Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂર-દૂરથી આવતા મુલાકાતીઓને ભારે હાલાકી‎:પોરબંદર શહેરમાં લાખોના ખર્ચે બનેલા ‘અટલ વન’માં સમયની પાબંધીથી શહેરીજનો અને પ્રવાસીઓ પરેશાન

    7 hours ago

    પોરબંદર મનપા દ્વારા તાજેતરમાં લાખોના ખર્ચે બનાવેલ અટલ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આ બગીચામાં બપોરના સમયે તાળબંધી કરી દેવામાં આવતી હોવાથી દૂર દૂરથી આવતા પ્રવાસીઓ અને શહેરીજનો હાલાકી વેઠવી પડે છે. પોરબંદરમાં સ્થાનિક લોકો અને બહારથી આવતા પ્રવાસીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે હરવા-ફરવાના સ્થળ એવા અટલ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા અહીં રાખવામાં આવેલી સમયની કડક પાબંધી હવે શહેરીજનો અને બહારગામથી આવતા પ્રવાસીઓ માટે મોટી મુશ્કેલીનું કારણ બની ગઈ છે. તંત્ર દ્વારા અટલ વનને માત્ર વહેલી સવારે અને સાંજના સમયે જ લોકો માટે ખુલ્લું રાખવામાં આવે છે. બપોર થતાં જ અટલ વનના મુખ્ય દરવાજા પર તાળાબંધી કરી દેવામાં આવે છે. લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલી આ સુવિધાનો બપોરના સમયે કોઈ ઉપયોગ થઈ શકતો નથી, જેના કારણે સામાન્ય જનતામાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહારથી આવતા પ્રવાસીઓ અટવાયા‎ પોરબંદર ગાંધીભૂમિ હોવાથી અહીં રોજના સેંકડો પ્રવાસીઓ અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી મુલાકાતે આવે છે. બપોરના સમયે જ્યારે પ્રવાસીઓ અટલ વનની મુલાકાતે પહોંચે છે, ત્યારે દરવાજે તાળા લટકેલા જોઈને તેમને ભારે નિરાશા સાંપડે છે. દૂર દૂરથી ભાડાના વાહનો કરીને આવતા પરિવારોને ધોમધખતા તાપમાં બહાર જ ઊભા રહેવું પડે છે અથવા ત્યાંથી પાછા ફરી જવું પડે છે.
    Click here to Read More
    Previous Article
    ભાગવત ન્યૂયોર્કમાં વિશ્વના પ્રથમ ઇસ્કોન મંદિર પહોંચ્યા:કહ્યું- દુનિયામાં અનેક પ્રકારના સંઘર્ષો , કૃષ્ણ ચેતનાથી જ શાંતિ આવી શકે છે
    Next Article
    બ્યુટિફિકેશન:વ્યારા શ્રીરામ તળાવને પ્રવાસન સ્પોટ બનાવ્યું પણ શૌચાલયમાં પાણી જ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment