Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં રક્ષાબંધને ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ:આદિકાળથી ચાલી આવતી પરંપરા, વિશેષ શણગાર સાથે હજારો ભક્તોએ દર્શન કર્યા

    13 hours ago

    સમગ્ર દેશની સાથે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ રક્ષાબંધનનો તહેવાર ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી, જેના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે, મંદિરના પૂજારી દ્વારા ભગવાન શામળિયાના હાથે સોનાની રાખડી બાંધવામાં આવી હતી. આ સાથે ભગવાન શામળિયા હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાયા હોવાનો ભાવ વ્યક્ત થયો હતો. ભગવાન શામળિયાને આ પર્વ નિમિત્તે વિશેષ સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. સવારની શણગાર આરતીમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. સામાન્ય રીતે, બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેના મંગળની કામના કરે છે અને ભાઈ બહેનની રક્ષા માટે બંધાય છે. જોકે, શામળાજીમાં ભક્તોએ ભગવાનને રાખડી બાંધી પોતાના કલ્યાણની પ્રાર્થના કરી હતી, જે આદિકાળથી ચાલી આવતી પરંપરા છે કે ભગવાન ભક્તની વ્હારે આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભગવાનને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી. શામળાજી ખાતે આવેલા હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરીને આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના આંગણે અનોખી રક્ષાબંધન:મુસ્લિમ ભાઈને 25 વર્ષથી રાખડી બાંધે છે હિન્દુ બેન, જીવશું ત્યાં સુધી આ સંબંધ નિભાવશું
    Next Article
    ગીર સોમનાથ રેડક્રોસે રક્ષાબંધનમાં રક્તદાતાઓનો આભાર માન્યો:માનવજીવન બચાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી, 'દર્દી દેવો ભવ' સાર્થક કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment