Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટીખાવડીમાં ટ્રેલર-સુપર કેરી અકસ્માત, બે ઘાયલ:ટ્રેલર ચાલક વાહન મૂકી ફરાર, પોલીસ તપાસ શરૂ

    1 day ago

    મોટીખાવડી સીમમાં પી-ડેપ રોડ પર ટ્રેલર અને સુપર કેરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સુપર કેરીમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બી-1 ગેટ પાસે પૂરઝડપે દોડતા ટ્રેલર નંબર GJ-12-BT-9818એ સામેથી આવતી મારૂતિ સુઝુકી સુપર કેરી નંબર GJ-01-HT-7674ને ટક્કર મારી હતી. સુપર કેરીના ચાલક અલ્તાફભાઈ મુસાભાઈ ખફીને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમની સાથે બેઠેલા તોફિકભાઈ સલીમભાઈ સોનેજીને પગમાં ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેલરનો અજાણ્યો ચાલક વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ BNS અને એમ.વી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બિહારના 20 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ:50 હજારથી વધુ ઘર ડૂબી ગયા; ઉત્તરાખંડમાં ભૂસ્ખલન; હિમાચલમાં 70 રસ્તાઓ બંધ
    Next Article
    મોટી ખાવડીમાં વર્લી મટકાનો જુગાર ઝડપાયો:વિનાયક પેટ્રોલ પંપ પાછળથી એક શખ્સની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment