Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ જળપ્રલયમાં ફસાયેલા ગુજરાતીઓની સંખ્યા વધીને 24 થઈ:પાટીલે કહ્યું- 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા, 47.5 ટન રાહત સામગ્રી મોકલાઈ

    10 hours ago

    નેપાળમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ 12 ગુજરાતી નાગરિકોની માહિતી સામે આવી હતી, ત્યારબાદ આ આંકડો 18 થયો હતો અને હવે 28 ઓગસ્ટના સવારે 7:45 વાગ્યા સુધીમાં કુલ 24 ગુજરાતીઓનો સંપર્ક થઈ શક્યો નથી. રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તૈયાર કરાયેલી માહિતીમાં આ વિગતો સામે આવી છે. તો સુરતમાં સી.આર. પાટીલે કહ્યું કે 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા છે. ભારત સરકારે 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી સતત સંપર્કમાં છે. હેલ્પલાઇન નંબર કેટલાક લોકો નેપાળ-તિબેટ બોર્ડર પર સુરતના પરેશભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રમાણી સહિત કેટલાક લોકો 23 ઓગસ્ટે નેપાળ પ્રવાસે નીકળ્યા હતા. તેમની છેલ્લી માહિતી મુજબ તેઓ નેપાળ-તિબેટ બોર્ડર તરફ હતા અને ત્યારથી સંપર્ક થઈ શક્યો નથી. આ પણ વાંચો: બર્થ ડેના દિવસે જ અમદાવાદી ભાવિન રાવલ મિસિંગ પ્રવાસીઓનો સંપર્ક થતો નથી ગાંધીનગરના કેટલાક પ્રવાસીઓ નેપાળ ટ્રેકિંગ પ્લાનર મારફતે ગયા હોવાનું નોંધાયું છે. જ્યારે આણંદના બે પ્રવાસીઓ હિમાલયન ગ્લેશિયર એન્ડ એડવેન્ચર પ્લાનર મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયા હતા અને તેમનો પણ સંપર્ક થઈ શક્યો નથી. SEOCની યાદીમાં હાલ 24 લોકો ‘Missing/Uncontactable’ તરીકે નોંધાયેલા છે અને રાજ્ય તંત્ર દ્વારા તેમની માહિતી તથા સંપર્ક સ્થાપિત કરવા માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો: 43 ગુજરાતીઓ નીકળ્યા'ને નેપાળમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત હોવાના અહેવાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે, વાઇરલ થયેલા ભયાવહ વીડિયોમાં માણસો, મકાનો અને વાહનો તણખલાની જેમ વહી જતા જોવા મળે છે. જાનમાલનું સાચું નુકસાન કેટલું થયું છે તેનો ચોક્કસ આંકડો સામે આવતા હજુ લાંબો સમય લાગી શકે છે. નેપાળના રસૂવા સહિતના વિસ્તારોમાં આવેલી આ આફતમાં અત્યાર સુધી 392થી વધુ લોકોના મોત થયા છે અને 1,400 લોકો ગુમ છે, જેમાં 290 ભારતીયોનો સમાવેશ થાય છે. દેશભરમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 150થી વધુ ગુજરાતીઓ પણ અસરગ્રસ્ત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત નેપાળ સરકારના સંપર્કમાં છે. નેપાળમાં ફસાયેલા નાગરિકોને બચાવવા અને જરૂરી સહાય માટે ભારત તરફથી તાત્કાલિક ધોરણે 47.5 ટન જેટલી રાહત સામગ્રી મોકલી આપવામાં આવી છે અને બચાવ કામગીરીને વેગ અપાયો છે. આ પણ વાંચો: નેપાળમાં તબાહીની પળેપળની અપડેટ
    Click here to Read More
    Previous Article
    Penguin India backs out of publishing Sonia Gandhi’s memoir
    Next Article
    છોટા ઉદેપુરમાં ઇનોવા કારમાંથી દારૂ ઝડપાયો:LCBએ ₹3.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment