Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિક કલેકટરની કોર્ટમાં આવ્યો અજીબો ગરીબ કિસ્સો:રાજકોટમાં 2017માં મૃત્યુ પામનાર મહિલા સામે 2022માં અનસ્ટેમ્પડ માંસ વેચાણ અંગેનો કેસ નોંધ્યો

    8 hours ago

    રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં નિવાસી અધિક કલેકટર અને એજ્યુકેટિંગ ઓફિસર જય બારોટની કોર્ટમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ મનપાની ફૂડ વિભાગના ફૂડ ઈન્સ્પેક્ટરે પરાબજારમાં કૃષ્ણપરા મટન માર્કેટમાં 22/11/2022 ના રોજ 2017 માં મૃત્યુ પામેલી મહિલાએં સરકારી કાગળ પર જીંવત કરીને તેની સહી લઈને અનહાઈજેનીક અને અનસ્ટેમ્પડ મીટ વેચાણ અંગેનો કેસ નોંધીને પંચરોજ કામ કરી મૃતક અભણ મહિલાની ઇંગ્લીશમાં સહી પણ કરાવવામાં આવી હતી. આ અંગે મૃતક મહિલાના મોટાપુત્રે મરણ દાખલો સહિતના કાગળો, દુકાન બંધ હોવા અંગેના પુરાવા રજૂ કરતા ફૂડ ઈન્સ્પેક્ટરે કરેલી કાયદાકીય પ્રકિયા અંગેની કામગીરી અંગે સવાલો ઉભા થયા છે. આ એક અત્યંત ચોંકાવનારો અને હાસ્યાસ્પદ કિસ્સાથી ભારે ચર્ચાનો વિષય બન્યો છે. એજ્યુકેટિંગ ઓફિસર જય બારોટની કોર્ટમાં ચાલતા કેસ નંબર 181/22 માં હજુ સુધી ત્રણ તારીખો પડી છે. આ કેસ મનપાના આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફિસર કે.એમ રાઠોડ દ્વારા જુંબેદાબેન કરીમભાઇ ચૌહાણ રહે. કૃષ્ણપરા પરાબજારની સામે દાખલ કરવામાં આવ્યો હતો.આ કેસમાં 06/05/2017 ના રોજ મૃત્યુ પામનાર જુંબેદાબેન ચૌહાણ વતી તેમના મોટા પુત્ર ગફારભાઈ કરીમભાઇ ચૌહાણ ઉપસ્થિત રહયા હતા. ગફારભાઈ ચૌહાણે દલીલ કરી હતી કે મારી માતા ઝુબેદાબેન કરીમભાઈ ચૌહાણનું અવસાન તા. 06/05/2017 ના રોજ થઈ ચૂક્યું છે અને તેની નોંધણી રાજકોટ મનપાના જન્મ-મરણ ચોપડે પણ થયેલી છે. તેમ છતાં, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 22/11/2022 ના રોજ તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ ગુનો નોંધી કેસ ચલાવવામાં આવી રહ્યો છે. મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરે 22/11/2022 ના રોજ કામ પંચનામામાં દર્શાવ્યું હતું કે તેમણે “ઝુબેદાબેનને રૂબરૂ પૂછતા તેમણે કાયદાકીય હકીકત જણાવેલ છે”. આ ઉપરાંત, રોજકામમાં ઝુબેદાબેને શુદ્ધ બુદ્ધિથી વાંચી-સમજીને સ્થળ પર સહી કરી આપ્યાનું લખવામાં આવ્યું છે. કાગળો મુજબ, જે વ્યક્તિ ૨૦૧૭માં મૃત્યુ પામી હોય તે ૨૦૨૨માં સ્થળ પર રૂબરૂ હાજર રહીને સહી કેમ કરી શકે? આથી આ સમગ્ર રોજકામ બોગસ અને ઉપજાવી કાઢેલું હોવાનો સામ પક્ષે આરોપ લગાવ્યો છે. પોતાના માતા અભણ હોવા છતાં તેમને જીવંત કરી ઇંગ્લીશમાંસહી લીધેલી છે. ‘’’’મજુદાબેન કરીમભાઈ ચૌહાણ’’’’ નામની કોઈ જ વ્યક્તિ તેમના કુટુંબમાં નથી, તેમ છતાં નોટિસ અને પંચનામામાં આ નામનો ઉલ્લેખ કરીને મનપાના અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી છે.આવી બેદરકારી દાખવનાર સામે મ્યુ. કમિશનર અથવા ઉચ્ચ અધિકારી દ્વારા ખાતાકીય તપાસ પણ થવી જોઈએ. ફૂડ સેફટી ઓફિસરનો લૂલો બચાવ એજ્યુકેટિંગ ઓફિસર જય બારોટની કોર્ટમાં ફરિયાદી બનનાર આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફિસર કે.એમ રાઠોડે લૂલો બચાવ કરતા કહ્યું કે મને કઈ યાદ નથી, મારે પણ ઓફિસે કાગળ જોવા પડશે. હું કાલે જોઈ લઈશ કાગળ કઈ રીતે થયા છે
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈમ્પેક્ટ‎:મનપાએ લીધેલા સેમ્પલ પર એજન્સીનું નામ નહીં, કોડ નંબર લખાશે
    Next Article
    જન્માષ્ટમી બાદ તુરંત પરીક્ષા: પેપર ડાઉનલોડિંગનું CCTV રેકોર્ડિંગ ફરજિયાત:8 સપ્ટેમ્બરથી યુનિ.ની સેમેસ્ટર-3 અને 4ની સપ્લીમેન્ટરી પરીક્ષા લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment