Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ગણેશજીની ભવ્ય આગમન શોભાયાત્રામાં ડ્રોન શો:વિવિધ આકૃતિઓ અને આકર્ષક દૃશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું, નાસિકના ઢોલ-ડીજેના તાલે ભક્તો જોડાયા

    1 day ago

    ભરૂચમાં ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના માટે મંડપ અને શણગારની તૈયારીઓ પૂરજોશમાં છે. આ દરમિયાન, ગણેશ મંડળો દ્વારા બાપાના આગમનની શોભાયાત્રાઓનું પણ આયોજન થઈ રહ્યું છે. આ ક્રમમાં, ગત રાત્રિએ શહેરના અંબિકાનગર યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશજીની ભવ્ય આગમન શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ફાયર શો, નાસિકના ઢોલ અને ડીજેના તાલે મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. ગણેશજીના આગમનને કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. શોભાયાત્રા દરમિયાન શક્તિનાથ ખાતે ભરૂચ શહેરમાં પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશી વિવિધ આકૃતિઓ અને આકર્ષક દૃશ્યો સર્જતા ડ્રોન શોએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ અદભૂત ડ્રોન શો નિહાળવા માટે મોટી સંખ્યામાં ભરૂચવાસીઓ ઉમટી પડ્યા હતા. આકાશમાં રચાયેલા અદભૂત નજારાને જોઈને લોકો આનંદિત થઈ ઝૂમી ઉઠ્યા હતા. અંબિકાનગર યંગસ્ટર ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય આગમન શોભાયાત્રાએ ગણેશ મહોત્સવના આગમનના ઉત્સાહને વધુ વેગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કલમસરની કંપનીમાં મૃતક શ્રમિકના પરિવારને 30 લાખનું વળતર:15 દિવસ પહેલા કામે લાગેલા શ્રમિકના મોત બાદ પોલીસ-ગ્રામજનો વચ્ચેના ઘર્ષણમાં 3 પોલીસકર્મી સહિત 5ને ઈજા થઈ હતી
    Next Article
    'બહેનની રક્ષાની જવાબદારી સ્વીકારવાનો પર્વ':કેન્દ્રીય મંત્રી CR પાટીલે દેશવાસીઓને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment