Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી:કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો ઉમટી, લાગણીસભર દ્રશ્યો

    5 days ago

    નવસારી સબજેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં બહેનો જેલ પહોંચી હતી. ભાઈ-બહેનના મિલન દરમિયાન લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ઘણી બહેનોની આંખો છલકાઈ ઉઠી હતી. નવસારીના જુનાથાણા વિસ્તારમાં આવેલી સબજેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. જેલ તંત્ર દ્વારા વહેલી સવારથી જ આ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બહેનોને સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી રાખડી બાંધવાની પરવાનગી આપવામાં આવી હતી. નવસારી સબજેલમાં પાકા અને કાચા કામના મહિલા કેદીઓ સહિત કુલ 360 કેદીઓ સજા ભોગવી રહ્યા છે. આ કેદીઓએ પણ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. જેલ સુપ્રિટેન્ડેન્ટ કે.કે. જાધવે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડીજી ડૉ. કે.એન.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, બંદીવાન ભાઈઓની બહેનો તેમને રાખડી બાંધવા આવે છે અને પ્રાર્થના કરે છે કે તેઓ વહેલામાં વહેલી તકે જેલમાંથી મુક્ત થાય. બહેનો ભાઈઓને તંદુરસ્ત, સમૃદ્ધિમય અને સુખી દીર્ઘાયુ વાળું જીવન મળે તેવા આશીર્વાદ આપે છે. જાધવે જણાવ્યું કે, પ્રેમ અને લાગણીનો આ પવિત્ર ભાઈ-બહેનનો તહેવાર નવસારી જિલ્લા જેલ ખાતે ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'રોલ્સ રોય'માં ફરતા બિલ્ડરનું મોત કુદરતી નહીં, આપઘાત કર્યાનો ધડાકો:જામનગરના મેરામણ પરમારના પરિવારની 11 વ્યાજખોર સામે 153 કરોડની મિલકત પચાવી પાડ્યાની ગાંધીનગરમાં ફરિયાદ
    Next Article
    વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈત્ર વસાવાને ચાર બહેનોએ રાખડી બાંધી:બહેનોએ રડતા રડતા કહ્યું: અમારો પરિવાર ખુબ દુઃખી છે, ખૂબ જ અફસોસ છે કે, ભાઈ જેલમાં છે, ભાઈ જલ્દીથી જેલમાંથી છૂટીને બહાર આવી જાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment