Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાટા સફારી કારમાં પોષડોડાની ફેરાફેરી:ધાનેરામાં 228.7 કિલોનો માદક પદાર્થ ઝડપાયો, ડીસા થઈ રાજસ્થાન જતી ગાડીમાં જથ્થો ઝડપાયો, ચાલક ફરાર

    1 day ago

    બનાસકાંઠા રેન્જ પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક ટાટા સફારી ગાડીમાંથી 228.7 કિલોગ્રામ પોષડોડા ઝડપી પાડીને વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 50.30 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે ચાલક ફરાર થઈ ગયો છે. આ દરમિયાન રેન્જ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, ગ્રે કલરની ટાટા સફારી ગાડી (નંબર 23-BH-8188-C) માં ગેરકાયદે માદક પદાર્થ ભરીને ડીસા-ધાનેરા થઈને રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ધાનેરા ખાતે વોચ ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ ટાટા સફારી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચેકિંગ જોઈને ગાડીનો ચાલક અને તેની સાથેનો અન્ય ઈસમ વાહન મૂકીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી કાળા રંગના કુલ 12 કટ્ટા મળી આવ્યા હતા, જેમાંથી 228.7 કિલો પોષડોડા (કિંમત અંદાજે 34.30 લાખ રૂપિયા) જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 16 લાખ રૂપિયાની કિંમતની ટાટા સફારી અને અલગ-અલગ રાજ્યોની નંબર પ્લેટની 6 જોડ સહિત કુલ 50.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 15(C) અને 29 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) ની સૂચનાથી રેન્જ વિસ્તારમાં NDPS નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અટકાવવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'મૂર્ખાઓ, એક મુસ્લિમ બીજા મુસ્લિમને રાખડી બાંધે?':ઝરીના વહાબ દાઉદને રાખડી બાંધતી હોવાના દાવા પર પતિ આદિત્ય પંચોલી ભડક્યો હતો
    Next Article
    વલસાડના માછીમારોએ નાળિયેરી પૂનમે નવી સીઝન શરૂ કરી:ડીઝલના ભાવ અને જેટીના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી, એક સક્ષમ બંદર બનાવવાની માગ દોહરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment