Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ માઈન્ડ:તમારી બેવફાઈની જવાબદારી હું નહીં લઉં

    1 day ago

    ડો. સ્પંદન ઠાકર સાંજનો સમય હતો. મેઘા બારી પાસે ઊભી હતી. બહાર બધું રોજ જેવું જ હતું. રસ્તા પર અવરજવર, ઘરોમાં ઝળહળતી લાઇટો, ક્યાંકથી આવતો હાસ્યનો અવાજ… પણ તેના પોતાના ઘરની અંદર જાણે બધું જ બદલાઈ ગયું હતું. પતિનું અફેર બહાર આવ્યું ત્યારથી મેઘાના જીવનમાં એક પ્રશ્ન સતત ગુંજતો હતો, ‘આવું કેમ થયું?’ શરૂઆતમાં આ પ્રશ્નનો જવાબ તેને પતિ પાસેથી જોઈએ હતો. પરંતુ ધીમે ધીમે પતિએ જ પ્રશ્નનું કેન્દ્ર બદલી નાખ્યું, ‘તને મારી ક્યારેય પડી જ નહોતી. તું હંમેશાં તારા કામ અને બાળકોમાં જ વ્યસ્ત રહી. આપણા સંબંધમાં પ્રેમ જ ક્યાં હતો? હું બહાર ગયો, પણ એની પાછળનું કારણ તું જ હતી.’ મેઘા શરૂઆતમાં તૂટી પડતી, ગુસ્સે થતી, દલીલ કરતી. પછી ધીમે ધીમે ચૂપ થવા લાગી. કારણ કે એક જ વાત જ્યારે વારંવાર સાંભળવામાં આવે, ત્યારે ક્યારેક માણસ બીજા પર નહીં, પોતાના પર શંકા કરવા લાગે છે. તે ધીમે-ધીમે માનવા લાગી કે કદાચ ખરેખર મારી જ ભૂલ હતી. આ એક વાક્ય મેઘાના મનમાં ધીમે ધીમે ઘર કરવા લાગ્યું. અફેરની પીડા હવે માત્ર પતિની બેવફાઈની નહોતી રહી. તેમાં પોતાની જાત પ્રત્યેનો અપરાધભાવ પણ ભળી ગયો હતો. મેઘા પાછલા વર્ષોને ખંખોળવા લાગી. મનોવિજ્ઞાનની ભાષામાં, પોતાની પસંદગીની જવાબદારી સ્વીકારવાને બદલે સતત સામેની વ્યક્તિની ખામીઓને કારણ તરીકે રજૂ કરવું ‘બ્લેમ શિફ્ટિંગ’ કહેવાય. આવી સ્થિતિમાં સામેની વ્યક્તિમાં ધીમે ધીમે સેલ્ફ-ડાઉટ ઊભો થઈ શકે છે, ‘કદાચ હું જ ખરાબ જીવનસાથી હતી… કદાચ મારી અંદર જ કંઈક ખોટું હતું.’ મેઘા પણ હવે એ જ રસ્તે ચાલી રહી હતી. પતિ ગુસ્સે થાય તો તેને લાગતું, ‘મારી જ ભૂલ હશે.’ પતિ મોડા આવે તો પૂછતાં પહેલાં જ અપરાધભાવ થતો. અને પછી એક દિવસ, તેણે પોતાને એક સવાલ પૂછ્યો, ‘મારી લગ્નજીવનમાં ભૂલો થઈ હશે… પરંતુ શું એ ભૂલોને કારણે પતિએ અફેર કરવું એ વ્યાજબી હતું?’ સવાલ સરળ હતો. જવાબ એટલો જ અગત્યનો. હા, સંબંધમાં મેઘાની પણ ભૂલો હોઈ શકે. પરંતુ સંબંધમાં સમસ્યા હોવી અને બેવફાઈ કરવી, બંને એક જ વાત નથી. અફેર કરવાનો નિર્ણય તેની પસંદગી છે. મેઘાને આ સમજવામાં સમય લાગ્યો. પતિને તરત છોડવાનો નિર્ણય લેવાનો નહોતો. બાળકો હતા, વર્ષોનો સંબંધ હતો, પરિવાર હતો, આર્થિક અને સામાજિક પ્રશ્નો હતા. એક દિવસ મેઘાએ પતિને શાંતિથી કહ્યું, ‘આપણા સંબંધમાં મારી ભૂલો છે તો હું એ સ્વીકારીશ.. એ સુધારવા માટે પણ તૈયાર છું. પરંતુ તમારી બેવફાઈની જવાબદારી હું નહીં લઉં.’ આ વાક્ય બોલતી વખતે પહેલી વાર તેના અવાજમાં આત્મસન્માન હતું. મેઘાને સમજાઈ ગયું હતું, સંબંધ બચાવવો હોય તો પોતાની ભૂલો જોવી જરૂરી છે, પરંતુ બીજાની ભૂલનું ભારણ પોતા પર લેવું જરૂરી નથી. મૂડ મંત્ર: ક્યારેક હીલિંગનો અર્થ સંબંધ છોડવો નથી હોતો. ક્યારેક હીલિંગનો અર્થ એટલો જ હોય છે કે બીજાની પસંદગી માટે પોતાને સજા આપવાનું બંધ કરવું.
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:મારા મિત્રની બહેન મને ખૂબ ગમે છે, મેં એને આ વિશે કહ્યું પણ એ ધ્યાન આપતો નથી
    Next Article
    પાંચમો વેદ:દીકરીને PCODનું નિદાન થયું છે, આયુર્વેદમાં આનો કોઈ ઉપાય છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment