Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર જેલમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી:રક્ષાબંધનની ઉજવણીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા, ભાઈ-બહેન ચોધાર આંસુએ રડ્યાં

    12 hours ago

    આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે છોટા ઉદેપુર સબ જેલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેલમાં બંધ બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના પ્રતીક સમા આ તહેવાર પર, બહેનોએ પોતાના ભાઈઓની રક્ષા માટે પ્રાર્થના કરી હતી, જ્યારે ભાઈઓએ તેમની રક્ષાનું વચન આપ્યું હતું. જેલમાં આ પ્રસંગે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જેલ તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં, વિવિધ ગુનાઓમાં જેલમાં રહેલા બંદીવાનોને તેમની બહેનો સાથે મુલાકાત કરાવી રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનો એકબીજાને ભેટી પડ્યા હતા. છોટા ઉદેપુર સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ધીરુભાઈ પરમાર દ્વારા રક્ષાબંધન નિમિત્તે બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી તમામ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ રેડક્રોસે રક્ષાબંધનમાં રક્તદાતાઓનો આભાર માન્યો:માનવજીવન બચાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી, 'દર્દી દેવો ભવ' સાર્થક કરાયું
    Next Article
    મોડાસા સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:બહેનોએ અશ્રુભીની આંખે ભાઈઓને બાંધી રાખડી બાંધી, જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment