Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલમસરની કંપનીમાં મૃતક શ્રમિકના પરિવારને 30 લાખનું વળતર:15 દિવસ પહેલા કામે લાગેલા શ્રમિકના મોત બાદ પોલીસ-ગ્રામજનો વચ્ચેના ઘર્ષણમાં 3 પોલીસકર્મી સહિત 5ને ઈજા થઈ હતી

    1 day ago

    આણંદના ખંભાતના કલમસર ગામમાં આવેલી રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેટ કંપનીમાં એક શ્રમિકનું કામ દરમિયાન મૃત્યુ થતાં ભારે હિંસા ફાટી નીકળી હતી. ગુરુવારે મોડી સાંજે બનેલી આ ઘટનામાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પથ્થરમારો અને લાઠીચાર્જ પણ થયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના 8 સેલ પણ છોડવા પડ્યા હતા. પથ્થરમારાંમાં 3 પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી. જ્યારે લાઠીચાર્જમાં 2 યુવકોને ઇજા પહોંચી હતી. પોલીસ-ખાનગી વાહનોના કાચ પણ તૂટ્યા હતા. સમગ્ર કલમસર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. અજંપાભરી શાંતિ છવાઈ ગઈ હતી. પોલીસે 8 લોકોને ડિટેઈન કર્યાં છે. અસરગ્રસ્ત પરિવારે 50 લાખના વળતરની માંગ મૂકી હતી. જોકે, કંપનીએ 11 લાખની તૈયારી બતાવી હતી. જે બાદ કોઈ કારણોસર પરિસ્થિતિ વણસી હતી. જોકે, અંતે રૂ. 30 લાખ વળતર આપવામાં આવતા હાલ મામલો શાંત પડ્યો છે. શું છે સમગ્ર મામલો? કંપનીના યુનિટ-1માં કામ કરી રહેલા રણજીતસિંહ નટુભાઈ સિંઘા અને અન્ય એક આદિવાસી શ્રમિક પર લોખંડનો થાંભલો (વ્હીસલ) તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં બંનેને ઈજા થઈ હતી. રણજીતસિંહને પગના ભાગે ગંભીર ઈજા થતાં તેમને ખંભાતની જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગત મોડી સાંજે તેમનું અવસાન થયું હતું. રણજીતસિંહના અવસાનના સમાચાર ગામમાં ફેલાતા જ ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ન્યાય અને વળતરની માંગણી સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેટ કંપની તરફ જવા નીકળ્યા હતા. જોકે, રસ્તામાં પોલીસે તેમને અટકાવતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને પથ્થરમારો શરૂ કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે પ્રથમ લાઠીચાર્જ કર્યો હતો, છતાં સ્થિતિ કાબૂમાં ન આવતા આઠ જેટલા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી, જ્યારે લાઠીચાર્જમાં બે યુવકોને માથા અને શરીરના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસના વાહનો અને ખાનગી વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા ખંભાત અને આસપાસના પોલીસ મથકો તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની ટીમોને ખંભાત બોલાવી લેવામાં આવી હતી. ડીએસપી જી.જી. જસાણી પણ મોડીરાત્રે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોનો રોષ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ખંભાત રૂરલ પોલીસે કંપનીમાં બનેલી દુર્ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે સાંજે બનેલા પથ્થરમારા અને તોડફોડની ઘટના અંગે પણ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. યુવકના આકસ્મિક મોતને કારણે પરિવારજનો શોકમાં ગરકાવ છે, ત્યારે ગ્રામજનોમાં વ્યાપેલા રોષને જોતા રાત્રીના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કલમસર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. હાલ કલમસર વિસ્તારમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. ​મૃતક રણજીતસિંહ 15 દિવસ પહેલાં જ કંપનીમાં જોડાયા હતા કલમસર ગામે રહેતા રણજીતસિંહ નટુભાઈ સિંઘા 15 દિવસ પહેલાં જ કંપનીમાં લેબર તરીકે જોડાયા હતા. પત્ની અને બે સંતાનો સાથે રહેતા રણજીતસિંહનું કંપનીમાં જ વ્હીસલ પડતા થયેલા મોતને લઈને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ઘવાયેલા શક્તિસિંહને સામાન્ય ઈજાઓ થઈ હોય તેને ખંભાતની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ​ટીયરગેસના 8 સેલ છોડ્યા છે : DYSp નાયબ પોલીસ અધિક્ષક પોલીસ એચ.બી. વાઘેલાના જણાવ્યા અનુસાર કળમસર ગામની કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં શ્રમિકના મોત બાદ કંપનીની બહાર વળતર માટે એકત્ર થયેલા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. કેટલાક શખ્સોએ ભારે પથ્થરમારો શરૂ કરી દેતા સ્થિતિ બેકાબુ બની જવા પામી હતી. જેને લઈને પોલીસે ટીયરગેસના 8 સેલ છોડ્યા હતા. ગામમાં તેમજ કંપની ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જાહેર જગ્યામાં જુગાર રમતા:ઘોઘા ના થળસર ગામે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા, એક ફરાર
    Next Article
    ભરૂચમાં ગણેશજીની ભવ્ય આગમન શોભાયાત્રામાં ડ્રોન શો:વિવિધ આકૃતિઓ અને આકર્ષક દૃશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું, નાસિકના ઢોલ-ડીજેના તાલે ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment