Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બહેનની રક્ષાની જવાબદારી સ્વીકારવાનો પર્વ':કેન્દ્રીય મંત્રી CR પાટીલે દેશવાસીઓને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પાઠવી

    1 day ago

    આજે(28 ઓગસ્ટ) દેશભરમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે. આ પાવન અવસરે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ રક્ષાબંધનના પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરી હતી. બહેનો દ્વારા સી. આર. પાટીલને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુષ્ય તેમજ સુખ-સમૃદ્ધિ માટે ભગવાન સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. 'બહેનની રક્ષાની જવાબદારી સ્વીકારવાનો પર્વ' આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, રક્ષાબંધનનું આપણા દેશ અને સંસ્કૃતિમાં એક અનેરું તથા અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. જ્યારે બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે, ત્યારે ભાઈ તેની રક્ષાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે. આ ઉત્કૃષ્ટ અને પવિત્ર ભાવના જ રક્ષાબંધનના તહેવારનું સાચું મહત્વ દર્શાવે છે. સમગ્ર દેશમાં ભેદભાવ વગર તહેવારની ઉજવણી તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે સમગ્ર દેશના દરેક રાજ્યમાં કોઈપણ જાતના ભેદભાવ વગર ભાઈ અને બહેનના સ્નેહના પ્રતીક સમા આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ જ આપણી સંસ્કૃતિ, વિચાર અને ભાવના છે. આજના પવિત્ર દિવસે તેમણે દેશવાસીઓ તેમજ તમામ બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ગણેશજીની ભવ્ય આગમન શોભાયાત્રામાં ડ્રોન શો:વિવિધ આકૃતિઓ અને આકર્ષક દૃશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું, નાસિકના ઢોલ-ડીજેના તાલે ભક્તો જોડાયા
    Next Article
    મોરબીમાં રૂ. 8.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:કારમાંથી દારૂની 1,092 બોટલ મળી, આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment