Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:મારા મિત્રની બહેન મને ખૂબ ગમે છે, મેં એને આ વિશે કહ્યું પણ એ ધ્યાન આપતો નથી

    1 day ago

    મોહિની મહેતા પ્રશ્ન: મારા ઘર પાસે મેડિકલ સ્ટોર છે. મારાં મમ્મી-પપ્પાની તબિયતના કારણે મારે ઘણી વાર ત્યાં દવા વગેરે લેવા જવાનું થાય છે. એ સ્ટોરમાં એક યુવાન મારી સાથે મોટા ભાગે દ્વિઅર્થી વાતો કરે છે. હું બને ત્યાં સુધી એને જવાબ આપવાનું ટાળું છું, પણ એ યુવાન એક યા બીજી રીતે મારી સાથે વાત કરે છે. હું શું કરું? { એક યુવતી ઉત્તર: તમારાં મમ્મી-પપ્પાની તબિયત સારી ન રહેતી હોય અને દવા લેવા માટે મેડિકલ સ્ટોરમાં જવું જ પડતું હોય, તો જરૂરી નથી કે તમે એ જ મેડિકલ સ્ટોરમાં જાવ. તમારા ઘર અથવા વિસ્તારમાં બીજા પણ ઘણા મેડિકલ સ્ટોર હશે ત્યાંથી દવા લાવો. તમારા ઘર પાસેના મેડિકલ સ્ટોરમાં જ્યાં તમારી સાથે એ યુવાન દ્વીઅર્થી વાતો કરે છે, ત્યાં જવાની જરૂર નથી. તમે એને કડક જવાબ આપો કે ન આપો, તો પણ જો એ તમારી સાથે આ રીતે વર્તતો હોય, તો તમારા માટે સારું એ જ રહેશે કે તમે બીજા કોઇ મેડિકલ સ્ટોરમાં દવા લેવા જાવ પ્રશ્ન: મારા એક મિત્રની બહેન મને ખૂબ ગમે છે. મેં એને મારી પસંદગી વિશે બે-ત્રણ વાર કહ્યું, પણ એ ધ્યાન આપતો નથી. હું વિચારું છું કે હવે મારી લાગણીની જાણ એની બહેનને જ કહું તો કંઇ વાંધો આવશે? મારો મિત્ર મૈત્રી તોડી તો નહીં નાખે?{ એક યુવાન ઉત્તર: તમને તમારા મિત્રની બહેન ગમે છે, તેના વિશે તમે મિત્રને જાણ કરી, પણ જો એ ધ્યાન ન આપતો હોય, તો એનો અર્થ એવો થયો કે એની ઇચ્છા નથી કે એની બહેન તમારી સાથે સેટ થાય. જોકે આ અંગે તમે જે વિચારો છો કે એ યુવતીને જ તમારી લાગણી વિશે જાણ કરવી, તે તમે કરી શકો છો, પરંતુ તેની સાથોસાથ કદાચ એ યુવતી જ તમારી લાગણીનો અસ્વીકાર કરી દે કે તમે જે ડર ધરાવો છો કે મિત્ર મૈત્રી તોડી નાખે તેની શક્યતા પણ નકારી શકાય એમ નથી. આથી દરેક બાબતનો પહેલાં સારી રીતે શાંતિથી વિચાર કરો અને પછી તમને જો લાગે કે વાંધો નહીં આવે, તો તમે એ યુવતીને તમારી લાગણી અંગે જણાવી શકો છો. પ્રશ્ન: મારાં લગ્ન બે મહિના પછી થવાનાં છે. મારી બહેનપણીઓનું કહેવું છે કે જો પ્રથમ રાત્રે મને દુ:ખાવો નહીં થાય અને રક્તસ્રાવ નહીં થાય તો મારા પતિના મનમાં શંકા જાગશે. મને આવી કોઇ વાતની ખબર નથી પડતી. તેથી મને ડર લાગે છે કે જો આવું કંઇ નહીં બને તો મારું લગ્નજીવન કેવું નીવડશે? મારે શું કરવું? { એક યુવતી ઉત્તર: તમારી બહેનપણીઓએ જે કહ્યું છે તે સાચું તો છે, પરંતુ દરેક યુવતીના કિસ્સામાં આવું બને જ એ જરૂરી નથી. ઘણી યુવતીઓ જે સાઇક્લિંગ, સ્વિમિંગ અથવા અન્ય એક્સરસાઇઝ કરતી હોય છે, તેમને ઘણી વાર દુ:ખાવો અથવા રક્તસ્રાવ નથી થતો. વળી, આજકાલ યુવતીઓની લાઇફ પણ એટલી ઝડપી બની ગઇ છે કે આવી બધી બાબતોનું ધ્યાન તેમને હોતું નથી. તમારે ડરવાની જરૂર નથી. તમને કદાચ આમાંથી કંઇ ન થાય તો પણ તમારું લગ્નજીવન સારું જ નીવડશે. બિનજરૂરી ચિંતા ન કરો. બીજું તમે કયા જમાનામાં જીવો છો? આજકાલના શિક્ષિત યુવાનો આ બધુ સારી રીતે જાણે છે. તમારા થનારા પતિના મનમાં આવી કોઈ શંકા નહીં જાગે. પ્રશ્ન: મારી પત્નીને પહેલાં એક યુવાન સાથે સંબંધ હતો. જોકે બંનેની જ્ઞાતિ અલગ હોવાથી તેમનાં લગ્ન ન થઇ શક્યાં અને મારી પત્નીએ જ એ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. મારી પત્ની મને ખૂબ પ્રેમ કરે છે અને મને કોઇ પ્રકારની ફરિયાદ નથી. છતાં મને ક્યારેક થાય છે કે મારી પત્ની એના ભૂતપૂર્વ પ્રેમી સાથે કેટલી આગળ વધી હશે? હું આ અંગે એને કઇ રીતે પૂછું? { એક પુરુષ ઉત્તર: તમારાં પત્નીને લગ્ન પહેલાં જે યુવાન સાથે પ્રેમ હતો તે બંનેની જ્ઞાતિ અલગ હોવાને કારણે તેમનાં લગ્ન ન થઇ શક્યાં. વળી, તમે જણાવ્યા મુજબ, તમારાં પત્નીએ જ એ સંબંધ પર પોતાના તરફથી પૂર્ણવિરામ મૂકી દીધું. આટલી સ્પષ્ટ વાત તમારાં પત્નીએ તમને જણાવી દીધી છે. વળી, તમે જ જણાવ્યું છે કે તમને એમના પ્રત્યે કોઇ ફરિયાદ નથી અને એ પ્રેમાળ છે, તો પછી બિનજરૂરી એમના ભૂતકાળ વિશે વિચારો શા માટે કરો છો? તમારા બંનેનું દાંપત્યજીવન સુખમય રીતે પસાર થઇ રહ્યું છે, તો શાંતિથી તમારા દાંપત્યસુખને માણો. પત્નીનો પ્રેમ મેળવો અને તેમને પ્રેમ કરો. ખોટા વિચારો કરીને મનમાં કોઇ ગ્રંથિ ન બાંધો. પ્રશ્ન: મારા ઘર સામે એક ફેમિલી રહેતું હતું. એ બહેન સાથે મારે સારી ફ્રેન્ડશિપ થઇ ગઇ હતી, પરંતુ એ બહેનને મારા ઘરમાં કોઇ પણ વસ્તુ હોય તે માગીને લઇ જાય અને પછી પાછી જ ન આપે એવી ટેવ હોવાથી મેં સંબંધ ઓછો કરી નાખ્યો. હવે એ બીજે રહે છે, પણ મને ઘણી વાર યાદ આવે છે, બોલાવવાનું મન પણ થાય છે, પરંતુ એનું વર્તન યાદ આવતાં મન પાછું પડે છે. હું શું કરું? { એક યુવતી ઉત્તર: તમારા ઘર સામે રહેતી મહિલા સાથે તમારે મિત્રતા બંધાઇ એ સારી બાબત છે, પરંતુ તમે જે એમની આદત જણાવી કે ઘરમાંથી કોઇ પણ વસ્તુ માગીને લઇ જાય અને પાછી ન આપે તે ખોટું છે. તમે સમજીને તમારો સંબંધ ઓછો કરી નાખ્યો એ એક રીતે સારું જ કર્યું છે કેમ કે દરેક વ્યક્તિને પોતાની વસ્તુ ગમતી હોય તો જ ઘરમાં રાખી હોય. એ કોઇ બીજું લઇ જાય તે કોઇને પણ ગમે નહીં. તમને એની યાદ આવે એ સ્વાભાવિક છે, કેમ કે તમે એની સાથે મૈત્રી કરી હતી, પરંતુ એણે તો તમારી સાથે માત્ર સ્વાર્થનો જ સંબંધ રાખ્યો. જો એણે પણ મૈત્રી કરી હોત, તો બીજે રહેવા ગયા પછી એ કોઇ પણ રીતે તમારા સંપર્કમાં રહેતી હોત. તમે એના વિશે વધારે વિચારો નહીં. એક રીતે સારું જ થયું કેમ કે તમે એને ના કહી ન શકો અને એ એની આદતથી મજબૂર કંઇ ને કંઇ લેતી જાય તેના કરતાં આ સંબંધ ન હોય તે જ હિતાવહ છે.
    Click here to Read More
    Previous Article
    સજાવટ:ઓપન શેલ્ફ : સુંદરતા કે પછી મુશ્કેલી?
    Next Article
    મૂડ માઈન્ડ:તમારી બેવફાઈની જવાબદારી હું નહીં લઉં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment