Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમો વેદ:દીકરીને PCODનું નિદાન થયું છે, આયુર્વેદમાં આનો કોઈ ઉપાય છે?

    1 day ago

    વૈધ પ્રેરક શાહ પ્રશ્ન: હું માધ્યમિક શાળામાં શિક્ષક છું. મારી ઉંમર 36 વર્ષ છે. મને હમણાંથી થોડું વધારે વાંચવાનું થાય તો આંખો બહુ ખેંચાય છે. ડોક્ટરને બતાવ્યું તો ખાસ કશું નથી એમ કહીને આંખોના ટીપાંની ભલામણ કરી છે. આયુર્વેદમાં આવા કોઈ આંખો માટેના ટીપાં આવતા હોય તો જણાવશો.{ રવિન્દ્ર, કઠલાલ ઉત્તર: વધારે વાંચવાથી આંખોમાં ખેંચાણ, પાણી આવવું અને ભારેપણું રહેતું હોય તો આંખોનો સ્ટ્રેસ એક કારણ હોઈ શકે છે. લાંબા સમય સુધી મોબાઈલ કે ટીવી - કોમ્પ્યુટરના સ્ક્રીન જોતી વખતે કે વાંચતી વખતે વચ્ચે વચ્ચે આંખોને આરામ આપવો જરૂરી છે. ઘણી જાણીતી અને વિશ્વસનીય કંપનીના આયુર્વેદીક આઇ ડ્રોપ્સ બજારમાં મળી રહે છે. સાત પડવાળા કાપડના ગળણાથી ગાળીને ત્રિફળાના પાણીથી આંખો ધોવી, અક્ષિતર્પણ સારવાર ૭ દિવસ માટે કરાવવાથી, અને નેત્રધારા, કે બિડાલક જેવી સારવારથી પણ આંખોના રોગોમાં લાભ થાય છે. આંખમાં કોઈપણ ટીપાં જાતે શરૂ કરતાં પહેલાં વૈદ્યની સલાહ લેવી. પ્રશ્ન: મેં હમણાં આયુર્વેદ કુકિંગનો કોર્સ કર્યો. ઘણું નવું જાણવા મળ્યું. મારો એક પ્રશ્ન છે કે તુવેરની દાળમાં રાઈનો વઘાર કરાય છે જયારે અડદની દાળમાં જીરાનો. અમને કોર્સમાં ભણાવેલું કે જીરું અને રાઈ બંને અગ્નિ વધારનાર છે. આવો તફાવત કેમ છે? { મીનાક્ષી લાખિયા ઉત્તર: આયુર્વેદ કુકિંગનો કોર્સ કરવા બદલ અભિનંદન. જીરું અને રાઈ બંને અગ્નિદીપક છે, પરંતુ તેમના ગુણધર્મોમાં મહત્ત્વનો તફાવત છે. રાઈ ઉષ્ણ હોવાથી વાતનું શમન કરે છે, પરંતુ પિત્ત વધારી શકે છે. જ્યારે જીરું શીત ગુણનું હોવાથી પિત્તશામક છે અને પાચન માટે પણ ઉપયોગી છે. પરંપરાગત રીતે તુવેરની દાળથી થતી વાયુની તકલીફ ઘટાડવા માટે રાઈનો વઘાર કરવામાં આવે છે. જ્યારે અડદની દાળ પચવામાં ભારે તેમજ વાયુ અને કફવર્ધક છે. એટલે તેમાં જીરુંનો વઘાર કરીને તેને પચવામાં સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આયુર્વેદિક રસોઈમાં માત્ર કયો મસાલો અગ્નિ વધારે છે? એટલું જ જોવામાં આવતું નથી; દાળના ગુણ, તેની દોષ પરની અસર અને તેને સંતુલિત કરવા માટે કયો વઘાર યોગ્ય છે તેનો પણ વિચાર કરવામાં આવે છે. પ્રશ્ન: મારી 24 વર્ષની દીકરીને PCOD (પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ) રોગનું નિદાન થયું છે. અમે ગાયનેકને બતાવીને દવા શરૂ કરી છે. પરંતુ પરિણામ ક્યારે મળશે તે નક્કી નથી. તો આયુર્વેદમાં આનો કોઈ ઉપાય છે? { સુજાતા શાસ્ત્રી ઉત્તર: PCODમાં માત્ર દવા લેવી પૂરતી નથી. આહાર, નિયમિત કસરત, ઊંઘ અને વજનનું નિયંત્રણ પણ ખૂબ મહત્વનું છે. આયુર્વેદમાં વ્યક્તિની પ્રકૃતિ, દોષ અને પાચનશક્તિ પ્રમાણે સારવાર કરવામાં આવે છે. યોગ્ય ઔષધોની સાથે જરૂરિયાત મુજબ વિરેચન, બસ્તિ અને નસ્ય જેવી પંચકર્મ સારવાર પણ ઉપયોગી થઈ શકે છે. આ સારવાર હંમેશાં લાયકાત ધરાવતા અને અનુભવી આયુર્વેદ વૈદ્યની સલાહ અને દેખરેખ હેઠળ જ કરાવવી. PCODમાં પરિણામ માટે થોડો સમય લાગી શકે છે. પ્રશ્ન: મારા મધરને અમે ઢીંચણનું ઓપરેશન કરાવ્યું. આજે 6 મહિના થયા. અમે ઓપરેશન પછી લેવી પડતી બધી કાળજી-દવાઓ અને કસરતો નિયમિત કરાવ્યા છે. પરંતુ હજુ દુખાવો તો રહે છે અને સરખું ચાલી શકતા નથી. એમની ઉંમર 71 વર્ષ છે. આ સંજોગોમાં હવે શું થઇ શકે? ઉત્તર: ઘૂંટણનું ઓપરેશન કરાવ્યા પછી પણ માત્ર સાંધો બદલાઈ જાય એટલે દરેક દર્દીને 100% રાહત મળે એવું નથી. ઘૂંટણની આસપાસના સ્નાયુઓ અને લિગામેન્ટ્સ મજબૂત થવા અને યોગ્ય રીતે કામ કરવા પણ એટલું જ મહત્વનું છે. છ મહિના પછી પણ દુખાવો અને ચાલવામાં તકલીફ રહેતી હોય તો ઓપરેશન બાદની સ્થિતિની ફરી તપાસ કરાવવી યોગ્ય છે. આયુર્વેદમાં દર્દીની સ્થિતિ પ્રમાણે જાનુબસ્તિ, અગ્નિકર્મ અને Arthrothermia જેવી સારવારથી દુખાવો અને કાર્યક્ષમતામાં મદદ મળી શકે છે. યોગ્ય નિદાન કર્યા પછી આમાંથી કઈ સારવાર યોગ્ય છે તે લાયકાત ધરાવતા અને અનુભવી આયુર્વેદ વૈદ્ય નક્કી કરે તે વધુ યોગ્ય રહેશે. પ્રશ્નઃ વૈદ્યરાજજી, મારી ઉંમર 54 વર્ષ છે. વજન માત્ર 40 કિલો છે. છતાં પણ મારું કોલેસ્ટ્રોલ વધારે આવે છે. આનું કારણ સમજાવશો. અને સાથે સાથે મારુ વજન વધે તેવું કશું સજેસ્ટ કરશો. { પ્રીતિ દેસાઈ ઉત્તર: વજન ઓછું હોવા છતાં કોલેસ્ટ્રોલ વધારે હોય તે આયુર્વેદની દૃષ્ટિએ અગ્નિની દુષ્ટિ-મંદાગ્નિ અથવા વિષમાગ્નિ હોઈ શકે છે. અગ્નિ બરાબર ન હોય ત્યારે શરીરમાં યોગ્ય રીતે પાચન ન થયેલા ખોરાકમાંથી શરીરને નુકસાન કરી શકે તેવા પદાર્થો બનવાની સંભાવના રહે છે. શતાવરી, અશ્વગંધા અને યોગ્ય રસાયન ચૂર્ણ જેવી ઔષધો વૈદ્યની સલાહથી લઈ શકાય. સાથે શિરોધારા, ધ્યાન, પ્રાણાયામ અને જરૂરિયાત મુજબ ક્ષીરબસ્તિ જેવી આયુર્વેદિક સારવાર પણ મદદરૂપ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મૂડ માઈન્ડ:તમારી બેવફાઈની જવાબદારી હું નહીં લઉં
    Next Article
    હૂંફ:બાળક માટે દુનિયા પ્રયોગશાળા છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment