Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈત્ર વસાવાને ચાર બહેનોએ રાખડી બાંધી:બહેનોએ રડતા રડતા કહ્યું: અમારો પરિવાર ખુબ દુઃખી છે, ખૂબ જ અફસોસ છે કે, ભાઈ જેલમાં છે, ભાઈ જલ્દીથી જેલમાંથી છૂટીને બહાર આવી જાય

    5 days ago

    ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન. આજના દિવસે બહેન પોતાના ભાઈને રક્ષા બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે વડોદરા મધ્યસ્થ જેલમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. 1700 જેટલા કાચા-પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તે માટે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તબક્કાવાર બહેનોએ જઈ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેને પોતાના ભાઈને રાખડી બાંધી બહાર આવતા ભાવુક દૃશો પણ જોવા મળ્યા હતા. રાખડી બાંધ્યા બાદ ભાઈઓ બહેનોને ગિફ્ટમાં રોપા આપ્યા હતા. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ચાર બહેનોએ ચૈતર વસાવાને રાખડી બાંધી હતી અને ભાઈ જલ્દી જેલમાંથી છૂટે તેવી પ્રાર્થના કરી હતી. રાખડી બાંધ્યા બાદ ચૈતર વસાવાના બહેન પુષ્પાબેન વસાવાએ જણાવ્યું હતું કે, અમે આજે ચૈતરભાઈને રાખડી બાંધવા આવ્યા છીએ. અમને એ વાતનો ખૂબ જ અફસોસ થાય છે કે અમારા ભાઈ જેલમાં છે. અમે ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા ચૈતરભાઈ જલ્દીથી જેલમાંથી છૂટીને બહાર આવી જાય. ચૈતર વસાવાના બહેન સૂક્ષમબેન વસાવાએ જણાવ્યું હતું કે, હું આજે જેલમાં ચૈતરભાઈને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવા માટે આવી છું. ગયા વર્ષે પણ જેલમાં રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેથી આ વર્ષે ખબર પડતાં જ અમે અહીં આવ્યા છીએ. મારા ભાઈ માટે મારી એક જ માંગ છે કે તેઓ વહેલી તકે જેલમાંથી મુક્ત થાય. ભાઈ જેલમાં હોવાથી આ સમયે પરિવારને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે." ચૈતર વસાવાના બહેન કાશીબેન વસાવાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ રક્ષાબંધન પર તેઓ જેલમાં જ હતા અને આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે તેઓ જેલમાં હોવાથી અમને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મારી જેમ બીજી પણ અનેક બહેનોની આંખોમાં આજે આંસુ છે. અમે સૌ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભાઈ વહેલામાં વહેલી તકે જેલમાંથી બહાર આવી જાય. વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ એન રાઠવા એ જણાવ્યું હતું કે, વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલ તંત્ર દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય જેલોના વડા કે. એલ. એન. રાવ, ડી.આઈ.જી. સ્પેશિયલ ડો. કરનરાજ વાઘેલા અને જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ એમ. એન. રાઠવા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જેલની ચુસ્ત શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખીને રક્ષાબંધનનો આ કાર્યક્રમ યોજાયો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સમાજમાં બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે ભાઈ તરફથી બહેનને કોઈને કોઈ ભેટ-સોગાદ આપવામાં આવતી હોય છે. જેલ પ્રશાસન દ્વારા આ વખતે એક સુંદર અને અનોખી પહેલ કરતા તુલસીના છોડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બહેનો જેલમાં આવીને પોતાના ભાઈઓને રાખડી બાંધશે, ત્યારે ભાઈઓ તરફથી ભેટ સોગાદ સ્વરૂપે બહેનોને તુલસીનો છોડ આપવામાં આવી રહ્યો છે. આ માધ્યમથી બહેનોને પણ નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ તુલસીના છોડને ઘરે લઈ જઈને તેનું યોગ્ય વાવેતર અને જતન કરે, જેથી સમાજમાં પર્યાવરણ જાળવણીનો એક સુંદર અને અનોખો સંદેશ પહોંચાડી શકાય.
    Click here to Read More
    Previous Article
    નવસારી સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી:કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો ઉમટી, લાગણીસભર દ્રશ્યો
    Next Article
    પાટણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:બહેનોએ ભાઈને રાખડી બાંધી, લાંબા આયુષ્યની કામના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment