Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:ઓપન શેલ્ફ : સુંદરતા કે પછી મુશ્કેલી?

    1 day ago

    રસોડાને આપે સ્ટાઇલિશ લુક, પણ ગોઠવણી અને સફાઈનું રાખવું પડે ખાસ ધ્યાન! ઓપન શેલ્ફ એટલે રસોડાના એવા ખુલ્લા રેક્સ, જેમાં વસ્તુઓ દરવાજા પાછળ છુપાયેલી નથી હોતી. સુંદર કપ, કાચની બરણી, મસાલાના ડબ્બા કે નાના પ્લાન્ટસ ગોઠવીને રસોડાને ખૂબ જ સ્ટાઇલિશ અને ખુલ્લું દેખાડી શકાય છે. ખાસ કરીને નાના કિચનમાં ઓપન શેલ્ફ જગ્યા ખુલ્લી હોવાનો અનુભવ કરાવે છે. પરંતુ સુંદર દેખાવ સાથે તેની સંભાળ પણ એટલી જ જરૂરી છે. મુશ્કેલી ક્યાં પડે છે? ખુલ્લી શેલ્ફ પર ધૂળ અને રસોડાની ચીકાશ ઝડપથી જમા થઈ શકે છે. તેથી અહીં એવી વસ્તુઓ ન રાખવી જે બહુ ઓછા વપરાય અથવા વારંવાર સાફ કરવી મુશ્કેલ હોય. ખૂબ વધારે સામાન ગોઠવશો તો સુંદર શેલ્ફ પણ અવ્યવસ્થિત દેખાવા લાગે. સંભાળવાની સ્માર્ટ રીત • રોજ વપરાતી વસ્તુઓ જ આગળ રાખો. • મસાલા અને અનાજ માટે ઢાંકણવાળી એકસરખી બરણીઓ વાપરો. • ભારે વાસણો નીચેની શેલ્ફમાં રાખો. • રંગ- કદ પ્રમાણે વસ્તુઓ ગોઠવો. શેલ્ફને સંપૂર્ણ ભરવાને બદલે થોડી ખાલી જગ્યા રાખો. ઓપન શેલ્ફ સુંદર ત્યારે જ લાગે જ્યારે તે ઓછી વસ્તુ સાથે સુંદર અને વ્યવસ્થિત હોય. એટલે ટ્રેન્ડ પાછળ દોડવા કરતાં જગ્યા, ઉપયોગ અને સફાઈ કરવાની અનુકૂળતા ધ્યાનમાં રાખો.
    Click here to Read More
    Previous Article
    સુનામી:ભાઇ-બહેન, ઝઘડવું હોય એટલું ઝઘડજો પણ...
    Next Article
    મીઠી મૂંઝવણ:મારા મિત્રની બહેન મને ખૂબ ગમે છે, મેં એને આ વિશે કહ્યું પણ એ ધ્યાન આપતો નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment