Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ રેડક્રોસે રક્ષાબંધનમાં રક્તદાતાઓનો આભાર માન્યો:માનવજીવન બચાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી, 'દર્દી દેવો ભવ' સાર્થક કરાયું

    12 hours ago

    ગીર સોમનાથના વેરાવળ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગિરસોમનાથ જિલ્લા શાખા દ્વારા રક્ષાબંધન પૂર્વે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન અતુલભાઈ કાનાબારની આગેવાની હેઠળ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ 'દર્દી દેવો ભવ'ની પંક્તિને સાર્થક કરવાનો અને માનવજીવન બચાવવામાં નિમિત્ત બનતા રક્તદાતાઓનો આભાર માનવાનો હતો. સંસ્થાના એમડી પેથોલોજીસ્ટ ડો. ખેવનાબેન કારાવડીયાએ જણાવ્યું હતું કે, સંસ્થા છેલ્લા બે વર્ષથી રક્ષાબંધનની ઉજવણી કરી રહી છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ દર્દીઓ અને ખાસ કરીને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેઓ રક્તદાન થકી માનવ જિંદગી બચાવવાની મોહિમમાં જોડાયેલા છે. તેમણે ઉમેર્યું કે, રેડક્રોસ વિશ્વ સ્તરે 78 દેશોમાં કાર્યરત છે અને આ સંસ્થાનો ભાગ બનવું ગૌરવની વાત છે. વેરાવળ ખાતેની આ સંસ્થા 2022 થી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના થેલેસેમિયા પીડિત બાળકોને નિઃશુલ્ક બ્લડ પૂરું પાડવામાં તે અગ્રેસર રહી છે. આ ઉપરાંત, સંસ્થા રાહત દરે બ્લડ બેંક, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, આયુર્વેદિક પંચકર્મ શિરોધારા ઉપચાર કેન્દ્ર, ફર્સ્ટ એડ ટ્રેનિંગ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. જિલ્લામાં જરૂરિયાતવાળા દર્દીઓને સ્વ. નયનાબેન નૌતમલાલ રાચ્છ પ્રેરિત નિઃશુલ્ક સર્જીકલ સાધનો વાપરવાની સેવા પણ ઉપલબ્ધ છે. રેડક્રોસ આરોગ્ય ક્ષેત્રે, ખાસ કરીને ઈમરજન્સી ઓપરેશનવાળા દર્દીઓ અને કેન્સરના દર્દીઓને રક્તની જરૂરિયાત ઊભી થતા, રક્ત પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જિલ્લાની સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા રક્તદાન કેમ્પ યોજી 'રક્તદાન મહાદાન'ની પંક્તિને સાર્થક કરવામાં આવે છે. આ રક્ષાબંધન ઉજવણી પ્રસંગે રેડ ક્રોસ આરોગ્ય ભવન ખાતે ચેરમેન અતુલ એમ કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટ એન ઉનડકટ, પૂર્વ સેક્રેટરી સેવારામ મૂલચંદાણી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, સમીર ચંદરાણી, સેક્રેટરી અનિશ રાચ્છ, કમિટી મેમ્બર ઉપેન્દ્રભાઈ તન્ના, પરાગભાઈ ઉનડકટ, ડો. મુકેશભાઈ ચગ, ગીરીશભાઈ વોરા, વિમલભાઈ ગજ્જર સહિત સભ્યો તેમજ મેનેજમેન્ટ સ્ટાફ વતી રાધાકૃષ્ણ પમનાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કમિટી સભ્ય એડવોકેટ ઉપેન્દ્રભાઈ તન્નાની વેરાવળ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન પદે નિમણૂક થતા તેમને સાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શામળાજીમાં રક્ષાબંધને ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ:આદિકાળથી ચાલી આવતી પરંપરા, વિશેષ શણગાર સાથે હજારો ભક્તોએ દર્શન કર્યા
    Next Article
    છોટા ઉદેપુર જેલમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી:રક્ષાબંધનની ઉજવણીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા, ભાઈ-બહેન ચોધાર આંસુએ રડ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment