Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરખ:તમે તમારા જીવનમાં કેટલાં પ્રામાણિક છો?

    1 day ago

    જયસ્વી પટેલ (1) તમને રસ્તામાંથી પાકીટ મળે છે, જેમાં પૈસા-આઈડી કાર્ડ છે. શું કરશો? (એ) આઈડીથી વ્યક્તિનો સંપર્ક કરી પાકીટ પરત કરશો. (બી) પૈસા પાસે રાખી પાકીટ કચરામાં નાખશો. (સી) પાકીટમાંથી અર્ધા પૈસા કાઢી, પોલીસને જમા કરાવશો. (2) દુકાનદાર બિલની રકમ કાપી, ભૂલથી વધારે પૈસા પરત આપે છે. શું કરશો? (એ) પૈસા રાખી લઇ, ફરી જશો ત્યારે પરત કરશો. (બી) વધારાના પૈસા પાછા આપશો. (સી) તેની ભૂલ છે, એમ વિચારી પૈસા રાખી લેશો. (3) સહકર્મીની ભૂલથી, ભૂલનો દોષ તમારા પર આવે છે. શું કરશો? (એ) નોકરી કે ગ્રેડ બચાવવા મૌન રહેશો. (બી) જે હશે તે સાચું જણાવશો. (સી) મિત્ર પર દોષ નાખી, તમારો બચાવ કરશો. (4) કોઈ તમને મળવા માગે છે, તમે મળવા માગતા નથી. શું કરશો? (એ) ફોન નહીં ઉપાડો, જેથી સમજી જાય. (બી) હા પાડી, છેલ્લી ઘડીએ કેન્સલ કરશો. (સી) નમ્રતાથી કહેશો, હાલ મળી શકશો નહીં. (5) પરીક્ષામાં કે ઓફિસ પ્રોજેક્ટમાં મિત્ર ચીટિંગ કરવામાં તમારી મદદ માગે છે. શું કરશો? (એ) ચોરી કરવામાં મદદ કરશો. (બી) ચોરી કરવાથી રોકશો. (સી) મદદ નહીં કરી, અધિકારીને ફરિયાદ કરશો. (6) પાર્કિંગમાં તમારા ટુવ્હીલરથી બીજાં ટુવ્હીલરને નુકસાન થાય છે. શું કરશો? (એ) તમારા નામ-નંબર ચિઠ્ઠીમાં લખી વ્હિકલ પર મૂકશો, જેથી નુકસાની આપી શકાય. (બી) ત્યાંથી નીકળી જશો, કોઈએ જોયું નથી. (સી) ટુવ્હિલરના માલિકની રાહ જોશો, આવે તો ઠીક નહીંતર જતાં રહેશો. (7) તમારા પ્રોજેક્ટમાં સાથીદારે ઘણું કામ કર્યું છે, પણ બોસ તમારી પ્રશંસા કરે છે. શું કરશો? (એ) મૌન રહી, પ્રશંસા સ્વીકારશો. (બી) સાથીદારને કહેશો, મેં તારું નામ બોસને કહ્યું હતું. (સી) બોસને સાથીદારના યોગદાન વિશે જણાવશો. (8) સાથીદાર ઓફિસની સ્ટેશનરી ઘેર લઈ જાય છે. શું કરશો? (એ) અવગણશો, એ તમારી જવાબદારી નથી. (બી) આની ફરિયાદ મેનેજમેન્ટને કરશો. (સી) તેને સમજાવશો કે કંપનીનો સામાન ઘરે લઇ જવો યોગ્ય નથી. (9) તમે સખી પાસેથી પૈસા ઉધાર લીધા છે, સખી એ ભૂલી ગઇ છે. શું કરશો? (એ) તેને યાદ કરાવી પૈસા પરત કરશો. (બી) પૈસા પરત નહીં કરો, કેમ કે સખી ભૂલી ગઇ છે. (સી) સખી યાદ નહીં કરે ત્યાં સુધી રાહ જોશો. (10) ઓફિસ જવાનું મન ન થાય ત્યારે (એ) સાચું કારણ જણાવી રજા લેશો. (બી) બીમારીનું બહાનું કાઢી રજા લેશો. (સી) નોકરી બચાવવા, મન ન હોવા છતાં ઓફિસ જશો. માર્કશીટઃ (1) (એ) 6 (બી) 1 (સી) 3 (2) (એ) 3 (બી) 6 (સી) 1 (3) (એ) 3 (બી) 6 (સી) 1 (4) (એ) 1 (બી) 3 (સી) 6 (5) (એ) 1 (બી) 6 (સી) 3 (6) (એ) 6 (બી) 1 (સી) 3 (7) (એ) 1 (બી) 3 (સી) 6 (8) (એ) 1 (બી) 3 (સી) 6 (9) (એ) 6 (બી) 1 (સી) 3 (10) (એ) 6 (બી) 1 (સી) 3 રિઝલ્ટઃ 44થી 60- તમે પૂરા પ્રામાણિક છો. એટલે લોકોને તમારામાં વિશ્વાસ છે, માન-પાન આપે છે, કામ-ધંધામાં પ્રગતિ થાય છે ને માનસિક શાંતિ મેળવી શકો છો. 27થી 43- તમે પ્રામાણિક છો, પણ પૂરેપૂરાં નહીં. તમારા પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગી જાય છે. હજુ વધુ પ્રામાણિક બનવાનું લક્ષ્ય રાખી તે દિશામાં આગળ વધો. 10થી 26- તમે પ્રામાણિક છો જ નહીં, તમારામાં કોઇને વિશ્વાસ નથી, માન-સન્માન મળતું નથી. કામધંધામાં બરકત નથી. જીવનમાં પ્રામાણિકતાનું તત્ત્વ ઉમેરો તો શેષ જીવન સારું વીતી શકે.
    Click here to Read More
    Previous Article
    રિટાયરમેન્ટ:ગૃહિણી ક્યારેય નિવૃત્ત થાય છે ખરી?
    Next Article
    ખબરનામા:વિક્રમ સારાભાઈ મેડલ મેળવનાર પ્રથમ મહિલા વિજ્ઞાની

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment