Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખબરનામા:વિક્રમ સારાભાઈ મેડલ મેળવનાર પ્રથમ મહિલા વિજ્ઞાની

    2 days ago

    લજ્જા દવે પંડ્યા ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુના ડિરેક્ટર અને જાણીતા એસ્ટ્રોફિઝિસ્ટ પ્રોફેસર અન્નપૂર્ણિ સુબ્રમણિયમને ઇટાલીના ફ્લોરેન્સ ખાતે યોજાયેલી 46મી COSPAR સાયન્ટિફીક એસેમ્બલી દરમિયાન વર્ષ 2026નો ‘COSPAR વિક્રમ સારાભાઈ મેડલ’ એનાયત કરવામાં આવ્યો છે. વિકાસશીલ દેશોમાં અવકાશ સંશોધનમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે અપાતો આ મેડલ મેળવનારા તેઓ ભારતના પ્રથમ અને વિશ્વના માત્ર ત્રીજા મહિલા વૈજ્ઞાનિક બન્યા છે. ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં તારાઓ અને ગેલેક્સીઓ પર 175થી વધુ સંશોધન પેપર્સ પ્રકાશિત કરનાર પ્રોફેસર અન્નપૂર્ણિએ ભારતની પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી ‘એસ્ટ્રોસેટ’માં કેલિબ્રેશન સાયન્ટિસ્ટ તરીકે તેમજ સૂર્ય મિશન ‘આદિત્ય-L1’ માં સૂર્યના બાહ્ય વાતાવરણ એટલે કે કોરોનાના અભ્યાસ માટેના મહત્વપૂર્ણ પેલોડ વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વિજ્ઞાન ક્ષેત્રે તેમના આ અનન્ય યોગદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા ‘વિજ્ઞાન શ્રી’ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનારા પ્રથમ મહિલા જજ દિલ્હી હાઈકોર્ટનાં જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ ઈન્ટરનેશનલ IP હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય જજ બન્યા છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાયદાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને આ સન્માન મળ્યું છે. જૂન 2026માં સેન ડિયેગોમાં યોજાયેલા IPBC Global કાર્યક્રમ દરમિયાન તેમને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પેટન્ટ, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ જેવા IP કાયદાના ક્ષેત્રમાં તેમના વર્ષોના અનુભવ અને તેમના કેટલાક જાણીતા ચુકાદાઓએ તેમને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. જેમાં ડિજિટલ પાયરસી સામે કાયદાકીય સુરક્ષાને વધુ અસરકારક બનાવતા ચુકાદાઓ પણ સામેલ છે. આ ઉપરાંત ટ્રેડમાર્ક અને પેટન્ટ સંબંધિત અનેક કેસોમાં તેમના ચુકાદાઓ નોંધપાત્ર રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટમાં અલગ IP ડિવિઝનની સ્થાપના અને IP તથા પેટન્ટ સંબંધિત નિયમો તૈયાર કરવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂરમાં બધું ગુમાવ્યા છતાં ગોલ્ડ મેળવ્યો! 17 વર્ષની આસામની કરાટે પ્લેયર જન્મોની કોન્વરે તાજેતરમાં આસામમાં આવેલા વિનાશક પૂરમાં તેણે ઘર અને પ્રેક્ટિસનું સ્થળ બંને ગુમાવ્યાં હતાં, જેના કારણે નેશનલ ચેમ્પિયનશિપની તૈયારી કરવી તેના માટે મુશ્કેલ બની હતી. આ દરમિયાન પૂરગ્રસ્ત આસામમાં મદદ પહોંચાડવા ગયેલા જાણીતા યુટ્યુબર શિક્ષક અલખ પાંડેએ જાનમોનીને મદદનો હાથ લંબાવ્યો અને દિલ્હીમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જરૂરી સહયોગ આપ્યો. 7થી 9 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાયેલી 20મી ઓલ ઇન્ડિયા ઈન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપમાં જન્મોનીએ શાનદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પૂરે તેનું ઘર અને ટ્રેનિંગ ગ્રાઉન્ડ છીનવી લીધું, પરંતુ તેના સપનાને હલાવી શક્યું નહીં. એશિયન એરોબિક જિમ્નેસ્ટિક્સમાં પ્રથમ ગોલ્ડ ફિલિપાઇન્સના ટાગાયટેય સિટીમાં 4 થી 7 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલી એશિયન એરોબિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં મણિપુરની 22 વર્ષીય ખેલાડી અરિહા પંગમ્બમે સિનિયર વ્યક્તિગત મહિલા ઇવેન્ટમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને એક નવો ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેણે 19.100નો અદ્ભુત સ્કોર મેળવીને પોડિયમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં તેને કલાત્મકતા માટે 8.650, એક્ઝિક્યુશન માટે 7.600 અને ડિફિકલ્ટી માટે 2.850 પોઇન્ટ મળ્યા હતા. આ અગાઉ આ કેટેગરીમાં ભારતને ક્યારેય ગોલ્ડ મેડલ નથી મળ્યો, જેના કારણે અરિહાની આ સફળતાએ ભારતીય જિમ્નાસ્ટિક્સ ક્ષેત્રે એક નવો, ઉંચો માપદંડ સ્થાપિત કર્યો છે. એક ગૃહિણીએ ગામની વિચારસરણી બદલી પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલા અયોધ્યા હિલ્સના ખડકાળ જંગલો વચ્ચે ‘જિલિંગ સેરેંગ’ નામનું નાનકડું આદિવાસી ગામ આવેલું છે. નકશામાં પણ મુશ્કેલીથી દેખાય તેવા આ અંતરિયાળ ગામમાં માલતી મુર્મુ નામની મહિલાએ શિક્ષણની જ્યોત પ્રગટાવી છે. 2019માં માલતી આ ગામમાં એક નવી પરણેલી વહુ તરીકે આવ્યા હતાં. ગામમાં આવીને તેમણે જોયું કે ગરીબી, ગામથી સરકારી શાળાનું વધુ પડતું અંતર અને નાની ઉંમરે જંગલમાંથી બળતણના લાકડાં વીણી લાવવાની મજબૂરીને કારણે મોટાભાગના બાળકો શિક્ષણથી વંચિત રહેતા હતા. 2020માં લોકડાઉનને કારણે શાળાઓ બંધ થઈ ગઈ. જ્યાં વીજળી જ નહોતી, ત્યાં ઓનલાઈન સ્માર્ટફોનથી ક્લાસ જોઇન કરવાનો કોઈ ઓપ્શન જ નહોતો. પણ, આ રીતે એક આખી પેઢીને નિરક્ષરતા તરફ ધકેલાતી જોઈ માલતીને પરિસ્થિતિ બદલવાનો વિચાર આવ્યો. પોતાના ઘરની બહાર એક બ્લેક બોર્ડ મૂકી તેમણે પોતે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે ઘરે-ઘરે જઈને લોકોને પોતાની શાળામાં બાળકોને ભણવા મોકલવા વિનંતી કરી. એક હાથમાં પોતાનું નાનું બાળક અને બીજા હાથમાં ચોક પકડીને તેમણે પોતાના ઘરના આંગણે માત્ર થોડાં જ બાળકો સાથે ભણાવવાનું શરૂ કર્યું. અંતરિયાળ આદિવાસી બાળકો માટે ભાષા સૌથી મોટો અવરોધ હતી. માલતીએ બાળકોને તેમની માતૃભાષા સંતાલી (ઓલ ચિકી લિપિ)માં પ્રાથમિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને સાથે-સાથે બંગાળી તથા અંગ્રેજી પણ શીખવવા લાગ્યા. તેઓ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત ન રહેતાં, વાર્તાઓ દ્વારા બાળકોની કલ્પનાશક્તિ ખીલવતા અને નાનકડા વૈજ્ઞાનિક પ્રયોગો કે તર્ક દ્વારા ગામમાં વ્યાપેલી અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરતા. ધીમે-ધીમે ગામલોકોનો વિશ્વાસ જીતાયો. માલતીના પતિ બંકા મુર્મુ, જે શરૂઆતમાં શંકાશીલ હતા, તેઓ પણ પછી પોતાની પત્નીના અભિયાનમાં જોડાઈ ગયા. ગ્રામજનોની મદદથી માટી અને નળિયાવાળી બે ઓરડાની એક નાનકડી શાળા તૈયાર થઈ, જેને સૌ પ્રેમથી માલ્ટીબાલા સ્કૂલ તરીકે ઓળખે છે. આ શાળામાં કોઈ બેન્ચ નથી, બાળકો જમીન પર બેસે છે. છતાં, ધોરણ 1 થી 4 ના લગભગ 45થી વધુ બાળકો અહીંયા ઉત્સાહભેર ભણવા આવે છે. ગામની મહિલાઓ જે પહેલાં પોતાના બાળકના શિક્ષણ માં રસ નહોતી લેતી તે આજે માલતીને પૂછે છે કે બાળકો માટે કયા પુસ્તકો ખરીદવા જોઈએ! કોઈ ડિગ્રી, પગાર કે સાધનો વગર ફક્ત અને ફક્ત બાળકોને શિક્ષણ તરફ વાળવાની ઈચ્છા સાથે ભણાવવાનું શરૂ કરનારા માલતીએ એક આખી પેઢીનો શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો છે!
    Click here to Read More
    Previous Article
    પરખ:તમે તમારા જીવનમાં કેટલાં પ્રામાણિક છો?
    Next Article
    પ્રેમ-પંથ:વિરહ : પ્રેમનો સૌથી નિઃશબ્દ અધ્યાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment