Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મૂર્ખાઓ, એક મુસ્લિમ બીજા મુસ્લિમને રાખડી બાંધે?':ઝરીના વહાબ દાઉદને રાખડી બાંધતી હોવાના દાવા પર પતિ આદિત્ય પંચોલી ભડક્યો હતો

    1 day ago

    2000ના દાયકામાં કેટલાક હિન્દી અખબારો અને મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મુંબઈમાં આદિત્ય પંચોલીની 'દાદાગીરી' એટલા માટે ચાલે છે કારણ કે તેની પત્ની અને એક્ટ્રેસ ઝરીના વહાબ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને રાખડી બાંધે છે. આ દાવા પર આદિત્ય પંચોલીએ સખત નારાજગી વ્યક્ત કરી હતી. 'આપ કી અદાલત'માં આપેલા એક જૂના ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું, 'મારી પત્ની 17 વર્ષની ઉંમરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. આજ સુધી તેના પર એક પણ આંગળી ઉઠી નથી. તે એક મુસ્લિમ સ્ત્રી છે. હું કહું છું, તે પવિત્ર છે, દેવી છે.' તેણે આગળ કહ્યું હતું, 'તેના વિશે લખવામાં આવ્યું હતું કે તે એટલા માટે દાદાગીરી કરે છે કારણ કે આદિત્ય પંચોલીની પત્ની ઝરીના વહાબ, દાઉદ ઇબ્રાહિમને રાખડી બાંધે છે. અરે મૂર્ખાઓ, લખતા પહેલા વિચારો, શું એક મુસલમાન, મુસલમાનને રાખડી બાંધે છે?' આદિત્ય અને ઝરીનાની મુલાકાત 1986માં થઈ હતી આદિત્ય પંચોલી અને ઝરીના વહાબની લવ સ્ટોરી બોલિવૂડની સૌથી ચર્ચિત અને અનોખી વાર્તાઓમાંની એક છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 1986માં નારી હીરાની વીડિયો ફિલ્મ ‘કલંક કા ટીકા’ના સેટ પર થઈ હતી. ઝરીના વહાબના મતે, આદિત્ય તેનાથી ઉંમરમાં લગભગ 5 વર્ષ નાનો હતો અને પહેલી મુલાકાતમાં જ તેને ખૂબ હેન્ડસમ લાગ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને તેમને પ્રેમ થઈ ગયો. બંનેનો પ્રેમ એટલો પ્રગાઢ બન્યો કે પહેલી મુલાકાતના માત્ર 15 થી 20 દિવસની અંદર જ બંનેએ વર્ષ 1986માં લગ્ન કરી લીધા. આ લગ્ન તે સમયે એટલા માટે પણ ખૂબ ચર્ચામાં રહ્યા કારણ કે ઝરીના મુસ્લિમ હતી અને આદિત્ય હિંદુ. ઝરીનાના માતા સંબંધને લઈને ચિંતિત હતાં ઝરીનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની માતા શરૂઆતમાં આ સંબંધને લઈને ખૂબ ચિંતિત હતી, કારણ કે આદિત્ય બીજા ધર્મના હતા અને ઉંમરમાં નાના હતા. પરંતુ ઝરીનાએ પોતાની માતાને સમજાવતા કહ્યું હતું, 'મા, હિંદુ-મુસલમાન બધા એક જેવા છે. તમે જ કહો છો કે અલ્લાહની મરજી વગર એક પાંદડું પણ હલી શકતું નથી. તો મારી જિંદગીનો આટલો મોટો નિર્ણય પણ અલ્લાહે જ લીધો છે. આ નિર્ણય મેં નહીં, તેમણે લીધો છે.' ઝરીનાની વાત સાંભળીને તેમના પરિવારે આ લગ્નને સ્વીકારી લીધા. ઝરીનાએ 'લહેરે'ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન નિકાહની રીતે થયા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આદિત્યએ ઇસ્લામ કબૂલ કર્યો હતો, તો તેણે કહ્યું, “તેણે ધર્મ બદલ્યો ન હતો, પરંતુ મુસ્લિમ રીતિ મુજબ તેને પોતાનું નામ બદલવું પડ્યું હતું, તેથી તેણે તેમ કર્યું.' ઝરીના વહાબે જણાવ્યું હતું કે, તેમની દીકરીનું નામ સના એક પાકિસ્તાની શોના પાત્રથી પ્રેરિત હતું. જ્યારે દીકરાનું નામ સૂરજ રાખવામાં આવ્યું, કારણ કે આદિત્યની એક ફિલ્મમાં તેના પાત્રનું નામ સૂરજ હતું. બાળકોના નામ મુસ્લિમ કે હિંદુ રાખવા અંગે પરિવારમાં કોઈ ચર્ચા થઈ ન હતી. ઝરીનાએ કહ્યું હતું કે સના અને સૂરજને પોતાની ધાર્મિક ઓળખ જાતે પસંદ કરવાની આઝાદી આપવામાં આવી હતી. બંનેની કારકિર્દીની વાત કરીએ તો, ઝરીના વહાબે 1970ના દાયકામાં ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી. 1976ની 'ચિતચોર' અને 1977ની 'ઘરૌંદા' તેની જાણીતી ફિલ્મોમાં સામેલ છે. 'ઘરૌંદા' માટે તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેશન પણ મળ્યું હતું. તેમણે હિન્દીની સાથે મલયાલમ અને અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું. બાદમાં તે ટીવી અને ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકાઓમાં પણ જોવા મળી. આદિત્ય પંચોલીએ 1980ના દાયકામાં અભિનયની શરૂઆત કરી. ‘દયાવાન’, ‘કબ તક ચૂપ રહુંગી’, ‘કાતિલ’ જેવી ફિલ્મોથી તેણે ઓળખ બનાવી. આગળ જતાં ‘યસ બોસ’, ‘બોડીગાર્ડ’, ‘રેસ 2’, ‘જય હો’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેની કારકિર્દીમાં હીરોની સાથે વિલન અને કેરેક્ટર રોલ પણ મહત્વના રહ્યા.
    Click here to Read More
    Previous Article
    બોલિવૂડ સેલેબ્સની રક્ષાબંધન, PHOTOs:ક્રિતીના કટાક્ષથી લઈને સલમાન-કંગના અને રણબીર-રિદ્ધિમાના ક્યુટ અંદાજની ખાસ ઝલક
    Next Article
    ટાટા સફારી કારમાં પોષડોડાની ફેરાફેરી:ધાનેરામાં 228.7 કિલોનો માદક પદાર્થ ઝડપાયો, ડીસા થઈ રાજસ્થાન જતી ગાડીમાં જથ્થો ઝડપાયો, ચાલક ફરાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment