેબોરેટરીમાં પરીક્ષણની ફી ચૂકવતા હતા. હવે ટેસ્ટિંગ ચાર્જની રકમ મહાનગરપાલિકા પોતાના ખાતામાં જમા લેશે અને ત્યારબાદ ડીડી મારફતે લેબોરેટરીને ચૂકવણી કરશે. આ ફેરફારથી કોન્ટ્રાક્ટર અને લેબોરેટરી વચ્ચેનો સીધો નાણાકીય સંપર્ક દૂર થશે અને સેમ્પલ મા ગેરરીતિ થતી હોવાની શક્યતા બંધ થઈ જશે. સાત દિવસ નો સમય નહીં તો એજન્સી બ્લેકલિસ્ટ નવી કાર્યપદ્ધતિ હેઠળ તપાસ દરમિયાન કોઈ ખામી સામે આવે તો તેને સુધારવા માટે કોન્ટ્રાક્ટરને સાત દિવસનો સમય આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ખામી દૂર કરીને તેની કામગીરીનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. જોકે રોડ અથવા બ્રિજના કામમાં માળખાકીય સલામતી સાથે સંકળાયેલી ગંભીર ખામી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી સ્થિતિમાં કામ તાત્કાલિક અટકાવી દેવામાં આવશે અને બે દિવસમાં જરૂરી સુધારો કરવાની કાર્યવાહી કરવી પડશે નહીં તો કોન્ટ્રાકટર ને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બ્યુટિફિકેશન:વ્યારા શ્રીરામ તળાવને પ્રવાસન સ્પોટ બનાવ્યું પણ શૌચાલયમાં પાણી જ નથી
    Next Article
    અધિક કલેકટરની કોર્ટમાં આવ્યો અજીબો ગરીબ કિસ્સો:રાજકોટમાં 2017માં મૃત્યુ પામનાર મહિલા સામે 2022માં અનસ્ટેમ્પડ માંસ વેચાણ અંગેનો કેસ નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment