Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:બહેનોએ અશ્રુભીની આંખે ભાઈઓને બાંધી રાખડી બાંધી, જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

    10 hours ago

    અરવલ્લી જિલ્લાની મોડાસા સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલમાં બંધ કેદી ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. આ ઉજવણી ભાઈ-બહેનના સંબંધોને જેલની દીવાલો વચ્ચે પણ જીવંત રાખવાનો પ્રયાસ હતો. રક્ષાબંધનના પવિત્ર દિવસે કેદીઓની બહેનો મોડાસા સબ જેલ પહોંચી હતી. તેમણે પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધી, તેમના લાંબા આયુષ્ય અને જેલમુક્ત થયા બાદ સુખી જીવનની કામના કરી હતી. ભાઈઓએ પણ બહેનોને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. મોડાસા સબ જેલ દ્વારા રક્ષાબંધન જેવા પર્વોની ઉજવણી તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કેદીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવે છે. જેલનો ઉદ્દેશ્ય કેદીઓને સુધારવાનો અને તેમને જેલમાંથી બહાર નીકળ્યા બાદ સારું જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. મોડાસા સબ જેલ અધિક્ષક બી.એમ. પારધીએ જણાવ્યું હતું કે, જેલમાં કુલ ૧૪૪ કેદીઓ બંધ છે. તેમણે ઉમેર્યું કે, "આવા આયોજનો કેદીઓના મનોબળને ઊંચું રાખવામાં મદદ કરે છે અને તેમને સકારાત્મક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. આનાથી કેદીઓને અનુભવાય છે કે સમાજ અને પરિવાર હજુ પણ તેમની સાથે જોડાયેલા છે." રક્ષાબંધનની આ ઉજવણીએ સાબિત કર્યું કે, ભાઈ-બહેનનો પ્રેમ કોઈ પણ દીવાલ કે બંધનોથી ઉપર છે અને તે કેદીઓને સમાજ સાથે ફરી જોડાવાની આશા આપે છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુર જેલમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી:રક્ષાબંધનની ઉજવણીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા, ભાઈ-બહેન ચોધાર આંસુએ રડ્યાં
    Next Article
    A major threat is coming to Nepal | નેપાળ પર આવી રહ્યો છે મોટો ખતરો | Tibet-Nepal border | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment