Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:બહેનોએ ભાઈને રાખડી બાંધી, લાંબા આયુષ્યની કામના કરી

    5 days ago

    પાટણ સહિત સમગ્ર જિલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. શુક્રવારે શુભ મુહૂર્તમાં બહેનોએ ભાઈની કલાઈ પર રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરી. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારો અને ઉત્સવોનું વિશેષ મહત્વ છે, જે સામાજિક સંબંધો અને પરસ્પર પ્રેમની ભાવનાને મજબૂત બનાવે છે. રેશમના તાંતણાથી સંબંધોને વધુ પાવન બનાવતો રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પાવન પ્રેમનું પ્રતિક છે. રક્ષાબંધન સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી હોવાથી તેનું આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અનેરું મહત્વ છે. શ્રાવણ સુદ પૂનમના આ પવિત્ર દિવસે પાટણ શહેર સહિત જિલ્લાભરના પરિવારોમાં રક્ષાબંધનની આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ. આ શુભ મુહૂર્તમાં બહેનોએ ભાઈની રક્ષા બાંધી, તેમનું મોં મીઠું કરાવ્યું અને આરતી ઉતારી તેમના જીવનમાં સદાય ખુશીઓ છલકતી રહે તેવી શુભકામનાઓ પાઠવી. ભાઈઓએ પણ બહેનોની રક્ષા કરવાનું વચન આપ્યું.
    Click here to Read More
    Previous Article
    વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈત્ર વસાવાને ચાર બહેનોએ રાખડી બાંધી:બહેનોએ રડતા રડતા કહ્યું: અમારો પરિવાર ખુબ દુઃખી છે, ખૂબ જ અફસોસ છે કે, ભાઈ જેલમાં છે, ભાઈ જલ્દીથી જેલમાંથી છૂટીને બહાર આવી જાય
    Next Article
    Amar Ujala Bulletin 14 July 2026 | Delhi-NCR Rain Alert | Hormuz Attack | Indian Sailor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment