Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માષ્ટમી બાદ તુરંત પરીક્ષા: પેપર ડાઉનલોડિંગનું CCTV રેકોર્ડિંગ ફરજિયાત:8 સપ્ટેમ્બરથી યુનિ.ની સેમેસ્ટર-3 અને 4ની સપ્લીમેન્ટરી પરીક્ષા લેવાશે

    9 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જન્માષ્ટમીની રજાઓ પછી શૈક્ષણિક વર્ષ 2025-26ની સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-4ની સપ્લીમેન્ટરી પરીક્ષાઓ તા. 8 સપ્ટેમ્બરથી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાઓ બે અલગ-અલગ સત્રમાં યોજાશે. જેમાં સેમેસ્ટર-3ની પરીક્ષા સવારે 10:30 થી બપોરે 1:00 વાગ્યા દરમિયાન અને સેમેસ્ટર-4ની પરીક્ષા બપોરે 2:30 થી સાંજે 5:00 વાગ્યા દરમિયાન લેવાશે. વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વની બાબત એ છે કે આ સપ્લીમેન્ટરી પરીક્ષાઓનું પરિણામ આવ્યા બાદ પુન: મૂલ્યાંકન કરવામાં આવશે નહીં. પરીક્ષા કાર્યક્રમની વિગત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્ય અને અનુસ્નાતક ભવનના અધ્યક્ષને મોકલી દેવાઈ છે. આ સપ્લીમેન્ટરી પરીક્ષા બીએ, બીએસડબલ્યુ, બીબીએ, બીકોમ, બીસીએ, બીએસસી આઈટી, બીએસસી, બીએસસી હોમ સાયન્સ, બીપીએ, બીઆરએસ અને એલએલબીના સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-4 ના વિદ્યાર્થીઓ માટે યોજાશે. QPDS સિસ્ટમ દ્વારા પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવાની સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી ફૂટેજ રેકોર્ડિંગ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ આ 4 મહત્વના નિયમો ખાસ ધ્યાને રાખો 1. પુન: મૂલ્યાંકન નહીં થાય | સપ્લીમેન્ટરી પરીક્ષામાં જે ગુણ આવશે તે આખરી ગણાશે, તેથી વિદ્યાર્થીઓએ પેપરમાં ઉત્તરો લખતી વખતે ખાસ ચોકસાઈ રાખવી પડશે. 2. રિપોર્ટિંગ ટાઈમ | સેમેસ્ટર-3 ના વિદ્યાર્થીઓએ સવારે 10:00 વાગ્યે અને સેમેસ્ટર-4 ના વિદ્યાર્થીઓએ બપોરે 2:00 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું હિતાવહ રહેશે. 3. હોલ ટિકિટ અને આઈ-કાર્ડ | કોલેજનું ઓળખપત્ર તેમજ હોલ ટિકિટ વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. 4. વર્ષ-2019નો અભ્યાસક્રમ | 2019 ના સિલેબસ વાળા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લા કેન્દ્રની નિયુક્ત કોલેજની વિગત અગાઉથી મેળવી લેવી.
    Click here to Read More
    Previous Article
    અધિક કલેકટરની કોર્ટમાં આવ્યો અજીબો ગરીબ કિસ્સો:રાજકોટમાં 2017માં મૃત્યુ પામનાર મહિલા સામે 2022માં અનસ્ટેમ્પડ માંસ વેચાણ અંગેનો કેસ નોંધ્યો
    Next Article
    યુવા ઇનોવેટર્સ રોબોટિક્સમાં કૌશલ્ય સાબિત કરશે:‘રોબોફેસ્ટ 6.0’માં વિદ્યાર્થીઓ ટેકનોલોજીનું સર્જન કરશે, કૃષિ, હેલ્થકેરના ઉકેલો મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment