Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારના 20 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ:50 હજારથી વધુ ઘર ડૂબી ગયા; ઉત્તરાખંડમાં ભૂસ્ખલન; હિમાચલમાં 70 રસ્તાઓ બંધ

    1 day ago

    બિહારના ખગડિયા અને ચંપારણ સહિત 20 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ, 1 સપ્ટેમ્બર સુધી વરસાદનો દોર ચાલુ રહી શકે છે. જ્યારે, નેપાળમાં આવેલા પૂરને કારણે બિહારના 8 જિલ્લાઓમાં હાઈ એલર્ટ છે. ગંગા અને ગંડક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કોસી અને બાગમતી નદીઓ પણ ગાંડીતૂર બની છે. અહીં 50 હજારથી વધુ ઘર પાણીમાં ડૂબી ગયા છે. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, ગુરુવારે ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે થોડા સમય માટે બંધ રહ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદનો દોર શરૂ થવાની સંભાવના છે. શિમલા હવામાન વિભાગે 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે રાજ્યમાં 70 રસ્તાઓ બંધ છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    લોરેન્સના ઘરનું સરનામું પૂછ્યું તો દુકાનદાર હેબતાઈ ગયો:વૃદ્ધે કહ્યું- 110 વીઘા જમીન, 3-4 બંગલા, લેન્ડલોર્ડનો દીકરો; ચંદીગઢ જઇને ખોટી સંગતમાં આવી ગયો
    Next Article
    મોટીખાવડીમાં ટ્રેલર-સુપર કેરી અકસ્માત, બે ઘાયલ:ટ્રેલર ચાલક વાહન મૂકી ફરાર, પોલીસ તપાસ શરૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment