Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્યુટિફિકેશન:વ્યારા શ્રીરામ તળાવને પ્રવાસન સ્પોટ બનાવ્યું પણ શૌચાલયમાં પાણી જ નથી

    7 hours ago

    વ્યારા નગરપાલિકા દ્વારા શહેરના આકર્ષણ કેન્દ્ર સમાન શ્રીરામ તળાવ અને જલવાટિકા તળાવને સુંદર પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યું છે, પરંતુ પાલિકા પાયાની સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે. તળાવ પરિસરમાં બનાવાયેલા જાહેર શૌચાલયોમાં પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી તે માત્ર ‘શોભાના ગાંઠિયા’ બનીને રહી ગયા છે. શ્રીરામ તળાવ ખાતે રોજેરોજ સવાર-સાંજ સેંકડો નગરજનો મોર્નિંગ તેમજ ઇવનિંગ વોક માટે આવે છે. ઉપરાંત વીકેન્ડમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી પરિવારો સાથે મુલાકાતીઓ ઉમટી પડે છે. આવા સમયે શૌચાલયમાં પાણીનું એક ટીપું પણ ન હોવાથી ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોને ભારે ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. નગરજનોની માગ છે કે પાલિકા તળાવ પરિસરમાં વોટર ટેન્ક અને કનેક્શનની કાયમી વ્યવસ્થા કરી નિયમિત સફાઈ માટે સ્ટાફ તૈનાત કરે. બ્યુટિફિકેશનના તાયફા વચ્ચે ‘મેન્ટેનન્સ પોલિસી’ ગાયબ | તળાવ બ્યુટિફિકેશન, પેવર બ્લોક અને લાઇટિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચાયા, પરંતુ ૨૪ કલાક પાણી પુરવઠો આપવા માટે ઓવરહેડ ટેન્ક કે સમ્પ પંપની સુવિધા કેમ ઊભી ન કરાઈ? સક્ષમ જાહેર શૌચાલય ઉપલબ્ધ ન હોવાને કારણે ઓપન સ્પેસમાં ગંદકી વધે છે, જે પાલિકાની સ્વચ્છતા રેન્કિંગ સામે પણ સવાલ ઉભા કરે છે.
    Click here to Read More
    Previous Article
    દૂર-દૂરથી આવતા મુલાકાતીઓને ભારે હાલાકી‎:પોરબંદર શહેરમાં લાખોના ખર્ચે બનેલા ‘અટલ વન’માં સમયની પાબંધીથી શહેરીજનો અને પ્રવાસીઓ પરેશાન
    Next Article
    ભાસ્કર ઈમ્પેક્ટ‎:મનપાએ લીધેલા સેમ્પલ પર એજન્સીનું નામ નહીં, કોડ નંબર લખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment