Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં ઇનોવા કારમાંથી દારૂ ઝડપાયો:LCBએ ₹3.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ચાલક ફરાર

    9 hours ago

    છોટા ઉદેપુર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ નગરની ડોન બોસ્કો સ્કૂલ બ્રિજ પાસેથી એક ઇનોવા ગાડીમાંથી રૂ. 3,96,832/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે LCB ટીમે દારૂની વધુ એક મોટી ખેપ પકડી પાડી છે. LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, અંબાલા તરફથી એક ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે સુરખેડા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની ઇનોવા ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે, ગાડીના ચાલકે રોકવાને બદલે પૂરઝડપે ગાડી ભગાવી હતી. LCB ટીમે તેનો પીછો કરતા, ચાલક છોટા ઉદેપુરની ડોન બોસ્કો સ્કૂલ પાસે બ્રિજ નજીક ગાડી મૂકીને રાતના અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ LCB ટીમે ઇનોવા ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1456 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,96,832/- આંકવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને ઇનોવા ગાડી સહિત કુલ રૂ. 13,96,832/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ જળપ્રલયમાં ફસાયેલા ગુજરાતીઓની સંખ્યા વધીને 24 થઈ:પાટીલે કહ્યું- 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા, 47.5 ટન રાહત સામગ્રી મોકલાઈ
    Next Article
    ગુજરાતમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ:રાષ્ટ્રીય રમતગમત દિવસ, રાજ્ય ફિટનેસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વૈશ્વિક મંચ પર ચમકવા સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment