Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ:રાષ્ટ્રીય રમતગમત દિવસ, રાજ્ય ફિટનેસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વૈશ્વિક મંચ પર ચમકવા સજ્જ

    10 hours ago

    ભારતમાં દર વર્ષે 29 ઑગસ્ટે ‘હોકીના જાદુગર’ મેજર ધ્યાનચંદની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. રમતગમત માત્ર શારીરિક કસરત કે મનોરંજન પૂરતી સીમિત નથી. તે યુવાનોમાં શિસ્ત, માનસિક સ્ફૂર્તિ, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ટીમભાવના જેવા ગુણો કેળવવાનું એક ઉત્કૃષ્ટ માધ્યમ બની ચૂકી છે. વર્તમાન સમયમાં ખેલકૂદ શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ અને ઉજ્જવળ કારકિર્દી નિર્માણનું મહત્વપૂર્ણ ક્ષેત્ર બન્યું છે. આ દિવસ નાગરિકોમાં ખેલભાવના અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો શ્રેષ્ઠ અવસર પૂરો પાડે છે. રમતગમત ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કેન્દ્ર સરકારે ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ જેવી ક્રાંતિકારી પહેલો શરૂ કરી છે. આ પહેલો દ્વારા દેશના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી છુપાયેલી પ્રતિભાઓને શોધીને તેમને યોગ્ય તાલીમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ જ ખેલ સંસ્કૃતિનો પ્રારંભ રાજ્ય સ્તરે વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘ખેલ મહાકુંભ’થી કરવામાં આવ્યો હતો. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્ર સાથે શરૂ થયેલા આ રમતોત્સવે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લાથી લઈને રાજ્ય કક્ષા સુધી તમામ વયજૂથના નાગરિકોને એક મંચ પર લાવીને નવી ઊર્જાનો સંચાર કર્યો છે. આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલીના કારણે મેદસ્વિતા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. ત્યારે વડાપ્રધાનના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાનનો પ્રારંભ કર્યો છે. નાગરિકો રમતગમત, કસરત, યોગ-પ્રાણાયામ અને સંતુલિત આહાર અપનાવીને નિરોગી રહે તેવા હેતુથી આ અભિયાનને એક વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. નિરોગી અને ફિટ શરીર જ ઉત્કૃષ્ટ રમતવીરનું નિર્માણ કરી શકે છે, તેવા વિચાર સાથે રમતગમતના માળખાની સાથે શારીરિક સુખાકારી અને મેદસ્વિતા મુક્તિ સાથે સુસ્વાસ્થ્યને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં ઇનોવા કારમાંથી દારૂ ઝડપાયો:LCBએ ₹3.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ચાલક ફરાર
    Next Article
    નીરજા ગુપ્તાના સમયે ભરતીના વિવાદનો બંધ કવરમાં રિપોર્ટ સોંપાયો:20 દિવસમાં તપાસ કમિટીએ પુરાવા એકત્ર કરી રિપોર્ટ તૈયાર કર્યો, 3 દિવસમાં યુનિવર્સિટી એક્શન લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment